બરાક ઓબામાનાં ઘર નજીક વોન્ટેડ ગુનેગાર ઝડપાયો 

અમેરિકાના પૂર્વ  રાષ્ટ્રપતિ બરાક ઓબામાનાં  ઘર પાસે એક વોન્ટેડ ગુનેગારની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ નજીકમાં જ તેની વાન મળી આવી હતી જેમાં તેની પાસે હથિયારો અને વિસ્ફોટકો પણ હતા તે અમેરિકા કેપિટૉલ રમખાણોમાં પણ સામેલ છે.  અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ઘર નજીક એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરતાં તેની પાસે ખતરનાક હથિયારો અને […]

Share:

અમેરિકાના પૂર્વ  રાષ્ટ્રપતિ બરાક ઓબામાનાં  ઘર પાસે એક વોન્ટેડ ગુનેગારની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ નજીકમાં જ તેની વાન મળી આવી હતી જેમાં તેની પાસે હથિયારો અને વિસ્ફોટકો પણ હતા તે અમેરિકા કેપિટૉલ રમખાણોમાં પણ સામેલ છે. 

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ઘર નજીક એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરતાં તેની પાસે ખતરનાક હથિયારો અને વિસ્ફોટકો મળ્યા છે. સુરક્ષા અધિકારીઓએ તેને બરાક ઓબામાનાં ઘર નજીક જોયો હતો અને તેનો પીછો કરવાનું ચાલુ કર્યું હતું. ત્યારે આ વ્યક્તિ ઓબામાના ઘર તરફ દોડવા લાગ્યો હતો, પરંતુ તેને સમયસર પકડી લેવામાં આવ્યો હતો. 

પોલીસના સૂત્રોએ આ વ્યક્તિની ઓળખ કરી છે અને તે 37 વર્ષીય ટેલર ટેરેન્ટો છે અને તે સિએટલનો છે. તેની સામે 6 જાન્યુઆરીના કેપિટોલ રમખાણો અંગેનું સક્રિય વોરંટ પણ હતું. તે સમયે જ તેની સામે કાયદાકીય પગલાં લેવાના હતા. રમખાણો સમયે અન્ય ઘણા ગુનેગારોને પકડવામાં આવ્યા હતા 

કાયદા અમલીકરણ આધિકારીઓ દ્વારા ગુરુવારે બરાક ઓબામાના વોશિંગ્ટન ડીસી ખાતેના ઘરની નજીકથી આ વ્યક્તિની ધરપકડ કરાઇ હતી. તે ધરપકડ દરમિયાન, અધિકારીઓએ નજીકમાં પાર્ક કરેલી ટેરેન્ટોની વાન શોધી કાઢી હતી, જેમાં શસ્ત્રો અને વિસ્ફોટક સામગ્રી હતી જેનો ઉપયોગ મોલોટોવ કોકટેલ જેવું જ વિસ્ફોટક ઉપકરણ બનાવવા માટે થઈ શકે છે. ઉપકરણ હજુ સુધી એસેમ્બલ કરવામાં આવ્યું ન હતું. આ અહેવાલ સીબીએસ ન્યૂઝે આપ્યા હતા.

 ટેરેન્ટોએ હાલના જ એક લાઇવસ્ટ્રીમ દરમિયાન સોશિયલ મીડિયા પર જાણીતી વ્યક્તિને ધમકીઓ આપી હતી, જેના કારણે યુએસ અધિકારીઓમાં ચિંતા ફેલાઈ હતી. વધુમાં, તેની પાસે 6 જાન્યુઆરી, 2021ના રોજ યુએસ કેપિટોલ પરના હુમલામાં તેની સંડોવણી સંબંધિત બાકી વોરંટ હતું.

આ સાથે જ અમેરિકી આધિકારીઓ પર એ વાતે ધ્યાન ગયું કે, તે ઓબામાના ઘર પાસે ઊભો હતો તે કોઈ સંયોગ ના હોય શકે. તે છેલ્લાં કેટલાક સમયથી ડીસી વિસ્તારમાં રહેતો હતો. આ ઉપરાંત તે તેની વાન સાથે ડીસી જેલની બહાર નજર નાખતો જોવા મળ્યો હતો. 6 જાન્યુઆરી જે રમખાણની ઘટના બની તેમાં ઘણા ધરપકડ કરાયેલા ગુનેગારો આ જેલમાં બંધ છે. તે સમયે 1 હજારથી વધારે લોકોની ધરપકડ કરાઈ હતી. તેમાંથી 600 લોકો ગુનેગાર સાબિત થયા હતા. કેસ દરમિયાન ટ્રાયલમાં અન્ય 100 લોકો દોષી સાબિત થયા હતા. 

મેટ્રોપોલિટન પોલીસ વિભાગના જણાવ્યા પ્રમાણે, ટેરેન્ટો સામેના આરોપોમાં ભાગેડુ હોવાનો કેસ પણ છે. તેની ધરપકડ કરાઇ તેમાં કોઈને ઇજા થઈ નહતી તેમજ ઓબામા પરિવાર ઘરમાં હાજર હતો કે કેમ તે પણ જાણવા મળ્યું નથી.