Israel vs Hamas: ગાઝામાં એમ્બ્યુલન્સ પર હવાઈ હુમલામાં 15નાં મોત, 60થી વધુ ઘાયલ

Israel vs Hamas: પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે શુક્રવારના રોજ ઈઝરાયલની સેનાએ ઉત્તરી ગાઝામાં ઘાયલોને લઈને જઈ રહેલી એમ્બ્યુલન્સ પર હવાઈ હુમલો (Airstrike on ambulance) કર્યો હતો. આ હુમલામાં 15 લોકોના મોત થયા છે અને 60થી વધારે લોકોને ઈજાઓ પહોંચી છે.  Israel vs Hamas યુદ્ધમાં એમ્બ્યુલન્સ પર હુમલો ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા […]

Share:

Israel vs Hamas: પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે શુક્રવારના રોજ ઈઝરાયલની સેનાએ ઉત્તરી ગાઝામાં ઘાયલોને લઈને જઈ રહેલી એમ્બ્યુલન્સ પર હવાઈ હુમલો (Airstrike on ambulance) કર્યો હતો. આ હુમલામાં 15 લોકોના મોત થયા છે અને 60થી વધારે લોકોને ઈજાઓ પહોંચી છે. 

Israel vs Hamas યુદ્ધમાં એમ્બ્યુલન્સ પર હુમલો

ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા અશરફ અલ-કિદ્રાએ જણાવ્યું હતું કે, એમ્બ્યુલન્સ પર હવાઈ હુમલો (Airstrike on ambulance) કરવામાં આવ્યો તે એક કાફલામાં સામેલ હતી. ઈઝરાયલે ગાઝાની અલ-શિફા હોસ્પિટલ પાસે તેને ટાર્ગેટ કરી હતી. કિદ્રાએ ઈઝરાયલ દ્વારા એકથી વધુ સ્થળોએ એમ્બ્યુલન્સના કાફલા પર નિશાન સાધવામાં આવ્યું હોવાનો દાવો કર્યો હતો. 

આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે જેમાં શહેરના રસ્તા પર ચમકતી રોશનીવાળી એમ્બ્યુલન્સ પાસે લોહીથી લથપથ લોકો જોવા મળી રહ્યા છે અને અનેક લોકો મદદ માટે દોડી રહ્યા છે. અન્ય એક વીડિયોમાં 3 એમ્બ્યુલન્સ લાઈનમાં ઉભેલી દેખાય છે અને તેની આસપાસ આશરે એક ડઝન જેટલા લોકો લોહીના ખાબોચિયામાં પડ્યા છે. 

વધુ વાંચો: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ગાઝામાં બંધકોને મુક્ત કરવા માટે યુદ્ધવિરામની હાકલ કરી

ઈઝરાયલની સેનાની સ્પષ્ટતા

ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) વચ્ચેના યુદ્ધ દરમિયાન એમ્બ્યુલન્સને ટાર્ગેટ કરવા મામલે ઈઝરાયલની સેનાનું નિવેદન પણ સામે આવ્યું છે. ઈઝરાયલની સેના દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે હમાસના આતંકવાદીઓ દ્વારા તે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો અને તેને હથિયારોની ટ્રાન્સફર માટે વાપરવામાં આવી રહી હતી માટે ઈઝરાયલની સેનાએ તેની ઓળખ કરીને તેના પર નિશાન સાધ્યું હતું અને હુમલામાં હમાસના અનેક આતંકવાદી માર્યા ગયા છે. 

જોકે હમાસના અધિકારી ઈજ્જત અલ રેશિકે ઈઝરાયલની સેનાના આ આરોપોને ખોટા ગણાવ્યા છે અને જે એમ્બ્યુલન્સ પર હવાઈ હુમલો (Airstrike on ambulance) કરવામાં આવ્યો તેમાં હમાસના ફાઈટર્સ ન હોવાનું જણાવ્યું છે. જોકે ઈઝરાયલની સેના પોતાના દાવાના સમર્થનમાં હજુ સુધી કોઈ પુરાવો રજૂ નથી કરી શકી. 

ઈઝરાયલની સેનાએ જણાવ્યું હતું કે, “અમે એ વાત પર ભાર મુકીએ છીએ કે આ એક યુદ્ધ ક્ષેત્ર છે અને તે વિસ્તારના નાગરિકોને તેમની સુરક્ષા માટે વારંવાર દક્ષિણ બાજુ જવા કહેવામાં આવે છે.” જોકે નાગરિકોને ગાઝાના ઉત્તરી ક્ષેત્રોને ખાલી કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે તેમ છતાં ઈઝરાયલની સેના દક્ષિણમાં પણ બોમ્બમારો કરી રહી છે. 

વધુ વાંચો: યુદ્ધવિરામની માંગણી બાદ ઈઝરાયેલના પીએમએ આપ્યું નિવેદન

બંધકોની મુક્તિ બાદ જ યુદ્ધ અટકશે

આ બધા વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગાઝા પટ્ટીમાં અસ્થાયી સંઘર્ષ વિરામનો ઈનકાર કરી દીધો છે અને જણાવ્યું હતું કે, જ્યાં સુધી હમાસ તે ક્ષેત્રમાં બંધક બનાવવામાં આવેલા લોકોને આઝાદ નહીં કરે ત્યાં સુધી ઈઝરાયલ ત્યાં આક્રમક સૈન્ય કાર્યવાહી સાથે આગળ વધતું રહેશે.