જેમ્સ ક્રાઉન, અબજોપતિ રોકાણકાર અને જેપી મોર્ગન ડિરેક્ટર, રેસ કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા

અમેરિકન ઉદ્યોગપતિ, અબજોપતિ રોકાણકાર અને જેપી મોર્ગન ડિરેક્ટર, જેમ્સ ક્રાઉનનું રેસ કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. તેમનું વુડી ક્રીકમાં એસ્પેન મોટરસ્પોર્ટ્સ પાર્ક ખાતે ઈમ્પેક્ટ બેરિયર સાથે તેમનું વ્હીકલ અથડાયા બાદ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જેમ્સ ક્રાઉન તેમના પત્ની, ચાર બાળકો અને તેમના માતા-પિતાને છોડીને ગયા છે. તેઓ અમેરિકામાં જાણીતા ઉદ્યોગપતિ છે અને લાંબા સમયથી તેઓ […]

Share:

અમેરિકન ઉદ્યોગપતિ, અબજોપતિ રોકાણકાર અને જેપી મોર્ગન ડિરેક્ટર, જેમ્સ ક્રાઉનનું રેસ કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. તેમનું વુડી ક્રીકમાં એસ્પેન મોટરસ્પોર્ટ્સ પાર્ક ખાતે ઈમ્પેક્ટ બેરિયર સાથે તેમનું વ્હીકલ અથડાયા બાદ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

જેમ્સ ક્રાઉન તેમના પત્ની, ચાર બાળકો અને તેમના માતા-પિતાને છોડીને ગયા છે. તેઓ અમેરિકામાં જાણીતા ઉદ્યોગપતિ છે અને લાંબા સમયથી તેઓ જેપી મોર્ગન ચેઝમાં ડિરેક્ટર તરીકે પણ સેવા આપે છે. તેઓ રવિવારે કોલોરાડોમાં કાર રેસિંગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. ધ કોલોરાડો સન મુજબ, વુડી ક્રીકમાં એસ્પેન મોટરસ્પોર્ટ્સ પાર્ક ખાતે ઈમ્પેક્ટ બેરિયર સાથે તેમનું વાહન અથડાતાં અકસ્માતમાં જેમ્સ ક્રાઉનનું મૃત્યુ થયું હતું.

“મૃત્યુના અધિકૃત કારણ જાણવા માટે કરાતું પોસ્ટમોર્ટમ હજુ બાકીછે પરંતુ,  અનેકવિધ ઇજા સ્પષ્ટ છે,” તેમ પિટકીન કાઉન્ટી કોરોનર ઓફિસે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું. તેમના મૃત્યુના કારણને અકસ્માત માનવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જેમ્સ ક્રાઉન કોલોરાડો સ્કી કન્ટ્રીમાં અવારનવાર મુલાકાત લેતા હતા અને તેમનો પરિવાર એ સ્પેન સ્કીઇંગ કંપનીની માલિકી ધરાવે છે, તેઓ એસ્પેનમાં સ્થિત પર્વત અને સ્કી વિસ્તારમાં સુવિધાઓ આપતા ઓપરેટર છે.

જેમ્સ ક્રાઉનના આકસ્મિક નિધનથી ક્રાઉન પરિવાર ખૂબ જ દુઃખી છે. આ સમયે  પરિવારે વિનંતી કરી છે કે, અમારા મુશ્કેલ સમયે તેમની ગોપનીયતાનું સન્માન કરવામાં આવે. જેમ્સના અદ્ભુત જીવનને યાદ કરવા માટે સ્મારક બનાવવાની યોજના અંગેની વધુ વિગતો થોડા સમય પછી જાહેર કરવામાં આવશે તેમ પરિવારના પ્રવક્તાએ એસ્પેન ટાઇમ્સને જણાવ્યું હતું.

જેમ્સ ક્રાઉન તેમના વેપારના અને હેન્રી ક્રાઉન એન્ડ કંપનીના સીઈઓ અને પ્રમુખ હતા. જેમાંથી તેઓને આશરે 10.2 બિલિયન ડોલર સંપત્તિ વારસામાં મળી હતી. 1919માં શિકાગોમાં સ્થપાયેલી આ કંપની મકાન બનાવવાની સામગ્રીનો વ્યવસાય કરતી હતી. તેમણે આ વેપાર માટે ઘણો પરિશ્રમ કર્યો હતો અને અમેરિકામાં સૌથી મોટા ખાનગી વેપાર અને ડેવલપર ક્ષેત્રે જાણીતી બની હોવાનું કંપનીની વેબસાઇટમાં જણાવ્યું છે.  

તેઓ જેપી મોર્ગન, જનરલ ડેનેમિક્સ સહિત ઘણી કંપનીઓના ડિરેક્ટર હતા. 2014 માં બરાક ઓબામાએ રાષ્ટ્રપતિનાં ગુપ્તચર સલાહકાર બોર્ડમાં તેમની નિમણૂક કરી હતી. ગયા અઠવાડિયે ભારતના વડાપ્રધાન નરેંદ્ર મોદીના સન્માનમાં યોજાયેલા સ્ટેટ ડિનરમાં પણ તેઓએ હાજરી આપી હતી.