Israel Hamas War: ઈઝરાયલ આખા ગાઝા પર તૂટી પડ્યું, હમાસને ખતમ કરવા લીધા સોગંધ

Israel Hamas War: ઈઝરાય અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે વધુ ભયંકર બન્યું છે. બંને દેશો વચ્ચે ચાલેલો સીઝફાયર એક અઠવાડિયા બાદ શુક્રવારે ફરી શરુ થયો હતો. એ પછી ઈઝરાયલની સેનાએ ફરીથી હુમલાઓ શરુ કરી દીધા હતા.

Share:

હાઈલાઇટ્સ

  • ઈઝરાયલે હમાસને ખતમ કરવા માટે લીધા સોગંધ
  • એજન્સીઓને હમાસના નેતાઓેને શોધવા આપ્યા આદેશ
  • ઈઝરાયસલે સમગ્ર ગાઝામાં જમીની હુમલા પણ વધારી દીધા

Israel Hama War: ઈઝરાયલ અને હમાસ વચ્ચે થયેલો સીઝફાયરનો કરાર શુક્રવારે તૂટી ગયો હતો. યુદ્ધવિરામ ખતમ થયા બાદ ફરી એકવાર ઈઝરાયલે હમાસ પર હુમલો કર્યો છે. ઈઝરાયલે સમગ્ર ગાઝા પર બોમ્બમારો શરુ કર્યો હતો. યુદ્ધવિરામ પહેલાં ઈઝરાયલની સેનાનું લક્ષ્ય માત્ર ઉત્તર ગાઝા હતું. હવે તેમે સમગ્ર ગાઝા પર હુમલા વધારી દીધા છે. ઈઝરાયલે હમાસને નેસ્તોનાબૂદ કરવાના સોગંધ લીધા છે. ઈઝરાયના ચીફ ડોમેસ્ટિક સિક્યોરિટી ઓફિસર રોનેન બારે જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં ગમે ત્યાં હમાસને ખતમ કરવા માટે તેઓ પ્રતિબદ્ધ છે. ભલે, આમ કરતા અનેક વર્ષો કેમ ન લાગી જાય. 

સમગ્ર ગાઝા પર હુમલા
ઈઝરાયલે હવે દક્ષિણ ગાઝા પર હુમલા વધારી દીધા છે. એક અંગ્રેજી સમાચારના રિપોર્ટ મુજબ, ઈઝરાયલની ટેન્કો રવિવારે બોર્ડર નજીક હતી. એ જોતા એવું લાગી રહ્યું હતું કે, ઈઝરાયલ હવે સમગ્ર ગાઝા પર જમીની હુમલાઓ કરવા માગે છે. એક અધિકારીએ એવું પણ જણાવ્યું કે, સમગ્ર ગાઝામાં જમીની અભિયાન શરુ કરી દેવામાં આવ્યું છે. અમારી પોલિસી પણ સ્પષ્ટ છે. અમે તમામ ખતરાઓનો સામનો કરીશું. 

10 હજાર હવાઈ હુમલા
ઈઝરાયલે રવિવારના રોજ ગાઝાના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે કહ્યું હતું. કારણ કે ઈઝરાયલ હવે ગ્રાઉન્ડ ઓપરેશન વધારવા માટે જઈ રહ્યું છે. રવિવારે સામે આવેલી તસવીરોમાં પણ ગાઝામાંથી ધુમાડા ઉડતા દેખાઈ રહ્યા છે. ઈઝરાયલે રવિવારના રોજ મોટા પાયે હુમલા કર્યાનું અનુમાન છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઈઝરાયલે 10 હજાર જેટલાં હવાઈ હુમલા કર્યા હતા. 

15000થી વધુ લોકોનાં મોત 
હમાસના જણાવ્યા મુજબ, યુદ્ધની શરુઆત બાદ અત્યારસુધીમાં ગાઝામાં 15550 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીનું કહેવું છે કે, ઈઝરાયલ વધારે મોત ન થાય એવો પ્રયાસ કરી રહ્યો છે. તો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ગાઝામાં થઈ રહેલાં મોત અંગે દુઃખ પણ વ્યક્ત કર્યુ હતુ. 

હમાસનો ખાતમો કરવાનો આદેશ
ઈઝરાય અને હમાસ વચ્ચે છેલ્લાં બે મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંજામીન નેતન્યાહૂએ કથિત રીતે દેશની મુખ્ય એજન્સીઓને ન માત્ર ગાઝા પટ્ટામાં પરંતુ સમગ્ર વિશ્વમાં હમાસના નેતાઓને શોધીને તેમને ઠાર મારવાનો આદેશ આપ્યો છે. એટલે હવે જાસૂસી એજન્સીઓ પણ હમાસના નેતાઓને શોધવા માટે અભિયાન ચલાવી રહી છે. એક રિપોર્ટ મુજબ, કતાર, ઈરાન, રશિયા, તુર્કી અને લેબનોને હમાસને આતંકીવાદી સમૂહ જાહેર કર્યુ હતુ.