ડિઝનીમાં છટણી: 4 હજાર કર્મચારીઓ નોકરી ગુમાવી શકે છે

મનોરંજન જૂથ ડિઝની એપ્રિલમાં 4,000 વર્તમાન કર્મચારીઓની છટણી કરવાનું વિચારી રહી છે.  ફેબ્રુઆરીના અર્નિંગ કૉલમાં 7,000 નોકરીઓ દૂર કરવાની યોજના જાહેર કર્યા પછી આ બીજા તબક્કાની છટણીમાં એક સાથે કર્મચારીઓને છૂટા કરાશે કે તબક્કાવાર તે હજુ સ્પષ્ટ નથી.  આ માટે, ડિઝની તેનાં  મેનેજરોને બજેટમાં કાપની દરખાસ્ત  કરવા  અને કર્મચારીઓની યાદી તૈયાર કરવા માટે નિર્દેશ આપ્યો […]

Share:

મનોરંજન જૂથ ડિઝની એપ્રિલમાં 4,000 વર્તમાન કર્મચારીઓની છટણી કરવાનું વિચારી રહી છે.  ફેબ્રુઆરીના અર્નિંગ કૉલમાં 7,000 નોકરીઓ દૂર કરવાની યોજના જાહેર કર્યા પછી આ બીજા તબક્કાની છટણીમાં એક સાથે કર્મચારીઓને છૂટા કરાશે કે તબક્કાવાર તે હજુ સ્પષ્ટ નથી. 

આ માટે, ડિઝની તેનાં  મેનેજરોને બજેટમાં કાપની દરખાસ્ત  કરવા  અને કર્મચારીઓની યાદી તૈયાર કરવા માટે નિર્દેશ આપ્યો છે જે આગામી અઠવાડિયામાં છૂટા કરવામાં આવશે, તેમ સૂત્રોને ટાંકીને અહેવાલમાં ઉમેર્યું હતું.  નોકરીમાં છટણીનાં આયોજનની જાહેરાત 3 એપ્રિલના રોજ ડિઝનીની વાર્ષિક મીટિંગ પહેલા કરવામાં આવી હતી.

આ ઉપરાંત, ડિઝનીએ એ પણ જાહેરાત કરી છે કે પુખ્ત વયના લોકો માટે સામાન્ય મનોરંજનમાં ઘટાડો કરવામાં આવશે અને સ્ટ્રીમિંગ સેવા Hulu સાથે શું કરવું તે અંગેના વિકલ્પો પર વિચારણા કરવામાં આવશે. સ્ટ્રીમિંગ સેવા મનોરંજન શોમાં વિશેષતા ધરાવે છે અને તેની માલિકી બે તૃતીયાંશ ડિઝની અને એક તૃતીયાંશ કોમકાસ્ટ કોર્પ દ્વારા ધરાવે છે.

અગાઉ ફેબ્રુઆરીમાં, ડિઝનીના સીઇઓ બોબ ઇગરે ફેબ્રુઆરીના અર્નિંગ કોલમાં 7,000 નોકરીઓ દૂર કરવાની તેમની યોજનાની જાહેરાત કરી હતી, કારણ કે પેઢી તેનું પુનર્ગઠન કરીને, સામગ્રીમાં કાપ મૂકીને અને પગારપત્રકને ટ્રિમ કરીને અબજો ડોલર બચાવવાનું વિચારી રહી હતી.

રમતગમતને બાદ કરતાં, ડિઝની કંપની  આગામી થોડા વર્ષોમાં અંદાજે $3 બિલિયનની બચતની અપેક્ષા રાખે છે.

ઈગર  મુજબ, વ્યૂહાત્મક પુનઃગઠન  હેઠળ, ત્રણ મુખ્ય બિઝનેસ સેગમેન્ટ્સ હશે: ડિઝની એન્ટરટેઈનમેન્ટ, ઈએસપીએન  અને ડિઝની પાર્ક્સ, એક્સપિરિયન્સ અને પ્રોડક્ટ્સ.

“પડકારજનક આર્થિક વાતાવરણમાં આ પુનઃગઠનથી અમારી કામગીરી વધુ ખર્ચ-અસરકારક, સંકલિત અને સુવ્યવસ્થિત અભિગમમાં પરિણમશે, અને અમે અમારા વ્યવસાયોને વધુ કાર્યક્ષમ રીતે ચલાવવા માટે પ્રતિબદ્ધ છીએ, સમગ્રપણે અમે કંપનીમાં  અમે $5.5 બિલિયન ખર્ચનું લક્ષ્યાંક રાખીએ છીએ તેમ  સીએફઓ ક્રિસ્ટીન મેકકાર્થી

 જણાવ્યું હતું.

તાજેતરના મહિનાઓમાં છટણીએ ટેક કંપનીઓને સૌથી વધુ અસર કરી છે. માઇક્રોસોફ્ટ, મેટા અને એમેઝોને 2022માં હજારો કર્મચારીઓની છટણી કરી છે અને 2023 માટે વધુ કાપની જાહેરાત કરી છે.