Israel–Hamas war: જાણો કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન હમાસ અને તેના સ્થાપક શેખ અહમદ યાસીન વિશે

Israel–Hamas war: છેલ્લા એક સપ્તાહથી ઈઝરાયલ-હમાસ યુદ્ધ (Israel–Hamas war) સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કારણ બન્યું છે. પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસ (Hamas) દ્વારા ગત 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયલ પર એક અણધાર્યો અને ભયાનક હુમલો કરવામાં આવ્યો હતો. હમાસ દ્વારા ઈઝરાયલ પર હજારો રોકેટનો મારો ચલાવવામાં આવ્યો હતો અને હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલના શહેરો અને ગામોમાં ઘૂસીને કત્લેઆમ મચાવ્યો […]

Share:

Israel–Hamas war: છેલ્લા એક સપ્તાહથી ઈઝરાયલ-હમાસ યુદ્ધ (Israel–Hamas war) સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કારણ બન્યું છે. પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસ (Hamas) દ્વારા ગત 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયલ પર એક અણધાર્યો અને ભયાનક હુમલો કરવામાં આવ્યો હતો. હમાસ દ્વારા ઈઝરાયલ પર હજારો રોકેટનો મારો ચલાવવામાં આવ્યો હતો અને હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલના શહેરો અને ગામોમાં ઘૂસીને કત્લેઆમ મચાવ્યો હતો. 

હમાસ (Hamas) દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈઝરાયલના 1,200થી પણ વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ હુમલા બાદ ઈઝરાયલ-હમાસ યુદ્ધ (Israel–Hamas war) છેડાયું છે અને ઈઝરાયલે પણ હમાસનો ખાત્મો કરવાનો દૃઢ નિશ્ચય લીધો છે. 

ઈઝરાયલના વિમાનો ગાઝા પટ્ટીમાં હમાસના અડ્ડાઓ પર બોમ્બમારો કરી રહ્યા છે જેમાં 1,100થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. હમાસ દ્વારા પણ ઈઝરાયલ પર રોકેટમારો ચાલુ જ છે. તેવામાં હમાસ (Hamas) વિશે જાણવાની તાલાવેલી થવી સ્વાભાવિક છે. 

વધુ વાંચો: PM મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર કરી વાત, કહ્યું- મુશ્કેલ સમયમાં અમે તમારી સાથે

જાણો શું છે Hamas?

હમાસને ઈસ્લામિક રેઝિસ્ટેન્સ મૂવમેન્ટ અને અરબીમાં હરકત અલ-મુકાવામા અલ-ઈસ્લામિયા તરીકે ઓળખવામાં આવે છે. હમાસ એક કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન છે જેની સ્થાપના 1987માં પ્રથમ ઈન્તિફાદા (પેલેસ્ટાઈનના સશસ્ત્ર વિદ્રોહ) દરમિયાન પેલેસ્ટાઈન (Palestine)ના શરણાર્થી શેખ અહમદ યાસીન (Sheikh Ahmed Yassin) દ્વારા કરવામાં આવી હતી. 

હમાસના મૂળ કટ્ટર સંગઠન મુસ્લિમ બ્રધરહૂડ (Muslim Brotherhood) સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે. મુસ્લિમ બ્રધરહૂડની સ્થાપના 1920ના દશકામાં મિસ્ત્રમાં થઈ હતી. શેખ અહમદ યાસીન પેલેસ્ટાઈનનો એક મૌલવી હતો જે મુસ્લિમ બ્રધરહૂડની સ્થાનિક શાખાઓ સાથે જોડાયેલો હતો. 

શેખ અહમદ યાસીન દ્વારા હમાસની સ્થાપના

શેખ અહમદ યાસીન શરૂમાં કાહિરા ખાતે ઈસ્લામિક સ્કોલર હતો. 1960ના દશકામાં તે ગાઝા (Gaza) અને વેસ્ટ બેંકમાં ધર્મના પ્રચાર પ્રસારનું કામ કરતો હતો. 1967માં 6 દિવસના યુદ્ધ બાદ ઈઝરાયલે ગાઝા અને વેસ્ટ બેંક પર કબજો મેળવ્યો હતો. શેખ અહમદ યાસીને પ્રથમ ઈન્તિફાદા દરમિયાન 1987માં ગાઝામાં મુસ્લિમ બ્રધરહૂડની રાજકીય શાખા તરીકે હમાસની સ્થાપના કરી હતી. 

વધુ વાંચો: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ હમાસ સાથે સબંધિત એકાઉન્ટ્સ હટાવ્યા

તે સમયે હમાસ (Hamas)નો ઉદ્દેશ્ય પેલેસ્ટાઈની ઈસ્લામિક જેહાદ (PIJ)નો સામનો કરવાનો હતો જે એક અન્ય ઈસ્લામિક કટ્ટરપંથી આતંકવાદી સંગઠન હતું. તેની ઈઝરાયલનો હિંસક વિરોધ કરવાની પ્રતિબદ્ધતા પેલેસ્ટાઈનના લોકોને બ્રધરહૂડથી દૂર કરી રહી હતી.

શેખ અહમદ યાસીને 12 વર્ષની ઉંમરે પોતાનો પગ ગુમાવ્યો હતો અને તે વ્હીલચેર પર નિર્ભર હતો. 2004માં તેની વ્હીલચેરને ગાઝામાં નમાઝ માટે દોરીને લઈ જવાઈ રહી હતી તે સમયે ઈઝરાયલના હુમલામાં તે માર્યો ગયો હતો. 1988માં હમાસે પોતાનું ચાર્ટર બહાર પાડ્યું હતું જેમાં ઈઝરાયલના સંપૂર્ણ વિનાશ અને પેલેસ્ટાઈનમાં એક ઈસ્લામિક સમાજની સ્થાપના કરવાની અપીલ કરવામાં આવી હતી. 

અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઈઝરાયલ સહિત અનેક દેશોમાં હમાસને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જોકે કેટલાક દેશોએ હમાસની મિલિટ્રી વિંગને જ આતંકવાદી સંગઠન ઘોષિત કરેલી છે.