Israel vs Hamas: UN પ્રમુખે ગાઝા બાળકોનું કબ્રસ્તાન બની રહ્યું હોવાનું જણાવી દર્શાવી ચિંતા

Israel vs Hamas: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક મહિનો થઈ ગયો છે. આ યુદ્ધમાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આંકડાકીય રીતે જોઈએ તો ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas)ના યુદ્ધમાં 1,400 ઈઝરાયલવાસીઓ અને 10,000થી પણ વધારે પેલેસ્ટાઈનવાસીઓનો ભોગ લેવાયો છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખે ગાઝા બાળકોનું કબ્રસ્તાન બની રહ્યું હોવા અંગે ચિંતા દર્શાવી […]

Share:

Israel vs Hamas: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક મહિનો થઈ ગયો છે. આ યુદ્ધમાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આંકડાકીય રીતે જોઈએ તો ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas)ના યુદ્ધમાં 1,400 ઈઝરાયલવાસીઓ અને 10,000થી પણ વધારે પેલેસ્ટાઈનવાસીઓનો ભોગ લેવાયો છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખે ગાઝા બાળકોનું કબ્રસ્તાન બની રહ્યું હોવા અંગે ચિંતા દર્શાવી હતી.

Israel vs Hamasમાં નિર્દોષ બાળકોનો ભોગ

7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસ દ્વારા ઈઝરાયલ પર ઓચિંતો હુમલો કરી દેવામાં આવ્યો ત્યારથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે ભયંકર યુદ્ધ છેડાયું છે. આ યુદ્ધના કારણે ગાઝા પટ્ટી વિસ્તારમાં અત્યાર સુધીમાં 4,100 બાળકો માર્યા ગયા છે અને 8,067 માસૂમો ઘાયલ થયા છે જે પૈકીના અનેકની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. 

વર્ષ 2000 બાદ સમગ્ર વિશ્વમાં જેટલા પણ યુદ્ધ થયા છે તે પૈકીના કોઈ યુદ્ધ બાળકો માટે આ હદે ભયાનક નથી સાબિત થયા. ઈરાકમાં 14 વર્ષમાં જેટલા બાળકો નથી મર્યા તેટલા બાળકો ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) યુદ્ધના કારણે માત્ર એક મહિનામાં ગાઝામાં માર્યા ગયા છે. 

વધુ વાંચો: Israel vs Hamas: ગાઝા સાથેના યુદ્ધમાં ટૂંકા વિરામ માટે તૈયાર: ઈઝરાયલ પીએમ

દર 10 મિનિટે 1 બાળકનું મોત

પેલેસ્ટાઈનના ગાઝા પટ્ટી વિસ્તારમાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા જંગની સૌથી ખરાબ અસર બાળકો પર પડી છે. આશરે એક મહિનાથી ચાલી રહેલું આ યુદ્ધ બાળકો માટે કઈ હદે ભયાનક સાબિત થયું છે તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે, ગાઝામાં દર 10 મિનિટે 1 બાળકનું મોત થઈ રહ્યું છે. ઉપરાંત દર 10 મિનિટે 2 બાળકો ઘાયલ થઈ રહ્યા છે. મતલબ કે, પ્રતિ 10 મિનિટે 3 બાળકો હુમલાનો શિકાર બની રહ્યા છે. 

બાળકોનું કબ્રસ્તાન બની રહ્યું છે ગાઝા

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે સોમવારના રોજ ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) વચ્ચેના યુદ્ધને તાત્કાલિક વિરામ આપવામાં આવે તેવી માગણી કરી હતી. તેમણે બોમ્બમારાના કારણે ગાઝા પટ્ટી વિસ્તાર બાળકોનું કબ્રસ્તાન બની રહ્યો હોવાની પણ ચિંતા દર્શાવી હતી. 

પત્રકારો સાથેની વાતચીત દરમિયાન એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું હતું કે, દરેક વીતી રહેલા કલાક સાથે ભારે તબાહી વ્યાપી રહી છે. મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓ આ બધાના કારણે પ્રભાવિત થઈ રહ્યા છે અને આ તબાહી માનવીય યુદ્ધવિરામની જરૂરિયાતને મહત્વની બનાવે છે. તેમણે ગાઝાની સ્થિતિને માનવીય સંકટથી પણ ખૂબ વિકટ ગણાવી હતી. તેમણે ગાઝાની સ્થિતિને માનવતા સામેના સંકટ સમાન ગણાવી હતી અને આ તબાહી રોકવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. તેમણે ઈંધણની અછતના કારણે ઈનક્યુબેટર્સમાં રહેલા નવજાત બાળકો માર્યા જશે તે અંગે પણ ચિંતા દર્શાવી હતી. 

વધુ વાંચો: Israel vs Hamas War: ઇઝરાયલના સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટે હમાસના વડાને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી

યુનિસેફના પ્રવક્તા જેમ્સ એલ્ડરે જણાવ્યું હતું કે, ગાઝા પટ્ટીમાં રહેતા 10 લાખથી વધુ બાળકો પણ સ્વચ્છ પાણીના અભાવથી પીડાઈ રહ્યા છે. ડિહાઇડ્રેશનને કારણે બાળકો, ખાસ કરીને શિશુઓના મૃત્યુનું જોખમ વધી ગયું છે.