Israel vs hamas: ગાઝામાં બંધકોને મુક્ત કરવા પર જો બાઈડને આપ્યું નિવેદન, કહ્યું- બંધકોને ટૂંક સમયમાં મુક્ત કરવામાં આવશે

બંધકોને મુક્ત કરવા માટે ત્રણ દિવસ યુદ્ધવિરામ કરવામાં આવશે

Share:

 

Israel vs hamas: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને હમાસના 7 ઑક્ટોબરના હુમલા દરમિયાન બંધક બનાવવામાં આવેલા લગભગ 240 બંધકોને મુક્ત કરવા માટે ઈઝરાયલ અને હમાસ વચ્ચે (Israel vs hamas)ના સોદામાં પ્રગતિનો ફરીથી સંકેત આપ્યો છે. 

 

બંધકોને મુક્ત કરવા માટે અમેરિકા, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સમજૂતી ચાલી રહી છે, જેમાં કતાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. 

 

જો બાઈડને કહ્યું, “ગાઝામાં હમાસના લડવૈયાઓ દ્વારા બંધક બનાવાયેલા લોકોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે એક કરાર થવા જઈ રહ્યો છે. મને વિશ્વાસ છે કે બંધકોને મુક્ત કરવા માટે ટૂંક સમયમાં સમજૂતી થઈ જશે."

Israel vs hamas વચ્ચે 240 બંધકોને મુક્ત કરવામાં આવશે 

થોડા દિવસો પહેલા અમેરિકામાં ઈઝરાયલના રાજદૂત માઈકલ હરઝોગે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઈઝરાયલને આશા છે કે આવનારા દિવસોમાં હમાસ પાસેથી મોટી સંખ્યામાં બંધકોને મુક્ત કરવામાં આવશે. કતારનું માનવું છે કે આ કરાર બાદ લગભગ 240 બંધકોને મુક્ત કરવામાં આવી શકે છે.

 

એક અહેવાલ અનુસાર, છ પાનાના વિગતવાર કરાર (Israel vs hamas)માં આગામી કેટલાક દિવસોમાં બંધકની મુક્તિ શરૂ થઈ શકે છે. આ કરાર મુજબ, બંને પક્ષો ઓછામાં ઓછા ત્રણ દિવસ માટે યુદ્ધવિરામ કરશે. જ્યારે દર 24 કલાકમાં 50 કે તેથી વધુ બંધકોને મુક્ત કરવામાં આવશે. 

 

આ અહેવાલને ફરી વાર ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે આ પ્રકારના અહેવાલો ખોટા છે. શનિવારે બેન્જામિન નેતન્યાહુએ એક લાંબી પ્રેસ-કૉન્ફરન્સને સંબોધીને મક્કમપણે જણાવ્યું હતું કે જ્યારે પણ આવી કોઈ ડીલ થશે અથવા તો કોઈ સમાધાન થશે તો ઈઝરાયલની પબ્લિકને જાણ કરવામાં આવશે.

 

જોકે, ઈઝરાયલ પર 7 ઑક્ટોબરના ઓચિંતા હુમલા બાદ હમાસ (Israel vs hamas) દ્વારા લગભગ 240 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. જેણે ઈઝરાયલને ઈસ્લામિક આતંકવાદી જૂથનો નાશ કરવા માટે નાના પેલેસ્ટિનિયન પ્રદેશ પર આક્રમણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. 

 

યુએસ-બ્રોકરેડ ડીલના ભાગરૂપે આમાંથી કેટલા બંધકોને મુક્ત કરવામાં આવશે તે સ્પષ્ટ નથી. કતારમાં અઠવાડિયાની વાટાઘાટો દરમિયાન સોદા માટેની રૂપરેખા એકસાથે મૂકવામાં આવી હતી.

 

ઈઝરાયલના આંકડાઓ અનુસાર, હમાસના હુમલા (Israel vs hamas) માં લગભગ 1,200 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગે નાગરિકો હતા, જે ઈઝરાયલના 75 વર્ષના ઈતિહાસમાં સૌથી ભયંકર દિવસ બની ગયો.

 

યુદ્ધ (Israel vs hamas) શરૂ થયું ત્યારથી, ગાઝાની હમાસ સંચાલિત સરકાર મુજબ, ઓછામાં ઓછા 5,600 બાળકો અને 3,550 મહિલાઓ સહિત 13,300 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે.