મલેશિયાની મહિલાએ બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે ₹2,484 કરોડનો વારસો છોડયો

એક મહિલા તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે કેટલી સંપત્તિ છોડી શકે? એન્જેલિન ફ્રાન્સિસ નામની મલેશિયાની મહિલાએ તેના લાંબા સમયથી બોયફ્રેન્ડ જેડિડિયાહ ફ્રાન્સિસ સાથે લગ્ન કરવા માટે તેના કુટુંબનો 300 મિલિયન ડોલર (લગભગ 2,484 કરોડ રૂપિયા)નો વારસો છોડી દીધો.  ભવિષ્યમાં તેના પરિવાર સાથે રહેવાનું પસંદ કર્યું છે અને બિઝનેસ ચલાવવાનું પસંદ કર્યું છે. એન્જેલિન ફ્રાન્સિસ […]

Share:

એક મહિલા તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે કેટલી સંપત્તિ છોડી શકે? એન્જેલિન ફ્રાન્સિસ નામની મલેશિયાની મહિલાએ તેના લાંબા સમયથી બોયફ્રેન્ડ જેડિડિયાહ ફ્રાન્સિસ સાથે લગ્ન કરવા માટે તેના કુટુંબનો 300 મિલિયન ડોલર (લગભગ 2,484 કરોડ રૂપિયા)નો વારસો છોડી દીધો.  ભવિષ્યમાં તેના પરિવાર સાથે રહેવાનું પસંદ કર્યું છે અને બિઝનેસ ચલાવવાનું પસંદ કર્યું છે. એન્જેલિન ફ્રાન્સિસ મલેશિયાના બિઝનેસ ટાયકૂન ખૂ કે પેંગ અને ભૂતપૂર્વ મિસ મલેશિયા પૌલિન ચાઈની પુત્રી છે.

મલેશિયાના બિઝનેસ ટાયકૂનની પુત્રી છે એન્જેલિન

એન્જેલિન ફ્રાન્સિસે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં શિક્ષણ દરમિયાન જેડિડિયાહના પ્રેમમાં પડી હતી અને થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ આ કપલે સંબંધને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે તેણે તેના માતા-પિતાને જેડિડિયાહ સાથેના તેના સંબંધ વિશે કહ્યું ત્યારે તેના પિતાએ તેમની નાણાકીય સ્થિતિમાં તફાવતને કારણે તેને મંજૂરી આપી ન હતી. 

બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે કરોડોની સંપત્તિનો ત્યાગ

તેના માતા-પિતાને મનાવવાની કોઈ આશા ન હોવાથી, એન્જેલિનને હિંમત કરીને એક નિર્ણય લેવો પડયો. તેણે તેના બોયફ્રેન્ડ સાથે નવું જીવન શરૂ કરવા માટે તેનો પરિવાર અને વારસો પાછળ છોડી દીધો અને તેણે તેના માતા-પિતાને છોડીને તેના બોયફ્રેન્ડ સાથે નવું જીવન શરૂ કરવાનું પસંદ કર્યું. એન્જેલિન અને જેડિડિયાહ બંનેએ 2008માં લગ્ન કર્યા હતા અને ત્યારથી તેઓ તેમના પરિવારથી દૂર રહે છે.આ કપલ હવે એકબીજા સાથે ખુશીથી જીવન વિતાવી રહ્યું છે.

આ દરમિયાન, એન્જેલિન ફ્રાન્સિસને તેના માતા-પિતાના છૂટાછેડા દરમિયાન કોર્ટમાં જુબાની આપવા માટે બોલાવવામાં આવ્યા બાદ ફરી એકવાર તેના પિતાનો સામનો કરવો પડયો હતો. એવું નોંધવામાં આવ્યું હતું કે તેણે તેની માતાનો પક્ષ લીધો હતો અને તેના પિતા પૈસા કમાવવામાં વ્યસ્ત હતા ત્યારે તેની માતાએ કુટુંબને જે રીતે એકસાથે રાખ્યું હતું તેના માટે એન્જેલિન ફ્રાન્સિસે તેની માતાની પ્રશંસા કરી હતી. તેણે એમ પણ ઉમેર્યું હતું કે તેને આશા છે કે તેઓ ટૂંક સમયમાં સાથે પાછા આવશે.

એન્જેલિન  ફ્રાન્સિસનો નિર્ણય બતાવે છે કે પૈસા, છેતરપિંડીની આજની દુનિયામાં સાચો પ્રેમ હજુ પણ આ ભૌતિકવાદી દુનિયામાં છે. એન્જેલિન ફ્રાન્સિસની વાર્તા અને તેના પ્રેમ પ્રત્યેની સકારાત્મક દ્રષ્ટિએ સમગ્ર વિશ્વના લોકોને પ્રભાવિત કર્યા છે. લોકોએ તેની પસંદગી અને તેના વિચારોની પ્રશંસા કરી છે. તેની આ વાર્તાથી ઘણા લોકોને પ્રેમમાં તેમનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં મદદ મળશે. 

તાજેતરમાં જ ભારતમાં આવી જ એક ઘટના બની હતી જેમાં એક પાકિસ્તાની મહિલા ઓનલાઈન ગેમ રમતી વખતે ભારતીય પુરુષના પ્રેમમાં પડી ગઈ હતી. મહિલાએ પુરુષ સાથે રહેવા માટે બોર્ડર ઓળંગી હતી અને બાદમાં તેના પાકિસ્તાન છોડીને ભારત આવવાના સમાચાર વાયરલ થયા હતા.