'અમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે', PM મોદીની લક્ષદ્વીપ મુલાકાત પર માલદીવના મંત્રીનું નવિદેન

માલદીલના મંત્રી અબ્દુલ્લા મહજૂમ માજીદે પોસ્ટ કરતા લખ્યું કે, પર્યટન સ્થળ માલદીવની સાથે પ્રતિસ્પર્ધા કરવામાં ભારતને મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરવો પડશે.

Share:

હાઈલાઇટ્સ

  • પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાતથી માલદીવના નેતા ભડક્યા
  • માલદીવના મંત્રીએ કહ્યું-અમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે
  • લોકોએ લક્ષદ્વીપને માલદીવનું વૈકલ્પિક સ્થળ ગણાવ્યું હતું

માલદીવઃ પીએમ મોદીએ તાજેતરમાં જ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્યારે માલદીવના મંત્રીનનો કટાક્ષ સામે આવ્યો છે અને તેઓએ ભારત પર માલદીવને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. મંત્રી અબ્દુલ્લાએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે, પર્યટક સ્થળ માલદીવની સાથે પ્રતિસ્પર્ધા કરવામાં ભારતને મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરવો પડશે. વાત એવી છે કે, પીએમ મોદીની મુલાકાત બાદ લોકો લક્ષદ્વીપને માલદીવના વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. જેનાથી માલદીવના નેતા ખુશ નથી અને આવું નિવેદન આપ્યું હતું. 

અનુભવો કર્યા હતા શેર 
પીએમ મોદીએ પોતાના લક્ષદ્વીપની મુલાકાતના અનુભવોને એક્સ પર શેર કર્યા હતા. પીએમ મોદીએ લખ્યું હતું કે, જે લોકો રોમાંચકારી અનુભવ લેવા માગે છે, લક્ષદ્વીપ એ લિસ્ટમાં ચોક્કસ હોવું જોઈએ. મેં સ્નોર્કલિંગનો પણ પ્રયાસ કર્યો હતો. એ ખરેખરમાં ઉત્સાહજનક અનુભવ હતો. પીએમ મોદીની આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ હતી અને પછી સોશિયલ મીડિયા યૂઝર્સે લક્ષદ્વીપને માલદીવનું વૈકલ્પિક પર્યટક સ્થળ ગણાવ્યું હતું. 

દેશવાસીઓને આવું કહ્યું 
પીએમ મોદીએ લક્ષદ્વીપના પ્રચીન દરિયા પર સવારની મુલાકાત અને દરિયાઈ તટના કિનારે ખુરશી પર નિરાંતની પળોની તસવીર પણ શેર કરી હતી અને લખ્યું હતું કે, પ્રાકૃતિક સુંદરતા સિવાય લક્ષદ્વીપની શાંતિ પણ મંત્રમુગ્ધ કરી દે એવી છે. મને વિચારવાની તક આપી કે 140 કરોડ ભારતીયોના કલ્યાણ માટે વધુ મહેનત કેવી રીતે કરી શકાય.

આવવા કરી ભલામણ
પીએમ મોદીએ પોતાના દેશને ફરવા માગતા લોકોને પ્રોત્સાહિત કર્યા હતા અને આંતરરાષ્ટ્રીય યાત્રા પર વિચાર કરતા પહેલાં દેશમાં ઓછામાં ઓછા 15 સ્થળોની યાત્રા કરવા માટે આગ્રહ કર્યો હતો. તેઓએ ખાસ કરીને લક્ષદ્વીપ ફરવાની ભલામણ કરી હતી અને કહ્યું હતું કે, તેની સુંદરતા અનેક વૈશ્વિક સ્થળોને પાછળ મૂકી એવી છે.