Video: ઈઝરાયલી સૈનિકોએ બાળકના ઘોડીયા નીચે બનાવાયેલી હમાસની ટનલ શોધી કાઢી

ઈઝરાયલી સેનાએ જબાલીયામાં એક ઈમારતના ભોયરામાં એક બાળકના ઘોડીયા નીચેથી એક સુરંગ શોધી કાઢી છે

Share:

હાઈલાઇટ્સ

  • આ ટનલ ગાઝાથી હમાસના લડવૈયાઓને સરહદ સુધી લઈ જવા માટે બનાવવામાં આવી હતી
  • ટનલને એવી રીતે બનાવવામાં આવી છે કે જ્યાંથી વાહનો પણ પસાર થઈ શકે છે. 

ઈઝરાયલ-હમાસ યુદ્ધ એક ખતરનાક મોડ પર આવી ગયું છે. હવે ઈઝરાયલ હમાસને તેના વિસ્તારોમાં ઘુસીને મારી રહ્યું છે. ત્યારે ઈઝરાયલી સેનાએ જબાલીયામાં એક ઈમારતના ભોયરામાં એક બાળકના ઘોડીયા નીચેથી એક સુરંગ શોધી કાઢી છે. 

ઈઝરાયલી સેના દ્વારા શોધવામાં આવેલી આ સુરંગમાં એક સીડી હતી અને ત્યાંથી એક મોટા ભોંયરામાં જવાનો રસ્તો હતો. ઈઝરાયલી સેના દ્વારા આ મામલે એક વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે, સફેદ કલરના એક ઘોડીયાની બાજુમાં અંડર ગ્રાઉન્ડ ટાંકીના ઢાંકણાના આકારનો એક હોલ છે અને તેની અંદર સિડીઓ છે કે જ્યાંથી આ બંકરમાં પ્રવેશી શકાય છે. 

એક અધિકારીએ જણાવ્યું કે, હમાસ અને આઈએસઆઈએસ જેવા સંગઠનો જે બંકર કે જગ્યાનો ઉપયોગ આતંક, હત્યા અને વધ જેવા કૃત્યો માટે કરે છે તેને બાળકોનો રૂમ બનાવી દે છે. ત્યાં દાયદેસરના પારણા લગાવાય છે કે જેથી કોઈને શક ન જાય. 

ઈઝરાયલી સૈન્ય દ્વારા દાવો કરવામાં આવ્યો કે, અમે એક મોટી કોંક્રિટ અને લોખંડની કમરવાળી ટનલ શોધી કાઢી છે કે, જે ગાઝાથી હમાસના લડવૈયાઓને સરહદ સુધી લઈ જવા માટે બનાવવામાં આવી હતી. ઇઝરાયેલે કહ્યું છે કે સેંકડો કિલોમીટરના ભૂગર્ભ માર્ગો અને બંકરોને તોડી પાડવું અથવા નિષ્ક્રિય કરવું અમારા મુખ્ય ઉદ્દેશ્યો પૈકી એક છે. 7 ઓક્ટોબરે હમાસ દ્વારા તેના દક્ષિણી નગરો પર હુમલો કર્યા પછી, આ હુમલો શરૂ કરવામાં આવ્યો હતો.

ઈઝરાયેલે કહ્યું કે મોટી ટનલ ચેકપોઈન્ટની દક્ષિણથી માત્ર 100 મીટર આવેલી છે. ટનલની સંપૂર્ણ લંબાઈ 4 કિમી રાખી છે જે ઉત્તરી ગાઝા શહેરમાં પહોંચવા માટે પૂરતી છે. આ "ગાઝામાં મળેલી સૌથી મોટી ટનલ છે. "આ ટનલમાં લાખો ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ ટનલ બનાવવામાં વર્ષો લાગ્યા. આ ટનલને એવી રીતે બનાવવામાં આવી છે કે જ્યાંથી વાહનો પણ પસાર થઈ શકે છે.