Israel vs Gaza: ઈઝરાયલી વડાપ્રધાને પેલેસ્ટિનિયન લશ્કરી જૂથો સાથે પાંચ દિવસીય યુદ્ધવિરામ કરારને નકારી કાઢ્યો

Israel vs Gaza: ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગુરુવારે ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયન લશ્કરી જૂથો સાથે પાંચ દિવસીય યુદ્ધવિરામ કરારને નકારી કાઢ્યો હતો. આ પ્રસ્તાવ યુદ્ધ (Israel vs Gaza)ની શરૂઆતમાં રાખવામાં આવેલા કેટલાક બંધકોને મુક્ત કરવાના બદલામાં આવ્યો હતો.  જો કે, એક અહેવાલમાં જણાવ્યું હતું કે ઈઝરાયલના ગ્રાઉન્ડ આક્રમણ પહેલા વાટાઘાટો શરૂ થઈ ગઈ હતી જે ઓક્ટોબર […]

Share:

Israel vs Gaza: ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગુરુવારે ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયન લશ્કરી જૂથો સાથે પાંચ દિવસીય યુદ્ધવિરામ કરારને નકારી કાઢ્યો હતો. આ પ્રસ્તાવ યુદ્ધ (Israel vs Gaza)ની શરૂઆતમાં રાખવામાં આવેલા કેટલાક બંધકોને મુક્ત કરવાના બદલામાં આવ્યો હતો. 

જો કે, એક અહેવાલમાં જણાવ્યું હતું કે ઈઝરાયલના ગ્રાઉન્ડ આક્રમણ પહેલા વાટાઘાટો શરૂ થઈ ગઈ હતી જે ઓક્ટોબર 27 પછી ફરી શરૂ થઈ હતી અને નેતન્યાહુએ બંધકોના બદલામાં યુદ્ધવિરામની દરખાસ્તો પર કડક વલણ અપનાવ્યું હતું.

વધુ વાંચો: સીરિયામાં ઈરાનના હથિયારોના ગોડાઉન પર અમેરિકાની એરસ્ટ્રાઈક, 9નાં મોત

Israel vs Gaza યુદ્ધમાં 240થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા છે 

હમાસ, પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદ અને અન્ય ગાઝા-આધારિત સંગઠનોના લડવૈયાઓએ ઈઝરાયલી નગરો અને કિબુત્ઝીમ વિસ્તારને વિભાજીત કરતી સરહદને પાર કર્યા પછી, અંદાજિત 240 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા.

ગાઝા (Israel vs Gaza)માં અટકાયતમાં લેવાયેલા લોકોના પરિવારોએ આ સપ્તાહની શરૂઆતમાં નેતન્યાહુના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું અને માંગ કરી હતી કે ઈઝરાયલ બંધક વાટાઘાટોને ટોચની અગ્રતા બનાવે.

ધ ગાર્ડિયન અહેવાલ મુજબ, મૂળ સોદામાં પાંચ દિવસના યુદ્ધવિરામના બદલામાં બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને બીમારોને મુક્ત કરવાનો સમાવેશ થાય છે.

આ દરમિયાન, યુએસના રાષ્ટ્રપતિ જો બાઈડને માહિતી આપી હતી કે ઈઝરાયલ ગાઝા પટ્ટીમાં લડાઈ (Israel vs Gaza) કામગીરીમાં દરરોજ 4 કલાકના માનવતાવાદી વિરામને મંજૂરી આપવા માટે સંમત છે. જો કે, કેટલાક અહેવાલો સૂચવે છે કે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ દાવાને નકારી કાઢ્યો છે.

ગુરુવારે લગભગ 80,000 લોકો ઉત્તર ગાઝામાંથી ભાગી ગયા હતા કારણ કે ઈઝરાયલી દળોએ પ્રદેશમાં હમાસના આતંકવાદીઓ સામે તેમના હુમલાને વધુ તીવ્ર બનાવ્યો હતો. ઈઝરાયલે દાવો કર્યો હતો કે ગઈકાલે 10 કલાકની લડાઈ બાદ તેના દળોએ ઉત્તર ગાઝામાં હમાસના ગઢ પર કબજો કર્યો હતો.

વધુ વાંચો: UN પ્રમુખે ગાઝા બાળકોનું કબ્રસ્તાન બની રહ્યું હોવાનું જણાવી દર્શાવી ચિંતા

પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે ગાઝામાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોની સંખ્યા વધીને 10,818 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે આ આંકડામાં 4,412 બાળકો અને 2,198 મહિલાઓનો સમાવેશ થાય છે.

ગાઝાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈઝરાયલે શુક્રવારે ઓછામાં ઓછી ત્રણ હોસ્પિટલો પર અથવા તેની નજીક હવાઈ હુમલા કર્યા હતા. 

યુએનના અહેવાલમાં સંઘર્ષની સંભવિત લાંબા ગાળાની અસરો અંગે ચેતવણી આપવામાં આવી છે કે ઈઝરાયેલ- હમાસ યુદ્ધ લાખો પેલેસ્ટિનિયનોને ગરીબીમાં ધકેલી દેશે.

યુદ્ધ (Israel vs Gaza)ના પ્રથમ મહિનામાં પશ્ચિમ કાંઠે અને ગાઝામાં જીડીપીમાં 4%નો ઘટાડો થયો, 400,000 થી વધુ લોકોને ગરીબીમાં ધકેલી દીધા. જો યુદ્ધ બીજા મહિના સુધી ચાલુ રહે છે, તો યુએનનો અંદાજ છે કે પેલેસ્ટિનિયન GDP, જે યુદ્ધ પહેલા $20.4 બિલિયન હતું, તે 8.4% ઘટી જશે.