Kamala Harrisની સલાહ: AIના આગામી જોખમોનો સામનો કરવા અત્યારથી કાર્યવાહી કરવાની જરૂર

Kamala Harris: અમેરિકા અને ચીન સહિત 28 દેશોના પ્રતિનિધિઓએ બુધવારના રોજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે ખૂબ ઝડપથી થઈ રહેલી પ્રગતિના કારણે જે સંભવિત વિનાશકારી જોખમો સર્જાયા છે તેને અટકાવવા માટે મળીને કામ કરવા સહમતી દર્શાવી હતી. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકની પહેલ પર યોજાયેલી આ બેઠકમાં અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ (Kamala Harris) પણ જોડાયા હતા.  વિવિધ […]

Share:

Kamala Harris: અમેરિકા અને ચીન સહિત 28 દેશોના પ્રતિનિધિઓએ બુધવારના રોજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે ખૂબ ઝડપથી થઈ રહેલી પ્રગતિના કારણે જે સંભવિત વિનાશકારી જોખમો સર્જાયા છે તેને અટકાવવા માટે મળીને કામ કરવા સહમતી દર્શાવી હતી. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકની પહેલ પર યોજાયેલી આ બેઠકમાં અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ (Kamala Harris) પણ જોડાયા હતા. 

વિવિધ ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ વધી રહ્યો છે તેના લીધે લોકોની નોકરીઓ જોખમમાં મુકાઈ રહી છે અને સાઈબર એટેક, ટેક્નોલોજી પર માનવીય નિયંત્રણ વગેરે બાબતે પણ ચિંતા વધી છે. આ બેઠકના પ્રથમ દિવસે ઈલોન મસ્ક પણ જોડાયા હતા. લંડન પાસે આવેલા પૂર્વ કોડબ્રેકિંગ સ્પાઈ બેઝ ખાતે પ્રથમ આંતરરાષ્ટ્રીય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. 

વધુ વાંચો: યુકેમાં વિશ્વની પ્રથમ AI Safety Institute બનશે

વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

આ બેઠકમાં અત્યાધુનિક ફ્રન્ટિયર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જે વિશે કેટલાક વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે તે માનવતાના અસ્તિત્વ માટે જોખમી બની શકે છે. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે જણાવ્યું હતું કે, આ ઘોષણાપત્ર એક ઐતિહાસિક ઉપલબ્ધિ છે જેમાં વિશ્વની સૌથી મોટી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) શક્તિઓ તેના જોખમોને સમજવાની તાત્કાલિકતા માટે સહમત થઈ છે. 

Kamala Harrisની ત્વરીત પગલાં માટે હાકલ

અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસે જણાવ્યું હતું કે, દુનિયાએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના જોખમોનો સામનો કરવા માટે અત્યારથી કાર્યવાહી કરવાની જરૂર છે. તેનાથી આપણાં બાળકો અને પૌત્ર-પૌત્રીઓના દીર્ઘકાલીન ભવિષ્યને સુનિશ્ચિત કરવામાં મદદ મળશે. આ સાથે જ કમલા હેરિસે (Kamala Harris) કાયદાકીય પદ્ધતિઓ અને ટેક કંપનીઓને જવાબદેહ બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મુક્યો હતો. 

એપલના સહ-સ્થાપક સ્ટીવ વોઝનિયાક અને ટ્વિટરના માલિક એલન મસ્ક સહિત 1000થી વધુ ટેકનોક્રેટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની અસરો અંગે અમેરિકા સહિતના દેશોની સરકારોને ખુલ્લો પત્ર લખ્યો હતો. આ ટેક ઝાર્સે પત્ર દ્વારા એવી માગણી કરી હતી કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના ડેવલપમેન્ટ પર પ્રતિબંધ મૂકાવો જોઈએ નહીં તો તે માનવજાત માટે ઘાતક સાબિત થશે. આ ટેક નિષ્ણાતોએ કેમ પ્રતિબંધ મૂકાવો જોઈએ તેને લગતી દલીલો પણ કરી હતી. ત્યારે અમેરિકાએ આ ચેતવણીને ગંભીરતાથી લીધી છે.

વધુ વાંચો: નવા ફીચરમાં genAIનો ઉપયોગ કરીને બનાવી શકાશે મનગમતું પ્લેલિસ્ટ આર્ટવર્ક

અમેરિકાની જાહેરાત 

અમેરિકાએ આ સમિટ દરમિયાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે પેદા થનારા જોખમને ટાળવા માટે કેટલાંક પગલાં લેવાની જાહેરાત કરી છે. અમેરિકા વતી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ આ સમિટમાં ભાગ લેવા પહોંચ્યા હતા. કમલા હેરિસે (Kamala Harris) સમિટ દરમિયાન જાહેરાત કરી હતી કે, અમેરિકા યુનાઈટેડ સ્ટેટ્સ એઆઈ સેફ્ટી ઈન્સિટયુટ બનાવશે કે જે અમેરિકામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વિકાસ માટેની ગાઈડલાઈન તૈયાર કરશે. 

આ ઈન્સિટયુટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં ટેસ્ટ માટેના માપદંડ નક્કી કરશે અને ભવિષ્યમાં કઈ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમ્સ ખતરનાક સાબિત થઈ શકે છે તેનું મૂલ્યાંકન કરીને તેના જોખમને ઘટાડવા પ્રયત્ન કરશે.