Israel-Hamas War: ગાઝામાં ફ્લેશ લાઈટ્સથી ઓપરેશન, ટાંકા માટે સીવણની સોયનો ઉપયોગ…

Israel-Hamas War: ગત તા. 7 ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા ઈઝરાયલ પર ઓચિંતો હુમલો કરવામાં આવ્યો ત્યાર બાદ ગાઝામાં ઈઝરાયલની એક્શન હજુ ચાલુ છે. ઈઝરાયલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War) વચ્ચે સપ્તાહની શરૂઆતમાં ઈઝરાયલે ગાઝા સિટી હોસ્પિટલ (Gaza City hospital) પર એરસ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં 500થી પણ વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.  Israel-Hamas War વચ્ચે ગાઝાની […]

Share:

Israel-Hamas War: ગત તા. 7 ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા ઈઝરાયલ પર ઓચિંતો હુમલો કરવામાં આવ્યો ત્યાર બાદ ગાઝામાં ઈઝરાયલની એક્શન હજુ ચાલુ છે. ઈઝરાયલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War) વચ્ચે સપ્તાહની શરૂઆતમાં ઈઝરાયલે ગાઝા સિટી હોસ્પિટલ (Gaza City hospital) પર એરસ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં 500થી પણ વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 

Israel-Hamas War વચ્ચે ગાઝાની સ્થિતિ 

ઈઝરાયલની નાકાબંધીના કારણે ગાઝાની હોસ્પિટલો ભાંગી પડવાની સ્થિતિમાં છે. ઈઝરાયલ દ્વારા વીજળી, ખોરાક સહિતની જરૂરી વસ્તુઓની ડિલિવરી અટકાવી દેવામાં આવી છે. તે વિસ્તારમાં પીવાના સ્વચ્છ પાણીનો અભાવ સર્જાયો છે. દર્દનાશક દવાઓ અને ચેપને પ્રસરતો અટકાવવા માટે જરૂરી વસ્તુઓ, જનરેટર માટેનું ઈંધણ આ બધાનો જથ્થો સમાપ્ત થવાને આરે છે. 

હમાસના આતંકીઓએ 1,400થી વધુનો ભોગ લીધો

7મી ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ સરહદ પાર કરીને કરેલા હુમલામાં 1,400થી વધુ લોકો માર્યા ગયા હતા અને 200થી વધુ લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઈઝરાયલે જવાબી કાર્યવાહી શરૂ કરી તેના લીધે ગાઝાની 5 હોસ્પિટલો બંધ થઈ ચુકી છે. હજારો લોકો માર્યા ગયા છે અને બાકીની આરોગ્ય સેવાઓ સંભાળી શકે તેના કરતા અનેક ગણા લોકો ઘાયલ થયા છે. 

વધુ વાંચો… Israel vs Hamas: યુદ્ધ બાદ પ્રથમ વખત ગાઝામાં સહાય પહોંચી! 

ગાઝા સિટી હોસ્પિટલ (Gaza City hospital) ખાતે કામ કરતા ડૉ. નિદાલ આબેદે જણાવ્યું હતું કે, જ્યારે ઈઝરાયલના બોમ્બ ધડાકાઓ તીવ્ર બને છે ત્યારે હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટે છે. તેઓ ફ્લોર પર, કોરિડોરમાં 2 વ્યક્તિ સમાય તેટલા રૂમમાં 10 લોકોને રાખીને જરૂરી મેડીકલ પુરવઠા વગર પોતાનાથી શક્ય તેટલી સારવાર આપી રહ્યા છે. 

ઈઝરાયલના બોમ્બ ધડાકાના કારણે વિસ્થાપન કરવું પડ્યું હોય તેવા 10,000થી પણ વધારે પેલેસ્ટાઈનવાસીઓએ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં શરણ લીધેલું છે અને ડૉક્ટર્સ મેડીકલ સંસાધનોની અછત વચ્ચે ખૂબ જ જટિલ શસ્ત્રક્રિયાઓ પાર પાડી રહ્યા છે. 

વધુ વાંચો… Israel vs Palestinian: યુકેના PM ઋષિ સુનકે કૈરોમાં પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

હોસ્પિટલ આવવાથી નુકસાન વધારે

મેડીકલ સંસાધનોની અછતના કારણે ડૉક્ટર્સે જ્યાં સુધી આજુબાજુના સ્ટોર્સમાં સ્ટોક પૂરો ન થઈ ગયો ત્યાં સુધી સરકાનો ડિસઈન્ફેક્ટન્ટ તરીકે ઉપયોગ કર્યો હતો અને હવે તેઓ સલાઈન અને પ્રદૂષિત પાણી વડે ઘા સાફ કરી રહ્યા છે. સર્જિકલ સપ્લાયની અછતના કારણે ટાંકા માટે સીવણની સોય વાપરવામાં આવી રહી છે જેનાથી પેશીઓને નુકસાન થઈ શકે છે. બેન્ડેજની અછતના કારણે કપડાના પાટા બાંધવામાં આવી રહ્યા છે અને લોકોના હાડકાં જોડવા માટે સ્ક્રૂ વાપરવામાં આવી રહ્યા છે. દવાઓની અછતના કારણે દર્દીઓને આખો ડોઝ આપવાના બદલે માત્ર એક જ એન્ટીબાયોટિક ગોળી આપવામાં આવી રહી છે. 

હોસ્પિટલ્સમાં ફોનની ફ્લેશ લાઈટ વડે ઓપરેશનો કરવામાં આવી રહ્યા છે અને હોસ્પિટલ્સના જનરેટર ચાલુ રાખવા માટે વાહનચાલકો તેમની ટાંકીઓ ખાલી કરી રહ્યા છે. ડૉક્ટર્સ માટે કયા દર્દીને પ્રાધાન્ય આપવું તે નક્કી કરવું મુશ્કેલ બની ગયું છે અને લોહીથી રંગાયેલી હોસ્પિટલમાં એકલા બચી ગયેલા બાળકોનો વિલાપ સ્થિતિને વધુ કરૂણ બનાવી રહ્યો છે.