જાપાનનાં વડાપ્રધાનનાં ભાષણ સમયે બ્લાસ્ટની ઘટના 

જાપાનના વડાપ્રધાન ભાષણ કરી રહ્યા હતા તે દરમ્યાન જ બ્લાસ્ટ થયો હતો જોકે તેમાં તેઓને કોઈ ઇજા થઈ નહોતી અને તેઓ સુરક્ષિત છે.  હુમલાખોર પકડાઈ ગયો હોવાના એક અહેવાલ છે.  જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની હત્યાના એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં વાકાયામામાં બનેલી ઘટનાએ દેશને આઘાત પહોંચાડ્યો છે અને સુરક્ષા અધિકારીઓને સુરક્ષામાં ફેરફાર કરવાની […]

Share:

જાપાનના વડાપ્રધાન ભાષણ કરી રહ્યા હતા તે દરમ્યાન જ બ્લાસ્ટ થયો હતો જોકે તેમાં તેઓને કોઈ ઇજા થઈ નહોતી અને તેઓ સુરક્ષિત છે.  હુમલાખોર પકડાઈ ગયો હોવાના એક અહેવાલ છે. 

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની હત્યાના એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં વાકાયામામાં બનેલી ઘટનાએ દેશને આઘાત પહોંચાડ્યો છે અને સુરક્ષા અધિકારીઓને સુરક્ષામાં ફેરફાર કરવાની ફરજ પડી છે. 

વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા તેમનાં પ્રચાર અંગેની મુલાકાત દરમ્યાન ભાષણ કરી રહ્યા હતા અને આ ઘટના બનતા તેમને આ સ્થળેથી સુરક્ષિત બહાર લઈ જવાયા હતા. 

સ્થાનિક મીડિયાનાં એક અહેવાલ પ્રમાણે તેઓ સાશક પક્ષના ઉમેદવારના સમર્થનમાં પશ્ચિમી શહેરમાં હતા અને તેમણે પોર્ટ પર માછલીના નમૂના લેવાનું કામ પૂરું જ કર્યું હતું અને તેમણે સાંભળવા ભીડ એકત્ર થઈ હતી તે જ સમયે આ ઘટના બની હતી. ધડાકો થતા જ હવામાં ધુમાડો ફેલાઈ ગયો હતો. સુરક્ષા કર્મીઓ વડાપ્રધાન કાશીદાને તે સ્થળેથી બહાર લાવ્યા હતા અને એક માણસને પકડવામાં આવ્યો હતો. બનાવ બાદ અનેક લોકો ચીસો પાડતા હતા.

ત્યાં ઉપસ્થિત એક શ્રોતાએ જણાવ્યું કે, અમે વડાપ્રધાનને સાંભળવા એકત્ર થયા હતા અને ભીડમાં એક માણસે `culprit’ એવી બૂમો મારી હતી અને આગળની તરફ બોમ્બ ફેક્યો હતો જેને જોઈને લોકો ભાગવા લાગ્યા હતા. તેની 10 સેકંડમાં જ ગુનેગારને પકડી લેવામાં આવ્યો હતો. 

અહેવાલોમાં જણાવાયું છે કે કિશિદાને કોઈ નુકસાન થયું નથી અને તે તેઓ તેમની અગાઉથી નક્કી થયેલી પ્રચાર  ઝુંબેશ કાર્યક્રમોમાં પણ હાજર રહી શકે છે. 

સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ચૂંટણી વ્યૂહરચના અધ્યક્ષ હિરોશી મોરિયામાએ જણાવ્યું હતું કે, “લોકશાહીના પાયાની રચના કરતી ચૂંટણી પ્રચારની મધ્યમાં આવું કંઈક થયું તે ખેદજનક છે. તે માફ ન કરી શકાય તેવો અત્યાચાર છે.”

નોંધનીય છે કે પૂર્વ વડાપ્રધાન શિંઝો આબે પર જુલાઈ 2022માં હુમલો થયો હતો, આ હુમલામાં શિંઝો આબેનું નિધન થઈ ગયું હતું. એ દરમિયાન 41 વર્ષના તેત્સ્યુયા યામાગામીએ તમંચાથી આબે પર હુમલો કર્યો હતો. તેમના કથિત હત્યારા, તેત્સુયા યામાગામીએ, યુનિફિકેશન ચર્ચ સાથેના તેમના સંબંધોને કારણે તેમને નિશાન બનાવ્યા હતા, અને આ ઘટનાએ જાપાનમાં સંપ્રદાય અને રાજકીય વ્યક્તિઓ વચ્ચેના જોડાણ પ્રકાશમાં આવ્યા હતા. 

યામાગામી કથિત રીતે સંપ્રદાય પર ગુસ્સે હતો કે તેની માતાએ જૂથને આપેલા મોટા દાનને કારણે કુટુંબ નાદાર થઈ ગયું હતું.