Israel vs Hamas: જો બાઈડન-નેતન્યાહુએ ગાઝામાં માનવીય સહાય અંગે કરી વાતચીત

Israel vs Hamas: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને રવિવારના રોજ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ગાઝા (Gaza) પટ્ટી અને તેની આસપાસના ક્ષેત્રના ઘટનાક્રમ અંગે પણ ચર્ચા કરી હતી. નોંધનીય છે કે, ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) યુદ્ધ દરમિયાન અત્યાર સુધીમાં 5,500થી પણ વધારે લોકોના મોત થયા છે.  વ્હાઈટ હાઉસ […]

Share:

Israel vs Hamas: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને રવિવારના રોજ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ગાઝા (Gaza) પટ્ટી અને તેની આસપાસના ક્ષેત્રના ઘટનાક્રમ અંગે પણ ચર્ચા કરી હતી. નોંધનીય છે કે, ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) યુદ્ધ દરમિયાન અત્યાર સુધીમાં 5,500થી પણ વધારે લોકોના મોત થયા છે. 

વ્હાઈટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો પ્રમાણે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને શનિવારે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે વર્તમાન સ્થિતિની પ્રગતિ અંગે જાણકારી મેળવી હતી. ઉપરાંત 2 અમેરિકનોની મુક્તિ માટે ઈઝરાયલના સમર્થનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ અન્ય બંધકોની મુક્તિ અંગે પણ વાતચીત કરવામાં આવી હતી. 

Israel vs Hamas વચ્ચે માનવતા

વ્હાઈટ હાઉસના નિવેદન પ્રમાણે બંને નેતાઓએ વાતચીત દરમિયાન ગાઝામાં માનવીય સહાય મોકલવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે તે વાતની પુષ્ટી કરી હતી. સાથે જ રાષ્ટ્રપતિ જો બાઈડને હમાસ દ્વારા ગત 7 ઓક્ટોબરના રોજ કરવામાં આવેલા હુમલા બાદ માનવીય સહાયની પ્રથમ 2 ખેપનું સ્વાગત કર્યું હતું. વ્હાઈટ હાઉસ દ્વારા માનવીય સહાય સીમા પાર કરીને ગાઝામાં પહોંચી ગઈ હોવાની પુષ્ટી કરવામાં આવી હતી.

વધુ વાંચો: ભારતે યુદ્ધગ્રસ્ત ગાઝામાં પેલેસ્ટાઈનીઓને માનવતાવાદી સહાય મોકલી

Gazaના લોકોને સહાય અમેરિકાની પ્રાથમિકતા

આ પહેલા શુક્રવારના રોજ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું હતું કે, “ગત સપ્તાહે યુદ્ધ મામલે મેં વિવિધ દેશોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ગાઝામાં સહાયતા પૂરી પાડવી મારી સર્વોચ્ય પ્રાથમિકતાઓ પૈકીની એક હતી. સહાયતા પૂરી પાડવા માટે અમે એક યોજના વિકસિત કરીશું.”

નોંધનીય છે કે, જરૂરિયાતમંદ પેલેસ્ટાઈનવાસીઓને આ પ્રકારની માનવીય સહાયનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ બાઈડને 2 અમેરિકી બંધકોની મુક્તિમાં મદદ માટેના ઈઝરાયલના સમર્થનની પ્રશંસા કરી હતી. સાથે જ હમાસ દ્વારા પકડવામાં આવેલા અમેરિકા સહિતના અન્ય નાગરિકોની મુક્તિ માટે ચાલી રહેલા પ્રયત્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. 

વધુ વાંચો: ગાઝામાં ફ્લેશ લાઈટ્સથી ઓપરેશન, ટાંકા માટે સીવણની સોયનો ઉપયોગ…

Gazaમાં 20 ટ્રક રાહત સામગ્રી પહોંચી

લાંબા સમયથી ઘેરાબંધીના શિકાર 23 લાખ પેલેસ્ટાઈનવાસીઓ અનેક પ્રકારની વસ્તુઓના અભાવનો સામનો કરી રહ્યા છએ. શનિવારે વિશ્વભરની માનવીય સહાયના 20 ટ્રક ગાઝા પટ્ટીમાં દાખલ થયા હતા. આ ટક મિસ્રની રફાહ બોર્ડર થઈને ગાઝા પહોંચ્યા હતા. આંતરરાષ્ટ્રીય દબાણ છતાં ઈઝરાયલની સેનાએ માત્ર 20 ટ્રકમાં લદાયેલી રાહત સામગ્રીને જ ગાઝામાં પ્રવેશની મંજૂરી આપી હતી. 

હમાસ દ્વારા ઈઝરાયલ પર કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયલની સેનાએ કરેલી ઘેરાબંધીના કારણે જરૂરી વસ્તુઓની તંગીનો સામનો કરી રહેલા ગાઝાવાસીઓ માટે 20 ટ્રક ઉંટના મોઢામાં જીરા સમાન છે. આ ટ્રકોમાં માત્ર ખાદ્ય સામગ્રી અને દવાઓ મોકલવામાં આવી છે. જ્યારે ઈંધણના અભાવે પાણી અને વીજળીની સમસ્યા ઠેરની ઠેર છે.