Israel vs Hamas: એસ જયશંકરે ફરી એક વખત 7 ઓક્ટોબરની ઘટનાને આતંકવાદ સાથે સરખાવી

Israel vs Hamas: વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે ઈટાલી ખાતે જોઈન્ટ સેક્રેટરી સેશન દરમિયાન ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) યુદ્ધ અંગે ફરી એક વખત મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે ફરી એક વખત 7મી ઓક્ટોબરના રોજ ઈઝરાયલમાં જે ઘટના બની હતી તેને આતંકવાદી ગતિવિધિ સમાન ગણાવી છે. જોકે સાથે જ તેમણે પેલેસ્ટાઈન મુદ્દે ઉકેલ શોધવા પર પણ […]

Share:

Israel vs Hamas: વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે ઈટાલી ખાતે જોઈન્ટ સેક્રેટરી સેશન દરમિયાન ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) યુદ્ધ અંગે ફરી એક વખત મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે ફરી એક વખત 7મી ઓક્ટોબરના રોજ ઈઝરાયલમાં જે ઘટના બની હતી તેને આતંકવાદી ગતિવિધિ સમાન ગણાવી છે. જોકે સાથે જ તેમણે પેલેસ્ટાઈન મુદ્દે ઉકેલ શોધવા પર પણ ભાર આપ્યો હતો. 

Israel vs Hamas મામલે ટુ-સ્ટેટ સોલ્યુશનની જરૂર

વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar) ઈઝરાયલ-હમાસ મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે, 7મી ઓક્ટોબર બાદ પણ સતત આતંકવાદી હુમલા થયા. આ કારણે સમગ્ર વિસ્તાર કઠિન પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. આતંકવાદને સહન ન કરી શકાય અને આપણે સૌએ તેના સામે ઉભા થવાની જરૂર છે. વર્તમાન સ્થિતિ ત્યાંની નવી સચ્ચાઈ ન હોવી જોઈએ માટે સહયોગ અને સ્થિરતાની જરૂર છે. 

વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, આપણે સમસ્યાઓ વચ્ચે બેલેન્સ શોધવાની જરૂર છે. પેલેસ્ટાઈનના લોકો માટે આ સમસ્યાનો ઉકેલ શોધવો જરૂરી છે. અમારા મતે આ માટે ટુ-સ્ટેટ સોલ્યુશન જ સમાધાન છે. જો કોઈ મુદ્દાનું નિરાકરણ લાવવાનું હોય તો તે વાતચીત અને કરારથી જ શક્ય બને છે. યુદ્ધ અને આતંકવાદથી કશું નથી મળતું. 

વધુ વાંચો: Angelina Jolieએ ગાઝામાં યુદ્ધવિરામને નકારી કાઢવા માટે વૈશ્વિક નેતાઓની ટીકા કરી

7મી ઓક્ટોબરથી ચાલી રહ્યું છે યુદ્ધ

વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar) ઈટાલીની રાજધાની રોમ ખાતે આયોજિત સીનેટ એક્સટર્નલ અફેર્સ એન્ડ ડિફેન્સ કમિશનના જોઈન્ટ સેક્રેટરી સેશન દરમિયાન જણાવ્યું હતું કે, 7 ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા ઈઝરાયલ પર કરવામાં આવેલો હુમલો આતંકવાદી ઘટના છે પણ પેલેસ્ટાઈન પણ એક મુદ્દો છે જેના માટે સમાધાન જરૂરી છે. આશરે એક મહિનાથી ચાલી રહેલા આ યુદ્ધમાં હજારો પેલેસ્ટાઈનવાસીઓના મોત થયા છે. 

વિદેશ મંત્રીએ તે વિસ્તારમાં સંઘર્ષની આ ઘટના સામાન્ય ન બની જવી જોઈએ અને સ્થિરતા, સહયોગ પરત આવવા જોઈએ તેના પર ભાર મુક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આપણે સૌ આતંકવાદને અસ્વીકાર્ય ગણીએ છીએ અને તેની વિરૂદ્ધ ઉભા છીએ પણ પેલેસ્ટાઈન પણ એક મુદ્દો છે. પેલેસ્ટાઈનના લોકો જે મુશ્કેલી અનુભવી રહ્યા છે તેનું પણ સમાધાન આવવું જોઈએ, જે ટુ-સ્ટેટ સોલ્યુશન હોઈ શકે. 

વધુ વાંચો: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ગાઝામાં બંધકોને મુક્ત કરવા માટે યુદ્ધવિરામની હાકલ કરી

વધુમાં જણાવ્યું હતું કે, વર્તમાન સ્થિતિને અનુલક્ષીને અમારો મત છે કે, સૌએ આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાનું સન્માન કરવું જોઈએ. જટિલ સ્થિતિમાં સંતુલન ન સાધવું યોગ્ય ન કહેવાય. કોઈ પણ મુશ્કેલ સ્થિતિનો સામનો કરવા માટે તે મહત્વનું છે. 

ગાઝાને માનવીય સહાય મોકલવા સામે વાંધો નથીઃ ઈઝરાયલ

ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) યુદ્ધ વચ્ચે ઈઝરાયલના રાજદૂત નાઓર ગિલોને ગુરૂવારના રોજ નવી દિલ્હી દ્વારા ગાઝાના લોકોને માનવીય સહાય પૂરી પાડવામાં આવી રહી છે તેના સામે તેલ અવીવને કોઈ વાંધો ન હોવાનું જણાવ્યું હતું.