Israel vs Hamas: વિદેશ મંત્રી એસ જયશંકરે મધ્ય પૂર્વની સ્થિતિ મામલે સાઉદીના વિદેશ મંત્રી સાથે વાત કરી

Israel vs Hamas: ગત તા. 7મી ઓક્ટોબરના રોજ પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો ત્યારથી ઈઝરાયલ અને હમાસ (Israel vs Hamas) વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને ઈઝરાયલે હમાસનું અસ્તિત્વ નાબૂદ કરવાની કસમ ખાધી છે. ત્યારે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar) […]

Share:

Israel vs Hamas: ગત તા. 7મી ઓક્ટોબરના રોજ પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો ત્યારથી ઈઝરાયલ અને હમાસ (Israel vs Hamas) વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને ઈઝરાયલે હમાસનું અસ્તિત્વ નાબૂદ કરવાની કસમ ખાધી છે. ત્યારે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar) શુક્રવારના રોજ પોતાના સાઉદી સમકક્ષ પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન સાથે વાત કરી હતી. 

ભારતે ઈઝરાયલ પર હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) દ્વારા પોતે સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી સાથે ઈઝરાયલ અને હમાસ (Israel vs Hamas) વચ્ચેના સંઘર્ષથી જે સ્થિતિ નિર્માણ પામી તે અંગે વાત કરી હોવાનું જણાવ્યું હતું. 

વધુ વાંચો: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ હમાસ સાથે સબંધિત એકાઉન્ટ્સ હટાવ્યા

Israel vs Hamasની સ્થિતિ

ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ચિંતા વ્યાપી છે. જર્મની, અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન સહિત અનેક દેશોએ આ અંગે ચિંતા વ્યક્ત કરીને તેને રોકવા પર ભાર આપ્યો હતો. હમાસના આતંકવાદીઓએ ગત શનિવારના રોજ ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. તેનો બદલો લેવા માટે ઈઝરાયલે ગાઝા (Gaza) પટ્ટી વિસ્તારમાં મોટા પાયે જવાબી કાર્યવાહી હાથ ધરી છે જેમાં આશરે 2,800 જેટલા લોકો માર્યા ગયા છે. 

મિડલ ઈસ્ટમાં અશાંતિ માટે હમાસ જવાબદાર

નોંધનીય છે કે, એસ જયશંકરે 2 દિવસ પહેલા સંયુક્ત આરબ અમીરાત (UAE)ના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન જાયલ અલ નાહ્યાન સાથે પણ મધ્ય પૂર્વ (Middle East )માં વ્યાપેલા સંકટ અંગે ચર્ચા કરી હતી. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી સાથેની વાતચીતમાં ભારતે નીડરતાપૂર્વક પોતાનો મત રજૂ કરતા કહ્યું હતું કે, ભારતે હંમેશે પેલેસ્ટાઈનને એક રાષ્ટ્ર તરીકેની માન્યતા આપી છે.

સાથે જ આ વાતચીત બાદ એસ જયશંકરે (S Jaishankar) મિડલ ઈસ્ટમાં વ્યાપેલી અશાંતિ માટે ભારત હમાસને જવાબદાર માનતું હોવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે, ભારત ઈઝરાયલ ઉપરાંત સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત્સ અને કતાર જેવા પ્રમુખ આરબ દેશો સાથે પણ ઘનિષ્ઠ સંબંધો ધરાવે છે. 

વધુ વાંચો: હમાસ પર ઈઝરાયલના હુમલાઓ વચ્ચે ગાઝામાં બ્લેકઆઉટની સ્થિતિ

ઈઝરાયલના ઘટનાક્રમ મામલે ભારતની પ્રાથમિક પ્રતિક્રિયા અનેક આરબ દેશોની મુશ્કેલી વધારી શકે છે કારણ કે, અનેક આરબ દેશો હમાસ અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં પેલેસ્ટાઈન (Palestine)નો પક્ષ લઈ ચુક્યા છે. સંયુક્ત આરબ અમીરાત અને બહેરીન જેવા દેશોએ અમેરિકા સમર્થિત અબ્રાહમ કરાર પર હસ્તાક્ષર કરીને ઈઝરાયલ સાથેના સંબંધો સુધાર્યા છે. 

જ્યારે કુવૈત, ઓમાન, કતાર અને સાઉદી અરેબિયા સહિતના અન્ય આરબ દેશોએ પેલેસ્ટાઈનવાસીઓ સામે હિંસાને લઈ ઈઝરાયલની સેનાને જવાબદાર ઠેરવી છે.