israel–hamas war: હમાસ પર ઈઝરાયલના હુમલાઓ વચ્ચે ગાઝામાં બ્લેકઆઉટની સ્થિતિ

israel–hamas war: ઈઝરાયલે પોતાના 3 લાખ સૈનિકોને ગાઝા પટ્ટી પાસે તૈનાત કર્યા છે જેથી ત્યાં હમાસનો ખાત્મો કરી શકાય. ગાઝા પટ્ટીમાં ગ્રાઉન્ડ એટેકની પણ શક્યતા છે. આ માટે ઈઝરાયલ (israel–hamas war)ના સૈનિકોને હથિયાર, ગોળા, બારૂદ, દવાઓ, પ્લેન, હેલિકોપ્ટર, મિસાઈલ, રોકેટ વગેરેની પણ જરૂર પડશે.  અમેરિકા અને જર્મની આવ્યા ઈઝરાયલની મદદે ઈઝરાયલને મદદ કરવા માટે હથિયારોથી […]

Share:

israel–hamas war: ઈઝરાયલે પોતાના 3 લાખ સૈનિકોને ગાઝા પટ્ટી પાસે તૈનાત કર્યા છે જેથી ત્યાં હમાસનો ખાત્મો કરી શકાય. ગાઝા પટ્ટીમાં ગ્રાઉન્ડ એટેકની પણ શક્યતા છે. આ માટે ઈઝરાયલ (israel–hamas war)ના સૈનિકોને હથિયાર, ગોળા, બારૂદ, દવાઓ, પ્લેન, હેલિકોપ્ટર, મિસાઈલ, રોકેટ વગેરેની પણ જરૂર પડશે. 

અમેરિકા અને જર્મની આવ્યા ઈઝરાયલની મદદે

ઈઝરાયલને મદદ કરવા માટે હથિયારોથી સજ્જ પ્રથમ અમેરિકી ડિફેન્સ કાર્ગો પ્લેન ઈઝરાયલમાં ઉતરી ચુક્યું છે. જર્મનીએ પણ નાના હથિયારો અને ડ્રોન દ્વારા ઈઝરાયલની મદદ કરવાનું વચન આપ્યું છે. અમેરિકાએ પોતાના દોસ્ત ઈઝરાયલની મદદ માટે હવાઈ સુરક્ષા, સમુદ્રી સુરક્ષા પ્રદાન કરવાની સાથે જ હથિયારો મોકલી આપવાની પણ જાહેરાત કરી હતી. 

ગાઝામાં પલાયન વધ્યું

હમાસ અને ઈઝરાયલ (israel–hamas war) વચ્ચે છેડાયેલા લોહીયાળ સંઘર્ષ બાદ 23 લાખ લોકોની ગાઢ વસ્તી ધરાવતા ગાઝા પટ્ટી વિસ્તારના લોકો ખૂબ ભયમાં છે. ગાઝાના સ્વાસ્થ્ય અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુરૂવારે સવાર સુધીમાં પેલેસ્ટાઈનના 1,000થી પણ વધારે લોકો માર્યા ગયા હોવાનું સામે આવ્યું હતું. ડરના કારણે મોટી સંખ્યામાં લોકો પલાયન કરી રહ્યા છે પણ તેમના માટે ક્યાં જવું તે સવાલ છે કારણ કે ઈઝરાયલ અને મિસ્રએ પોતાના દરવાજા બંધ કરી દીધા છે. 

વધુ વાંચો: ગુજરાતના માણાવદરની બે દીકરીઓ પણ છે ઈઝરાયલની સેનામાં, હાથમાં બંદૂક લઈને ભણાવી રહી છે હમાસને પાઠ

ઈઝરાયલ દ્વારા પાણી, ભોજન અને ઉર્જાના પુરવઠા પર કાપ મુકીને ઘેરાબંધી કરી દેવામાં આવી છે. ઉપરાંત ગાઝા એન્ક્લેવનું એકમાત્ર વીજ સંયંત્ર ઈંધણ ખતમ થઈ ગયા બાદ બંધ થઈ ગયું છે. અનેક લોકો પોતાના ફોન ચાર્જ કરવા માટે કારની બેટરીનો ઉપયોગ કરી રહ્યા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો છે પણ ઓક્સિજન સહિતનો મેડિકલ પુરવઠો ખતમ થવાની તૈયારીમાં છે. દુકાનોમાંથી પેકેજ્ડ ફુડ ખાલી રહ્યા છે અને તમામ પ્રકારની મુશ્કેલીથી ઘેરાયેલા ગાઝા પટ્ટીના લોકો માટે જીવન દુષ્કર બની ગયું છે. 

તસવીરો અંગે ઈઝરાયલના વિદેશ મંત્રાલયનો નિર્ણય

ઈઝરાયલના વિદેશ મંત્રાલયે હમાસ સાથેના યુદ્ધની બિભત્સ તસવીરો માટે કહ્યું હતું કે, તેઓ ઈચ્છે છે કે સમગ્ર વિશ્વને ઈઝરાયલ કઈ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે તેની જાણ થાય. મંત્રાલયના નિવેદન પ્રમાણે “અમે આ અંગે ખૂબ ચર્ચા કરી કે બિભત્સ તસવીરો જાહેર કરવી કે નહીં પણ અમે એ નિર્ણય સુધી પહોંચ્યા છીએ કે વિશ્વ સમક્ષ અમે કયા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ તે રજૂ થવું જોઈએ.”

વધુ વાંચો: ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયોના મુદ્દે મીનાક્ષી લેખીનું નિવેદન, ઈઝરાયલની સ્થિતિ પર પ્રધાનમંત્રી મોદીની નજર

ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે ઓપરેશન

આ તરફ મોદી સરકારે ઈઝરાયલ (israel–hamas war)માં ફસાયેલા ભારતીયોની મદદ માટે ‘ઓપરેશન અજય’ લોન્ચ કર્યું છે. બુધવારથી આ ઓપરેશન શરૂ થયું છે અને ભારત પરત આવવા ઈચ્છતા લોકોને ગુરૂવારથી કોઈ ભાડુ લીધા વગર મદદ કરવામાં આવશે.