Israel vs Hamas: ઓપરેશન અજય અંતર્ગત 2 નેપાળીઓ સહિતની છઠ્ઠી ફ્લાઈટનું દિલ્હીમાં આગમન

Israel vs Hamas: ગત તા. 7મી ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા ઈઝરાયલ પર ઓચિંતો હુમલો કરવામાં આવ્યો ત્યારથી ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં આશરે 5,500થી પણ વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ બધા વચ્ચે ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશન અજય (Operation Ajay) લોન્ચ કરવામાં […]

Share:

Israel vs Hamas: ગત તા. 7મી ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા ઈઝરાયલ પર ઓચિંતો હુમલો કરવામાં આવ્યો ત્યારથી ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં આશરે 5,500થી પણ વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ બધા વચ્ચે ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશન અજય (Operation Ajay) લોન્ચ કરવામાં આવ્યું છે. 

Israel vs Hamas વચ્ચે ઓપરેશન અજય

ઓપરેશન અજય અંતર્ગત ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયોને લઈને છઠ્ઠી ફ્લાઈટ ભારત પહોંચી ચુકી છે. રવિવારના રોજ 143 મુસાફરો સાથે દિલ્હી એરપોર્ટ પર પહોંચેલી ફ્લાઈટમાં 2 નેપાળી નાગરિકો પણ હતા. સ્ટીલ અને ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તેએ દિલ્હી વિમાન મથક ખાતે મુસાફરોનું સ્વાગત કર્યું હતું.

કેન્દ્રીય મંત્રીએ છઠ્ઠી ફ્લાઈટ સુરક્ષિત રીતે ભારત પરત ફરી તે અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તેમણે પોતાને નાગરિકોના સ્વાગતની તક મળી તે બદલ પણ ખુશી વ્યક્ત કરી હતી અને 143 લોકો યુદ્ધમાંથી બચીને ભારત પહોંચ્યા તે અંગે રાહત દર્શાવી હતી. 

વધુ વાંચો: કેનેડા વિઝા સુવિધા પર વિદેશ મંત્રી S. Jaishankarએ આપ્યું નિવેદન

Operation Ajayની છઠ્ઠી ફ્લાઈટ

રવિવારના રોજ ઓપરેશન અજય અતંર્ગત ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયો સાથેની છઠ્ઠી ફ્લાઈટ દિલ્હી પહોંચી હતી જેમાં 143 મુસાફરો સવાર હતા. ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવા માટે 12મી ઓક્ટોબરના રોજ ઓપરેશન અજયનો આરંભ કરવામાં આવ્યો હતો. 

ગત મંગળવારના રોજ 18 નેપાળી નાગરિકોને વિશેષ વિમાન દ્વારા લાવવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 5 વિશેષ વિમાન દ્વારા બાળકો સહિત આશરે 1,200 મુસાફરોને તેલ અવીવથી દિલ્હી લાવવામાં આવ્યા છે. હમાસના હુમલા બાદ ગાઝા પર ઈઝરાયલના જવાબી હુમલામાં બાળકો સહિત 4,400 જેટલા પેલેસ્ટાઈનવાસીઓના મોત થયા છે. સત્તાવાર સૂત્રો પ્રમાણે ઈઝરાયલમાં ઓછામાં ઓછા 1,400 ઈઝરાયલવાસીઓ અને વિદેશી નાગરિકોના મોત થયા છે. 

ઈઝરાયલમાં ફસાયા 18,000 ભારતીયો

આશરે 18,000 જેટલા ભારતીય નાગરિકો ઈઝરાયલમાં કામ કે અભ્યાસ અર્થે વસેલા છે. ત્યાં રહેતા મોટા ભાગના ભારતીયો કેરટેકર તરીકે કામ કરે છે. ઉપરાંત ત્યાં 1,000 જેટલા વિદ્યાર્થીઓ અનેક આઈટી પ્રોફેશનલ્સ અને હીરાના વેપારીઓ પણ છે. 

વધુ વાંચો: ગાઝામાં ફ્લેશ લાઈટ્સથી ઓપરેશન, ટાંકા માટે સીવણની સોયનો ઉપયોગ…

હમાસના હુમલા પાછળના 3 કારણો

પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસના કહેવા પ્રમાણે તેમના દ્વારા કરવામાં આવેલો હુમલો જેરૂસલેમ ખાતેની અલ-અક્સા મસ્જિદને ઈઝરાયલ દ્વારા અપવિત્ર કરવામાં આવી તેનો બદલો છે. હમાસે જણાવ્યું હતું કે, ઈઝરાયલની પોલીસે એપ્રિલ 2023માં અલ-અક્સા મસ્જિદમાં ગ્રેનેડ ફેંકીને તેને અપવિત્ર કરી હતી ઈઝરાયલની સેના સતત હમાસના અડ્ડાઓ પર હુમલા કરી રહી છે અને અતિક્રમણ કરી રહી છે. હમાસે ઈઝરાયલની સેના તેમની મહિલાઓ પર હુમલો કરી રહી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.