Israel vs Hamas: સીરિયામાં ઈરાનના હથિયારોના ગોડાઉન પર અમેરિકાની એરસ્ટ્રાઈક, 9નાં મોત

Israel vs Hamas: યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકાએ છેલ્લા 2 અઠવાડિયાની અંદર બીજી વખત સીરિયા પર એરસ્ટ્રાઈક કરી છે. બુધવારે પૂર્વ સીરિયામાં આવેલા ઈરાન સમર્થિત જૂથોના એક હથિયારના ગોડાઉન પર અમેરિકાના 2F-15 લડાકુ વિમાનોએ બોમ્બમારો કર્યો હતો. ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન બીજા મોરચે અમેરિકા દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈકમાં 9 લોકોના મોત […]

Share:

Israel vs Hamas: યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકાએ છેલ્લા 2 અઠવાડિયાની અંદર બીજી વખત સીરિયા પર એરસ્ટ્રાઈક કરી છે. બુધવારે પૂર્વ સીરિયામાં આવેલા ઈરાન સમર્થિત જૂથોના એક હથિયારના ગોડાઉન પર અમેરિકાના 2F-15 લડાકુ વિમાનોએ બોમ્બમારો કર્યો હતો. ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન બીજા મોરચે અમેરિકા દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈકમાં 9 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. 

યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોનના અહેવાલ પ્રમાણેકે સીરિયા ખાતે આવેલા આ હથિયારોના ગોડાઉનનો ઉપયોગ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અને સંલગ્ન જૂથો દ્વારા કરવામાં આવતો હતો. અમેરિકાના એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, સીરિયાના મેસ્લુન ખાતે આવેલા હથિયારોના ગોડાઉનમાં તે ક્ષેત્રમાં અમેરિકી સેનાઓ વિરુદ્ધ થયેલા અનેક હવાઈ હુમલામાં ઉપયોગમાં લેવામાં આવેલા હથિયારો રાખવામાં આવ્યા હતા. 

અધિકારીએ જણાવ્યું કે, બુધવારના હુમલાનો હેતુ ઈરાનને સ્પષ્ટ મેસેજ આપવાનો હતો કે તેઓ અમેરિકી સૈનિકો પર થયેલા હુમલા માટે તેને જવાબદાર માને છે અને અમેરિકા એવી અપેક્ષા રાખે છે કે ઈરાન તેના પ્રતિનિધિઓને રોકવા માટે કડક નિર્દેશ આપશે.

વધુ વાંચો:   ગાઝામાં એમ્બ્યુલન્સ પર હવાઈ હુમલામાં 15નાં મોત, 60થી વધુ ઘાયલ

Israel vs Hamas દરમિયાન અમેરિકા સક્રિય

અગાઉ ઓક્ટોબર મહિનાના અંત દરમિયાન પણ હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ સીરિયા પર હુમલો કર્યો હતો. અમેરિકાએ પૂર્વીય સીરિયામાં આતંકવાદીઓના અડ્ડાઓ પર એર સ્ટ્રાઈક કરીને જોરદાર બોમ્બમારો કર્યો હતો. 

તે સમયે અમેરિકી સંરક્ષણ મંત્રાલયે આતંકવાદીઓ દ્વારા અમેરિકી મથકો પર કરવામાં આવતા હુમલા બાદ આત્મરક્ષા માટે હુમલો કરવામાં આવ્યો હોવાનું કારણ રજૂ કર્યું હતું. અમેરિકાના કહેવા પ્રમાણે ઈરાનના ઈશારે તેમના પર આ પ્રકારના આતંકવાદી હુમલા થઈ રહ્યા હતા. 

એક તરફ ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) વચ્ચેનું યુદ્ધ પૂરજોશમાં ચાલી રહ્યું છે તેવામાં આ નવા મોરચે હુમલાની ઘટના સામે આવી હતી. ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અમેરિકા ખુલીને ઈઝરાયલનો સાથ આપી રહ્યું છે. નોંધનીય છે કે, હાલ ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધમાં લેબનોન, ઈરાન, સીરિયા દ્વારા હમાસને સમર્થન આપવામાં આવ્યું છે.

વધુ વાંચો: ઇઝરાયલના સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટે હમાસના વડાને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી

અમારા માટે અમેરિકી સૈનિકોની સુરક્ષા મહત્વની

તાજેતરના હુમલા બાદ અમેરિકના રક્ષામંત્રીએ એવું નિવેદન આપ્યું હતું કે, “અમારા માટે અમેરિકી સૈનિકોની સુરક્ષા કરતાં બીજું કંઈ મહત્વનું નથી. આ કાર્યવાહીથી અમે સાબિત કર્યું છે કે અમેરિકા તેના સૈનિકોના હિત માટે કંઈ પણ કરી શકે છે.” અમેરિકી રક્ષામંત્રી લોયડ ઓસ્ટીને જણાવ્યું કે, અમેરિકી જવાનો પરના હુમલાનો જવાબ આપતા આ હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકાએ 2 F-15 ફાઈટર જેટની મદદથી પૂર્વ સીરિયામાં હમાસને ટેકો આપતા ઈરાનના હથિયારોના વેરહાઉસ પર હવાઈ હુમલો કર્યો હતો.