Israel-Hamas war: ઓપરેશન અજય અંતર્ગત 5મું વિમાન દિલ્હી પહોંચ્યું, 18 નેપાળીઓને પણ બચાવ્યા

Israel-Hamas war: પેલેસ્ટાઈનના ચરમપંથી સંગઠન હમાસ દ્વારા ગત 7મી ઓક્ટોબરના રોજ ઈઝરાયલ પર અચાનક જ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઈઝરાયલ દ્વારા યુદ્ધનું એલાન કરવામાં આવ્યું છે અને ઈઝરાયલ-હમાસ યુદ્ધ (Israel-Hamas war)થી બંને પક્ષે હજારો લોકોનો ભોગ લેવાયો છે. ત્યારે ભારત સરકારે ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે ઓપરેશન અજય (Operation Ajay) હાથ ધર્યું છે. […]

Share:

Israel-Hamas war: પેલેસ્ટાઈનના ચરમપંથી સંગઠન હમાસ દ્વારા ગત 7મી ઓક્ટોબરના રોજ ઈઝરાયલ પર અચાનક જ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઈઝરાયલ દ્વારા યુદ્ધનું એલાન કરવામાં આવ્યું છે અને ઈઝરાયલ-હમાસ યુદ્ધ (Israel-Hamas war)થી બંને પક્ષે હજારો લોકોનો ભોગ લેવાયો છે. ત્યારે ભારત સરકારે ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે ઓપરેશન અજય (Operation Ajay) હાથ ધર્યું છે.

Israel-Hamas warમાં ભારતીયો પણ ફસાયા

ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયોની સંખ્યા આશરે 18,000 જેટલી છે જેમાં વિદ્યાર્થીઓ, આઈટી પ્રોફેશનલ્સ, વેપારીઓ વગેરેનો સમાવેશ થાય છે. ભારત સરકાર પોતાના ખર્ચે આ તમામ લોકોને સ્વદેશ પરત લાવવા માટે પ્રયત્નશીલ છે. આ માટે લોન્ચ કરવામાં આવેલા ઓપરેશન અજય (Operation Ajay) અતંર્ગતની 5મી ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ ખાતે પહોંચી છે. 

17મી ઓક્ટોબરના રોજ ઓપરેશન અજય અંતર્ગતની આ 5મી ફ્લાઈટ દ્વારા 286 નાગરિકો દિલ્હી ઉતર્યા હતા. તેમાં નેપાળના 18 નાગરિકોનો પણ સમાવેશ થાય છે. સૂચના અને પ્રસારણ મંત્રી એલ મુરૂગને વિમાન મથક ખાતે તમામ નાગરિકોનું સ્વાગત કર્યું હતું. આ તમામ લોકોને ઓપરેશન અંતર્ગત વિશેષ ચાર્ટર્ડ પ્લેન દ્વારા સ્વદેશ લાવવામાં આવ્યા છે. 

વધુ વાંચો: ગાઝામાં WHOએ તાત્કાલિક સહાય અને તબીબી પુરવઠો પહોંચાડવાની માંગ કરી

ઓપરેશન અજયની 5મી ઉડાન

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પરની પોસ્ટમાં લખ્યું હતું કે, “ઓપરેશન અજય અંતર્ગતની 5મી ફ્લાઈટમાં 18 નેપાળી નાગરિકો સહિત 286 મુસાફરો આવી પહોંચ્યા.” આ સાથે જ તેમણે સૂચના અને પ્રસારણ મંત્રી એલ મુરૂગનની એરપોર્ટ ખાતે મુસાફરોનું સ્વાગત કરતી તસવીરો પણ શેર કરી હતી. કેરળ સરકારે 5મી ફ્લાઈટમાં આવેલા મુસાફરો પૈકીના 22 લોકો તેમના રાજ્યના હોવાની માહિતી આપી હતી. 

વિમાનમાં આવી હતી ખરાબી

સ્પાઈસજેટ વિમાન A340માં રવિવારે તેલ અવીવ ખાતે લેન્ડિંગ બાદ ટેક્નિકલ સમસ્યા આવી હતી. એ સમસ્યાને ઠીક કરવા માટે વિમાનને જોર્ડન લઈ જવામાં આવ્યું હતું. સમસ્યાના નિરાકરણ બાદ વિમાન મંગળવારે તેલ અવીવથી મુસાફરો સાથે પરત આવ્યું હતું. ઓપરેશન અજય અંતર્ગતની 5મી ફ્લાઈટ મૂળરૂપે સોમવારે સવારે રાષ્ટ્રીય રાજધાની પરત ફરે તેવી યોજના હતી. 

વધુ વાંચો: યુદ્ધવિરામની માગણી કરતો રશિયાનો પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો

ઈઝારયલ-ભારતમાં હેલ્પલાઈન કાર્યરત

ઈઝરાયલ-હમાસ યુદ્ધ (Israel-Hamas war)ની સ્થિતિને અનુલક્ષીને ઈઝરાયલ ખાતેના ભારતીય દૂતાવાસે 24 કલાક કાર્યરત હેલ્પલાઈન નંબર શરૂ કર્યો છે જેથી ત્યાં રહેતા ભારતીય નાગરિકોને તમામ પ્રકારની મદદ આપી શકાય. ઉપરાંત નવી દિલ્હી ખાતે એક કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યો છે જે 24 કલાક ઈઝરાયલ અને પેલેસ્ટાઈનમાં ભારતીયોની સ્થિતિ પર નજર રાખી રહ્યો છે. 

કંટ્રોલ રૂમનો ફોન નંબર 1800118797 (ટોલ ફ્રી), +91-11 23012113, +91-11-23014104, +91-11-23017905 અને +919968291988 છે. મદદ માટેની ઈમેઈલ આઈડી [email protected] છે.