જાપાને ગાયના ગોબરમાંથી ચાલતું રોકેટ એન્જિન બનાવ્યુંઃ મહત્વપૂર્ણ સફળતા

આ એક એડવાન્સ કક્ષાનું એન્જિન છે અને જે વધુ ટકાઉ પ્રોપલેન્ટની દિશામાં એક મહત્વની સફળતા છે.

Share:

હાઈલાઇટ્સ

  • ઝીરો - એક નાનું સેટેલાઇટ લોંચ વાહન છે કે જે લિક્વિડ બાયોમેથેન અથવા એલબીએમ દ્વારા સંચાલિત છે.
  • નાજુક ઓઝોન સ્તરને લઈને વિશ્વભરના વૈજ્ઞાનિકો ચિંતામાં

જાપાનના એન્જિનિયર્સે ગાયના ગોબરમાંથી તરલ મીથેન દ્વારા સંચાલિત એક નવા રોકેટ એન્જિનનું પરિક્ષણ કર્યું છે. આ એક એડવાન્સ કક્ષાનું એન્જિન છે અને જે વધુ ટકાઉ પ્રોપલેન્ટની દિશામાં એક મહત્વની સફળતા છે. શૂન્ય તરીકે ઓળખાતા રોકેટ એન્જિનને જાપાનના હોકાઇડો સ્પેસપોર્ટમાં 10-સેકન્ડની "સ્ટેટિક ફાયર ટેસ્ટ" માં કિકસ્ટાર્ટ કરવામાં આવ્યું હતું, એમ સ્ટાર્ટઅપ ઇન્ટરસ્ટેલર ટેક્નોલોજીસ ઇન્ક. (IST) એ એક નિવેદનમાં જણાવ્યું છે.

ઝીરો - એક નાનું સેટેલાઇટ લોંચ વાહન છે કે જે લિક્વિડ બાયોમેથેન અથવા એલબીએમ દ્વારા સંચાલિત છે. જે "પશુધન ખાતર" માંથી લેવામાં આવ્યું છે, આ હોકાઈડોના ડેરી ફાર્મ્સમાંથી મેળવવામાં આવે છે. આ કંપની, જે જાન્યુઆરી મહિનામાં વધુ પરીક્ષણ કરવાની યોજના ધરાવે છે, તે ઉપગ્રહોને લો-અર્થ ભ્રમણકક્ષામાં લોન્ચ કરવા માટે ઉપયોગમાં લેવાતા રોકેટને સ્થાન આપી રહી છે.

અધ્યયનોની વધતી જતી સંખ્યા પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાતા રોકેટ ઇંધણના નુકસાન તરફ નિર્દેશ કરે છે, જે ધૂમાડા અને અન્ય પ્રદૂષકો અને ગ્રીનહાઉસ વાયુઓના પ્રકાશન અંગે ચિંતાઓ ઉભી કરે છે.સંશોધનોએ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જમાં યોગદાન આપતાં પશુઓ અને અન્ય પશુધનમાંથી મિથેન વિશે પણ ચિંતા વ્યક્ત કરી છે.

હાલમાં, વ્યાપારી સંગઠન SpaceX, જેના પર નાસા પ્રક્ષેપણ માટે આધાર રાખે છે, તેનું ફાલ્કન 9 રોકેટ ઓક્સિજન અને કેરોસીનમાંથી બનેલા બળતણ પર ચાલે છે. આ રોકેટ પ્રક્ષેપણમાંથી ઉત્સર્જન આપણા ગ્રહના ઉપરના વાતાવરણમાં કાળો ધૂમાડો છોડતો હોઈ શકે છે, જેના કણો ઘણા વર્ષો સુધી ત્યાં રહેવાની સંભાવના ધરાવે છે. તેમની હાજરી આપણી ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં વધારો કરી શકે છે, તેમજ નાજુક ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડી શકે છે.

જેમ-જેમ અવકાશ ઉદ્યોગ, સંશોધન અને પર્યટન સતત આગળ વધી રહ્યું છે, આ તમામ રોકેટ પ્રક્ષેપણની આબોહવા અસર પર ધ્યાન આપવાની જરૂર પડશે. આપણે વાતાવરણમાં વધુ કાર્બન પમ્પ કરીએ છીએ ત્યારે ગ્રહ આબોહવા ટિપીંગ પોઈન્ટની નજીક આવી રહી છે.