Israel vs Hamas: ભારત હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરે તેવી ઈઝરાયલની માગણી

Israel vs Hamas: ઈઝરાયલે યુદ્ધ વચ્ચે ભારત સરકાર સમક્ષ હમાસને એક આતંકવાદી સંગઠન (Terrorist Group) જાહેર કરવાની માગણી કરી છે. ભારતમાં ઈઝરાયલના રાજદૂત નાઓર ગિલોને બુધવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ આપવામાં આવેલા નિવેદન મામલે ભારતીય વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. નોંધનીય છે કે, ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) યુદ્ધમાં […]

Share:

Israel vs Hamas: ઈઝરાયલે યુદ્ધ વચ્ચે ભારત સરકાર સમક્ષ હમાસને એક આતંકવાદી સંગઠન (Terrorist Group) જાહેર કરવાની માગણી કરી છે. ભારતમાં ઈઝરાયલના રાજદૂત નાઓર ગિલોને બુધવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ આપવામાં આવેલા નિવેદન મામલે ભારતીય વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. નોંધનીય છે કે, ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) યુદ્ધમાં હવે અનેક દેશોની એન્ટ્રી થઈ ચુકી છે. 

Israel vs Hamasમાં અનેક દેશોની એન્ટ્રી

અમેરિકા અને બ્રિટન દ્વારા ઈઝરાયલને ખુલ્લેઆમ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. તેમણે ઈઝરાયલને પોતાનું રક્ષણ કરવાનો અધિકાર છે તેમ પણ જણાવ્યું હતું. જ્યારે તુર્કી અને ઈરાન હમાસના પક્ષમાં ઉભેલા જોઈ શકાય છે. તુર્કીએ તો એટલે સુધી કહ્યું છે કે, હમાસ એ કોઈ આતંકવાદી સંગઠન (Terrorist Group) નહીં પણ એક મુક્તિ સંગઠન છે જે પોતાની જમીનની રક્ષા માટે લડી રહ્યું છે. 

વધુ વાંચો: જો બાઈડન-નેતન્યાહુએ ગાઝામાં માનવીય સહાય અંગે કરી વાતચીત

ઈઝરાયલના રાજદૂતનું નિવેદન

આ બધા વચ્ચે ભારતમાં ઈઝરાયલના રાજદૂત નાઓર ગિલોને કહ્યું હતું કે, “મને લાગે છે કે, હવે સમય આવી ગયો છે કે ભારતમાં પણ હમાસને સત્તાવાર રીતે એક આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવામાં આવે.” નાઓર ગિલોને જણાવ્યું હતું કે, “મારા મતે મોટા ભાગની લોકશાહી, યુરોપિયન યુનિયન, અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા પહેલેથી જ આવું કરી ચુક્યા છે અને મને લાગે છે કે તે યોગ્ય નિર્ણય પણ છે.”

આ સાથે જ ઈઝરાયલના રાજદૂતે આંતરરાષ્ટ્રીય સમુદાયે હમાસ પર બંધક બનાવાયેલા લોકોને મુક્ત કરવા દબાણ કરવું જોઈએ તેમ પણ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) યુદ્ધ મામલે સ્પષ્ટ નિવેદન આપનારા વિશ્વના અમુક પહેલા નેતાઓ પૈકીના એક છે. 

નાઓર ગિલોને જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ આતંકવાદની આકરી ટીકા કરવા માટે મજબૂતાઈથી અવાજ કર્યો છે જે ઈઝરાયલ માટે મહત્વનું અને પ્રશંસનીય પગલું છે. તેમણે ભારતને ઈઝરાયલનું નજીકનું સહયોગી પણ ગણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, ભારત વિશ્વમાં મહત્વનું સ્થાન ધરાવે છે. જ્યારે આતંકની વાત આવે છે તો ભારત તેની પીડા સમજી શકે છે કારણ કે, તે અનેક વર્ષોથી આતંકનો ડંખ સહન કરી રહ્યું છે. 

વધુ વાંચો: ઓપરેશન અજય અંતર્ગત 5મું વિમાન દિલ્હી પહોંચ્યું, 18 નેપાળીઓને પણ બચાવ્યા

હમાસનું અસ્તિત્વ નાબૂદ કરવાની કસમ

નોંધનીય છે કે, ગત તા. 7 ઓક્ટોબરના રોજ ગાઝાથી હમાસના કેટલાક ફાઈટર્સે ઈઝરાયલી ક્ષેત્ર પર જોરદાર હુમલો કર્યો હતો જેમાં સેંકડો ઈઝરાયલી નાગરિક માર્યા ગયા હતા. તે હુમલા બાદ ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસનું અસ્તિત્વ નાબૂદ કરવાની કસમ ખાધી છે. જોકે ઈઝરાયલની સેના દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં અનેક નિર્દોષ પેલેસ્ટાઈનવાસીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.