ઈટાલીના વડાપ્રધાન Georgia Meloni પોતાના પાર્ટનર એન્ડ્રીયા જિયામબ્રુનોથી અલગ થયા

Georgia Meloni: ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ શુક્રવારે તેમના પાર્ટનર ટેલિવિઝન પત્રકાર એન્ડ્રીયા જિયામબ્રુનોથી અલગ થવાની જાહેરાત કરી હતી. જ્યોર્જિયા મેલોનીએ 10 વર્ષ સુધીના સબંધનો અંત લાવી દીધો છે. એન્ડ્રીયા જિયામબ્રુનો (Andrea Giambruno)એ તાજેતરમાં જ વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના પછી જ્યોર્જિયા મેલોનીએ તેનાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. જ્યોર્જિયા મેલોની (Georgia Meloni)એ X  પર લખ્યું, […]

Share:

Georgia Meloni: ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ શુક્રવારે તેમના પાર્ટનર ટેલિવિઝન પત્રકાર એન્ડ્રીયા જિયામબ્રુનોથી અલગ થવાની જાહેરાત કરી હતી. જ્યોર્જિયા મેલોનીએ 10 વર્ષ સુધીના સબંધનો અંત લાવી દીધો છે. એન્ડ્રીયા જિયામબ્રુનો (Andrea Giambruno)એ તાજેતરમાં જ વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના પછી જ્યોર્જિયા મેલોનીએ તેનાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો.

જ્યોર્જિયા મેલોની (Georgia Meloni)એ X  પર લખ્યું, “એન્ડ્રીયા જિયામબ્રુનો (Andrea Giambruno) સાથેનો મારો સંબંધ, જે લગભગ 10 વર્ષ સુધી ચાલ્યો હતો, તે અહીં સમાપ્ત થાય છે. અમારા રસ્તાઓ થોડા સમય માટે બદલાઈ ગયા છે, અને તેને સ્વીકારવાનો સમય આવી ગયો છે.”

જ્યોર્જિયા મેલોની (Georgia Meloni)એ કહ્યું, “હું અમારી મિત્રતાનું રક્ષણ કરીશ, અને હું દરેક કિંમતે એક સાત વર્ષની છોકરીનું રક્ષણ કરીશ જે તેની માતાને પ્રેમ કરે છે અને તેના પિતાને પ્રેમ કરે છે. મારી પાસે તેના વિશે કહેવા માટે બીજું કંઈ નથી.”

એન્ડ્રીયા જિયામબ્રુનો અને જ્યોર્જિયા મેલોની (Georgia Meloni)ના લગ્ન થયા ન હતા અને તેઓ લગભગ 10 વર્ષથી રિલેશનશિપમાં હતા. આ દંપતીને સાત વર્ષની પુત્રી છે. જ્યોર્જિયા મેલોનીએ લખ્યું કે હું એકસાથે વીતાવેલા શાનદાર સમય માટે તેનો આભાર વ્યક્ત કરવા માગુ છું. આ દરમિયાન જે પડકારોનો અમે સામનો કર્યો તેમાં સાથ રહેવા માટે અને મને મારા જીવનની સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુ દીકરી જિનેવરા આપવા માટે હું તેની આભારી છું. 

વધુ વાંચો: ગાઝામાં WHOએ તાત્કાલિક સહાય અને તબીબી પુરવઠો પહોંચાડવાની માંગ કરી

લાઈવ શૉમાં વિવાદમાં આવી ચુક્યો છે Georgia Meloniનો પાર્ટનર

એક ટેલિવિઝન ચેનલ પર એક ફેમસ કાર્યક્રમની યજમાની કરનાર એન્ડ્રીયા જિયામબ્રુનો (Andrea Giambruno)એ ઓગસ્ટ મહિનામાં વિવાદમાં આવ્યો હતો. જ્યારે તેણે પોતાના શોમાં એવું સૂચન કર્યું હતું કે મહિલાઓ વધુ પડતો દારૂ ન પીવાથી બળાત્કારથી બચી શકે છે. આના પર જ્યોર્જિયા મેલોનીએ કહ્યું હતું કે તેના પાર્ટનરની ટિપ્પણીઓના આધારે તેને ન્યાય ન આપવો જોઈએ અને ભવિષ્યમાં તે તેના વર્તન અંગેના પ્રશ્નોના જવાબ આપશે નહીં.

1977માં રોમમાં જન્મેલી જ્યોર્જિયા મેલોની (Georgia Meloni) 15 વર્ષની હતી જ્યારે તે ઈટાલિયન સોશિયલ મૂવમેન્ટની યુવા શાખામાં સામેલ થઈ હતી. તેની મુલાકાત એન્ડ્રીયા જિયામબ્રુનો સાથે 2015માં થઈ હતી. જ્યારે તે એક ટીવી શો માટે એક લેખકના રુપમાં કામ કરી રહ્યો હતો. આ શોમાં જ્યોર્જિયા મેલોનીએ ભાગ લીધો હતો. 

જ્યોર્જિયા મેલોની 2008માં 31 વર્ષની વયે ઈટાલીના સૌથી નાની વયના યુવા મંત્રી બન્યા હતા. 2012માં તેણે બ્રધર્સ ઓફ ઈટાલી પાર્ટીની રચના કરી. તે નાની ઉંમરે નિઓ ફાસીસ્ટ ચળવળમાં જોડાઈ હતી. તે પૂર્વ ઇટાલિયન સરમુખત્યાર બેનિટો મુસોલિનીના સમર્થકો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જ્યોર્જિયા મેલોનીનું પુસ્તક ‘આઈ એમ જ્યોર્જિયા’ 2021માં બહાર આવ્યું હતું. આમાં પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ ફાસીવાદી નથી.

વધુ વાંચો: ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping મધ્ય પૂર્વમાં સ્થિરતા લાવવા ઈજિપ્ત સાથે કામ કરશે