જાપાની વૈજ્ઞાનિકોનો દાવોઃ ભવિષ્યમાં “હાર્ટ ફેલ” ની મહામારી આવશે

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, , 'SARS-CoV-2 ના સતત સંક્રમણના કારણે ભવિષ્યમાં હાર્ટ ફેલ થવાનું સંકટ તેજીથી વધવાની શક્યતાઓ છે.

Share:

હાઈલાઇટ્સ

  • બ્રિટન અને વિશ્વના અન્ય ઘણા દેશોમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં JN.1. સ્ટ્રેનને કારણે કોવિડના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.
  • કોરોના થયો હશે તેને હાર્ટ ફેલ થવાની શક્યતાઓ વધારે છેઃ વૈજ્ઞાનિકોનો દાવો

એકવાર ફરીથી કોરોના વાયરસે પોતાનો રંગ બતાવવાનું શરૂ કરી દિધું છે. વિશ્વભરમાં આ મહામારીને લઈને લોકોમાં એક અલગ જ પ્રકારનો ખોફ અત્યારે ફેલાયો છે. કોરોનાએ વિશ્વભરમાં ખૂબજ તબાહી મચાવી છે. કોરોનાની પહેલી અને બીજી વેવ ખૂબજ ખતરનાક હતી. ત્યારે હવે આને લઈને એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર જાપાનના હેલ્થ એક્સપર્ટ્સે ચેતવણી આપી છે કે, કોરોના વાયરસના પ્રભાવથી વિશ્વમાં “હાર્ટ ફેલ” ની મહામારી આવી શકે છે.

જાપાનના ટોપ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ “રિકેન”ના વૈજ્ઞાનિકો દ્વારા આ રિસર્ચ સામે આવ્યું છે. આ રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, હ્યુમન સેલ્સની અંદર કોરોના વાયરસ જેવી રીતે ACE2 રિસેપ્ટર્સથી ચોંટે છે તે હ્યદયમાં હોય છે અને જે લોકોને કોરોના થઈ ચૂક્યો છે તેમાથી કેટલાય લોકો હાર્ટ ફંક્શનની કમીથી પીડિત છે. આનાથી ભવિષ્યમાં હાર્ટ ફેલનું સંકટ ખૂબજ વધી શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, , 'SARS-CoV-2 ના સતત સંક્રમણના કારણે ભવિષ્યમાં હાર્ટ ફેલ થવાનું સંકટ તેજીથી વધવાની શક્યતાઓ છે. જો કે, આને લઈને કોઈ ક્લિનીકલ પુરાવાઓ સામે આવ્યા નથી. પરંતુ કોરોના વાયરસના આ રિસર્ચને વિશ્વભરમાં થ્રી ડાઈમેન્શિયલ હ્યુમન કાર્ડીયાક ટીશ્યુ મોડલ દ્વારા માન્ય કરવામાં આવવું જોઈએ. 

બ્રિટન અને વિશ્વના અન્ય ઘણા દેશોમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં JN.1. સ્ટ્રેનને કારણે કોવિડના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોનો દાવો છે કે આનાથી તે લોકોમાં હૃદય સંબંધિત સમસ્યાઓની શક્યતા વધી જશે. 'RIKEN'ના રિસર્ચ લીડર હિદેતોશી માસુમોટોએ આ અંગે જણાવ્યું કે, 'કોરોના વાયરસથી સંક્રમિત કેટલાક લોકોને હૃદયમાં સતત વાયરલ ઈન્ફેક્શન થઈ શકે છે. 'હૃદયની નિષ્ફળતાના રોગચાળા' માટે તૈયાર કરવા માટે પરીક્ષણ પ્રણાલીઓ અને સારવાર પદ્ધતિઓ સ્થાપિત કરવી જોઈએ જેમાં આપણે હૃદયની નિષ્ફળતાના દર્દીઓની સંખ્યામાં ઝડપી વધારો જોશું.