વૈશ્વિક વિરોધ વચ્ચે આજથી જાપાન દરરોજ દરિયામાં વહાવશે 5 લાખ લિટર રેડિયોએક્ટિવ પાણી 

આજથી જાપાન પોતાના ખરાબ થઈ ગયેલા ફુકુશિમા ન્યૂક્લિયર પ્લાન્ટમાં રહેલા રેડિયોએક્ટિવ પાણીને ટ્રીટમેન્ટ આપીને પ્રશાંત મહાસાગરમાં છોડવાનું શરૂ કરશે. સંયુક્ત રાષ્ટ્રની ન્યૂક્લિયર મોનિટરિંગ સંસ્થા દ્વારા જાપાનની આ યોજનાને મંજૂરી આપવામાં આવી તેના કેટલાક સપ્તાહ બાદ આ ગતિવિધિ શરૂ કરવામાં આવશે. પોતાના પાડોશી દેશોના વિરોધને અવગણીને જાપાન ફુકુશિમા ન્યૂક્લિયર પ્લાન્ટના ફિલ્ટર કરવામાં આવેલા રેડિયોએક્ટિવ પાણીને દરિયામાં […]

Share:

આજથી જાપાન પોતાના ખરાબ થઈ ગયેલા ફુકુશિમા ન્યૂક્લિયર પ્લાન્ટમાં રહેલા રેડિયોએક્ટિવ પાણીને ટ્રીટમેન્ટ આપીને પ્રશાંત મહાસાગરમાં છોડવાનું શરૂ કરશે. સંયુક્ત રાષ્ટ્રની ન્યૂક્લિયર મોનિટરિંગ સંસ્થા દ્વારા જાપાનની આ યોજનાને મંજૂરી આપવામાં આવી તેના કેટલાક સપ્તાહ બાદ આ ગતિવિધિ શરૂ કરવામાં આવશે. પોતાના પાડોશી દેશોના વિરોધને અવગણીને જાપાન ફુકુશિમા ન્યૂક્લિયર પ્લાન્ટના ફિલ્ટર કરવામાં આવેલા રેડિયોએક્ટિવ પાણીને દરિયામાં રિલીઝ કરવા લાગશે અને આ પ્રક્રિયા આગામી 30 વર્ષ સુધી ચાલશે. 

133 કરોડ લિટર રેડિયોએક્ટિવ પાણી જમા

જાપાન આજથી આગામી 30 વર્ષ સુધી દરરોજ 5 લાખ લિટર રેડિયોએક્ટિવ પાણીને સમુદ્રમાં વહાવી દેશે. હકીકતે 12 વર્ષ પહેલા વર્ષ 2011માં જાપાનમાં જે ભયાનક ભૂકંપ અને સુનામી આવ્યા હતા તેના કારણે ફુકુશિમા ન્યૂક્લિયર પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટો થયા હતા. ત્યારથી તે સ્થળે 133 કરોડ લિટર રેડિયોએક્ટિવ પાણી જમા થયેલું છે.  

સુનામી અને ભૂકંપ બાદ ફુકુશિમા ન્યૂક્લિયર પ્લાન્ટમાં 133 કરોડ લિટર રેડિયોએક્ટિવ પાણી જમા થયેલું છે. આ પાણી 500 ઓલમ્પિક સાઈઝના સ્વિમિંગ પૂલ ભરાય તેટલું કહી શકાય. જાપાન દ્વારા આ પાણીને સમુદ્રમાં વહાવવાના નિર્ણયનો ચીન અને દક્ષિણ કોરિયા દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ત્યાંના લોકોમાં ભારે ડર વ્યાપ્યો છે. 

જાણો કઈ રીતે એકઠું થયું આટલું રેડિયોએક્ટિવ પાણી

11 માર્ચના રોજ જાપાનમાં 9.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને સમુદ્રની પ્લેટ ખસી જવાના કારણે સુનામી પણ આવી હતી. ભૂકંપના આંચકા બાદ ફુકુશિમામાં દરિયા કિનારે બનાવાયેલા ન્યૂક્લિયર પ્લાન્ટના રિએક્ટર બંધ કરી દેવામાં આવ્યા હતા. રિએક્ટરના કૂલિંગ માટે જનરેટર શરૂ કરવામાં આવ્યા હતા. ઈમર્જન્સી જનરેટર ગરમ રિએક્ટરને ઠંડુ પાડે તે પહેલા જ પ્લાન્ટમાં પાણી ધસી આવ્યું હતું. 

આ કારણે ઈમર્જન્સી રિએક્ટર બંધ થઈ ગયેલું અને ગરમ રિએક્ટર પીગળવાના કારણે ન્યૂક્લિયર પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટો થવા લાગ્યા હતા. ત્યાર બાદ અનેક મહિનાઓ સુધી ન્યૂક્લિયર રિએક્ટર્સમાં ચેઈન રિએક્શન થતું રોકવા તેને દરિયાના 133 કરોડ લિટર પાણીથી ઠંડુ રાખવામાં આવ્યું હતું. જેના લીધે 64 જેટલા રેડિયોએક્ટિવ મટિરીયલ પાણીમાં ભળી ગયા હતા. 

આ કારણે જ ચીન, દક્ષિણ કોરિયા સહિતના દેશોને ડર છે કે, સી ફૂડ એટલે કે માછલી વગેરે દરિયાઈ જીવો દ્વારા તે મનુષ્યના શરીરમાં પહોંચી શકે છે અને કેન્સર જેવી બીમારીઓનું જોખમ વધી શકે છે. હોંગકોંગ દ્વારા જાપાનથી સી ફૂડની આયાત કરવા પર જ પ્રતિબંધ મુકી દીધો છે. 

જાપાનમાં પણ સરકારના આ નિર્ણયના વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યાંના સ્થાનિક માછીમારોને જાપાનના સી ફૂડની પ્રતિષ્ઠાને ફરી નુકસાન થવાનો ડર છે કારણકે હોનારત બાદ ગ્રાહકોનો વિશ્વાસ જીતવામાં તેમને વર્ષો લાગી ગયા હતા.