ખાલિસ્તાનીઓ બાદ નાઝીઓના સન્માનને લઈ વિવાદમાં ફસાયા જસ્ટિન ટ્રુડો: સ્પીકરે માગી યહૂદીઓની માફી

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાનીઓ મામલે ભારત સાથેના વિવાદ બાદ હવે નાઝીઓના સન્માનને લઈ વધુ એક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. હકીકતે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીની યાત્રા દરમિયાન કેનેડાના સાંસદોએ દ્વિતીય વિશ્વ યુદ્ધમાં નાઝી ડીવિઝન સાથે સંકળાયેલા એક આરોપીનું સન્માન કર્યું હતું. આ ઘટનાની ભારે ટીકા થઈ હતી અને કેનેડાના યહૂદી સંગઠનોએ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની […]

Share:

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાનીઓ મામલે ભારત સાથેના વિવાદ બાદ હવે નાઝીઓના સન્માનને લઈ વધુ એક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. હકીકતે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીની યાત્રા દરમિયાન કેનેડાના સાંસદોએ દ્વિતીય વિશ્વ યુદ્ધમાં નાઝી ડીવિઝન સાથે સંકળાયેલા એક આરોપીનું સન્માન કર્યું હતું. આ ઘટનાની ભારે ટીકા થઈ હતી અને કેનેડાના યહૂદી સંગઠનોએ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની માફીની માગણી કરી છે.

વિવાદ બાદ કેનેડાના હાઉસ ઓફ કોમન્સના સ્પીકરે દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન નાઝી સૈન્ય જૂથ માટે લડનારા એક વ્યક્તિનું સન્માન કરવા બદલ રવિવારના રોજ માફી માગી હતી. શુક્રવારના રોજ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ હાઉસ ઓફ કોમન્સમાં ભાષણ આપ્યું ત્યાર બાદ સ્પીકર એન્થની રોટાએ ધ્યાન દોર્યું એટલે કેનેડાના સાંસદોએ 98 વર્ષીય યારોસ્લાવ હુંકાનું ઉભા થઈને સન્માન કર્યું હતું.
 
રોટાએ યારોસ્લાવ હુંકાને એક યુદ્ધ નાયક તરીકે દર્શાવ્યા હતા જે પ્રથમય યુક્રેની ડીવિઝન માટે લડ્યા હતા. રોટાએ રવિવારના રોજ જણાવ્યું હતું કે, “યુક્રેનના રાષ્ટ્રપતિના સંબોધન બાદ મારી ટિપ્પણી દરમિયાન મેં સંસદની ગેલેરીમાં એક વ્યક્તિની ચર્ચા કરી હતી. બાદમાં તે વ્યક્તિ અંગે વધુ જાણકારી મળ્યા બાદ મને મારા નિર્ણય માટે અફસોસ થયો.”

કેનેડાના વિપક્ષી નેતા પિયરે પોઈલિવરે આ ઘટના અંગે X (ટ્વિટર) પોસ્ટમાં લખ્યું હતું કે, “FSWC એ વાતથી આશ્ચર્યમાં છે કે, કેનેડાની સંસદે દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન યહૂદીઓની અને અન્ય લોકોની સામૂહિક હત્યાના આરોપી એવા નાઝી સેનામાં સેવા આપનારા યુક્રેનના વ્યક્તિનું ઉભા થઈને અભિવાદન કર્યું.”

સ્પીકર એન્થની રોટાએ કેનેડાની સંસદમાં 98 વર્ષીય યારોસ્લાવ હુંકાને ‘યુક્રેની નાયક’ તરીકે માન્યતા આપી હતી પરંતુ બાદમાં માફી માગતી વખતે પોતાને તે વ્યક્તિ વિશે વધારે માહિતી નહોતી અને તેઓ દેશના યહૂદીઓની માફી માગે છે તેમ કહ્યું હતું. 

ભારત સામેના આરોપો મામલે પુરાવાની માગણી

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ અગાઉ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો જેથી ભારે વિવાદ જાગ્યો હતો. પિયરે પોઈલિવરે નિજ્જરની હત્યા મામલે ભારત પર આરોપ લગાવવામાં આવ્યા તેને લઈને પણ જસ્ટિન ટ્રુડોની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તથ્યો સાથે સામે આવવું જોઈતું હતું, જો તેઓ તથ્ય ન દર્શાવી શક્યા તો વિશ્વભરમાં ટીકાનું કારણ બનશે.

પિયરે પોઈલિવરે કહ્યું હતું કે, “મને લાગે છે કે, વડાપ્રધાન (જસ્ટિન ટ્રુડો)એ તમામ તથ્યો સાથે સામે આવવું જોઈએ. આપણે તમામ સંભવિત પુરાવાઓ જાણવાની જરૂર છે જેથી કેનેડાના નાગરિકો આ મામલે નિર્ણય લઈ શકે. વડાપ્રધાન ટ્રુડોએ કોઈ પણ પ્રકારના તથ્ય રજૂ નથી કર્યા, તેમણે માત્ર એક નિવેદન આપ્યું છે.”