Israel-Hamas conflict: ઈજિપ્ત ખાતે યોજાનારી વર્લ્ડ કેડેટ ચેસ ચેમ્પિયનશિપથી ભારતે જાળવ્યું અંતર

Israel-Hamas conflict: 14મી ઓક્ટોબરને શનિવારથી ઈજિપ્તના શર્મ અલ શેખ ખાતે વર્લ્ડ કેડેટ ચેસ ચેમ્પિયનશિપ (World Cadet Chess Championship)નો આરંભ થઈ રહ્યો છે. ચેમ્પિયનશિપમાં અંડર 12, 10 અને 8 કેટેગરીની સ્પર્ધા આગામી 23મી ઓક્ટોબર સુધી ચાલવાની છે. જોકે, ભારતીય ટીમે ઈઝરાયલ-હમાસ સંઘર્ષ (Israel-Hamas conflict)ના કારણે વર્લ્ડ કેડેટ ચેસ ચેમ્પિયનશિપથી અંતર જાળવવાનો નિર્ણય લીધો છે.  Israel-Hamas conflictની […]

Share:

Israel-Hamas conflict: 14મી ઓક્ટોબરને શનિવારથી ઈજિપ્તના શર્મ અલ શેખ ખાતે વર્લ્ડ કેડેટ ચેસ ચેમ્પિયનશિપ (World Cadet Chess Championship)નો આરંભ થઈ રહ્યો છે. ચેમ્પિયનશિપમાં અંડર 12, 10 અને 8 કેટેગરીની સ્પર્ધા આગામી 23મી ઓક્ટોબર સુધી ચાલવાની છે. જોકે, ભારતીય ટીમે ઈઝરાયલ-હમાસ સંઘર્ષ (Israel-Hamas conflict)ના કારણે વર્લ્ડ કેડેટ ચેસ ચેમ્પિયનશિપથી અંતર જાળવવાનો નિર્ણય લીધો છે. 

Israel-Hamas conflictની અસર રમતો પર

ઈઝરાયલ અને આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે હજારો લોકોના મોત થયા છે અને સમગ્ર વિશ્વમાં તેની અસર પ્રવર્તી છે. ઈઝરાયલ-હમાસ સંઘર્ષની અસર રમતોના આયોજનો પર પણ જોવા મળી રહી છે. અખિલ ભારતીય ચેસ મહાસંઘે (AICF) ઈજિપ્ત ખાતે યોજાઈ રહેલી વર્લ્ડ કેડેટ ચેસ ચેમ્પિયનશિપમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. 

અખિલ ભારતીય ચેસ મહાસંઘના કહેવા પ્રમાણે ગાઝા પટ્ટીમાં ઈઝરાયલ-હમાસ સંઘર્ષ (Israel-Hamas conflict)ની સ્થિતિ અને સ્પર્ધકોની ઉંમરને ધ્યાનમાં રાખીને યોગ્ય વિચાર-વિમર્શ બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આપણું પ્રતિનિધિ મંડળ વર્લ્ડ કેડેટ ચેસ ચેમ્પિયનશિપ-2023માં સહભાગી નહીં બને. ખેલાડીઓ અને અધિકારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમે વર્લ્ડ કેડેટ ચેસ ચેમ્પિયનશિપ (World Cadet Chess Championship)માંથી પોતાનું નામ પાછુ ખેંચી લીધું છે. 

વધુ વાંચો: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ હમાસ સાથે સબંધિત એકાઉન્ટ્સ હટાવ્યા

આ ટુર્નામેન્ટમાં ભારતના 39 ખેલાડીઓ હિસ્સો લેવાના હતા પરંતુ આ સમગ્ર આયોજનનું સ્થળ ઈઝરાયલની સરહદથી 400 કિમી કરતાં પણ ઓછા અંતરે આવેલું હોવાથી સુરક્ષાના કારણોસર તેનાથી દૂર રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ ટુર્નામેન્ટમાં અંડર-12, અંડર-10 અને અંડર-8 વર્ગની સ્પર્ધાઓ યોજાવાની છે. અખિલ ભારતીય ચેસ મહાસંઘે ગાઝા ખાતેની તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખીને વર્લ્ડ ચેસ ફેડરેશન ફિડે (FIDE)ને ચેસ ટુર્નામેન્ટ સ્થગિત કરવા માટે અનુરોધ કર્યો હતો. 

80 લોકો જવાના હતા મિસ્ર

અખિલ ભારતીય ચેસ મહાસંઘના સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ખેલાડીઓ, કોચ અને ખેલાડીઓ સાથે આવેલા લોકો સહિત આશરે 80 લોકો ઈજિપ્ત (મિસ્ર)ના શર્મ અલ શેખ ખાતે જવાના હતા. જોકે ઈજિપ્તની સરહદ ગાઝા ઉપરાંત ઈઝરાયલ સાથે પણ જોડાયેલી હોવાથી ખેલાડીઓની સુરક્ષાના તમામ પાસાઓનો વિચાર કરીને ભારતીય ટીમે વર્લ્ડ કેડેટ ચેસ ચેમ્પિયનશિપ (World Cadet Chess Championship)માંથી પોતાનું નામ પાછુ ખેંચી લીધું છે. 

વધુ વાંચો: ઈઝરાયલ ગાઝામાં બંધક પોતાના જ નાગરિકોની હત્યા કરી રહ્યું હોવાનો હમાસનો દાવો

સ્પર્ધા માટે એક વર્ષથી ચાલતી હતી ટ્રેઈનિંગ

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધના કારણે પશ્ચિમ એશિયામાં એરલાઈન પ્રભાવિત થવાની પણ શક્યતા છે. ત્યારે મહાસંઘે અનપેક્ષિત ઘટનાઓ અને પરિદૃશ્યોના આધાર પર આ કઠોર નિર્ણય લીધો છે કારણ કે, તેઓ ખેલાડીઓની સુરક્ષાને સર્વોચ્ય મહત્વ આપે છે. આ કારણે જ ખેલાડીઓએ આ મહત્વપૂર્ણ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે આશરે એક વર્ષ સુધી ટ્રેઈનિંગ મેળવી હોવા છતાં સ્પર્ધાથી દૂર રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.