israel war: ઈઝરાયલ ગાઝામાં બંધક પોતાના જ નાગરિકોની હત્યા કરી રહ્યું હોવાનો હમાસનો દાવો

israel war: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (israel war)નો શુક્રવારે 7મો દિવસ છે. ગત તારીખ 7 ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા ઈઝરાયલ પર અણધાર્યો હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઈઝરાયલ દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી અને ઈઝરાયલ-હમાસ યુદ્ધ (Israel-Hamas war)નો પ્રારંભ થયો હતો.  ઈઝરાયલ યુદ્ધ (israel war)ની સ્થિતિ વચ્ચે હમાસ (Hamas) દ્વારા […]

Share:

israel war: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (israel war)નો શુક્રવારે 7મો દિવસ છે. ગત તારીખ 7 ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા ઈઝરાયલ પર અણધાર્યો હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઈઝરાયલ દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી અને ઈઝરાયલ-હમાસ યુદ્ધ (Israel-Hamas war)નો પ્રારંભ થયો હતો. 

ઈઝરાયલ યુદ્ધ (israel war)ની સ્થિતિ વચ્ચે હમાસ (Hamas) દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે ઈઝરાયલના હવાઈ હુમલામાં 13 ઈઝરાયલી અને વિદેશી બંધકોના મોત થયા છે. આમ હમાસ દ્વારા ઈઝરાયલ પોતાના જ નાગરિકોની હત્યા કરી રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 

israel warમાં 150 ઈઝરાયલી બંધક બન્યા

ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સતત ચરમપંથી ગ્રુપ હમાસે ઈઝરાયલના 150 લોકોને કેદી બનાવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જેમાં સામાન્ય નાગરિકો અને સેનાના જવાનોનો સમાવેશ થાય છે. ઈઝરાયલના આ બંધકોને ગાઝા ખાતે ગુપ્ત સ્થળે રાખવામાં આવ્યા છે જેમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પણ સામેલ છે. 

ત્યારે હમાસ (Hamas) દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે ઈઝરાયલ એરસ્ટ્રાઈક કરીને પોતાના જ લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યું છે. તાજેતરના હવાઈ હુમલામાં 13 ઈઝરાયલી અને વિદેશી બંધકો માર્યા ગયા છે. જેમાં 6 લોકોના 2 અલગ અલગ સ્થળે થયેલી એરસ્ટ્રાઈકમાં મોત થયા હતા જ્યારે અન્ય 7 લોકો 3 અલગ અલગ સ્ટ્રાઈકમાં માર્યા ગયા છે.  

વધુ વાંચો: ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધમાં 1,000થી વધારે લોકોના મોત, ઈઝરાયલની મદદે આવ્યું અમેરિકા

શનિવારે હમાસ દ્વારા હુમલો

શનિવારે હમાસ દ્વારા ઈઝરાયલ પર 5,000થી વધારે રોકેટનો મારો ચલાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલની સીમામાં પ્રવેશી અનેક લોકોની હત્યા કરવાની સાથે જ તેમને બંધક પણ બનાવ્યા હતા. જોકે ઈઝરાયલ દ્વારા હમાસે 2,500 જેટલા રોકેટ છોડ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 

ઈઝરાયલ યુદ્ધ (israel war)માં હમાસ દ્વારા ઈઝરાયલના લોકોને બંધક બનાવવામાં આવ્યા તેમાં વિદેશી નાગરિકો પણ સામેલ હતા. સોશિયલ મીડિયામાં અનેક તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા જેમાં હમાસના આતંકવાદીઓ ઈઝરાયલના લોકોને ધક્કા મારીને વાહનમાં ભરીને લઈ જતા દેખાયા હતા. 

વધુ વાંચો: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ હમાસ સાથે સબંધિત એકાઉન્ટ્સ હટાવ્યા

Hamas બંધકો માટે ડીલ કરે તેવી શક્યતા

નિષ્ણાતોના મતે હમાસ દ્વારા ઈઝરાયલની જેલમાં બંધ પેલેસ્ટાઈનની મહિલાઓ અને કિશોરો સહિત કુલ 36 લોકોની મુક્તિના બદલામાં મહિલાઓ અને બાળકોને છોડવાની ડીલ કરવામાં આવે તેવી શક્યતા છે. હમાસ દ્વારા કોઈ પણ પ્રકારની ચેતવણી વગર કરવામાં આવતા ઈઝરાયલના હવાઈ હુમલામાં પોતાના નાગરિકોના મોતના બદલામાં એક-એક બંધકને ફાંસી આપવાની ધમકી આપેલી છે. જોકે હમાસ દ્વારા તેની અમલવારીનો કોઈ પુરાવો હજુ સામે નથી આવ્યો.