માર્ક ઝકરબર્ગે 10 મિલિયન ડોલરમાં ખરીદેલું ઘર 30 મિલિયન ડોલરમાં વેચ્યું

ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગે સાન ફ્રાન્સિસ્કોનું પોતાનું ઘર 31 મિલિયન ડોલરમાં વેચ્યું છે. એક અહેવાલ મુજબ, 2022ના વર્ષમાં આ સાન ફ્રાન્સિસ્કોમાં સૌથી મોંઘા ઘરનું વેચાણ થયું હતું. 10 મિલિયન ડોલરમાં ખરીદેલું મકાન ફેસબુકના સહ-સ્થાપક માર્ક ઝકરબર્ગે સાન ફ્રાન્સિસ્કોમાં પોતાનું ઘર 31 મિલિયનમાં વેચ્યું છે, જે  2012માં મિલકત ખરીદવા પાછળ ખર્ચેલી રકમ કરતાં ત્રણ ગણી વધારે […]

Share:

ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગે સાન ફ્રાન્સિસ્કોનું પોતાનું ઘર 31 મિલિયન ડોલરમાં વેચ્યું છે. એક અહેવાલ મુજબ, 2022ના વર્ષમાં આ સાન ફ્રાન્સિસ્કોમાં સૌથી મોંઘા ઘરનું વેચાણ થયું હતું.

10 મિલિયન ડોલરમાં ખરીદેલું મકાન

ફેસબુકના સહ-સ્થાપક માર્ક ઝકરબર્ગે સાન ફ્રાન્સિસ્કોમાં પોતાનું ઘર 31 મિલિયનમાં વેચ્યું છે, જે  2012માં મિલકત ખરીદવા પાછળ ખર્ચેલી રકમ કરતાં ત્રણ ગણી વધારે છે. 2022ના વર્ષે સાન ફ્રાન્સિસ્કોમાં આ સૌથી મોંઘું મકાન વેચાણ થયું હતું. ઝકરબર્ગે નવેમ્બર 2012માં લગભગ 10 મિલિયન ડોલરમાં આ ઘર ખરીદ્યું હતું. 7,000 ચોરસ ફૂટથી વધુ ઘર લિબર્ટી હિલના ડોલોરેસ પાર્ક નજીક આવેલું છે. આ ઘર 1928માં બાંધવામાં આવ્યું હતું. આ મકાન 7,386 ચોરસ ફૂટનું હતું, જેમાં 4 બેડરૂમ અને 4 બાથરૂમ છે. જે વેચાણ 1 જુલાઈના રોજ બંધ થયું હતું, પરંતુ વ્યવહારના રેકોર્ડ હમણાં જ સાર્વજનિક રૂપે ઉપલબ્ધ થયા છે.

પ્રોપર્ટીશાર્ક સાથેના રેકોર્ડ્સ અનુસાર, Facebook-કમ-મેટાના સહ-સ્થાપક અને તેમની પત્નીએ કેલિફોર્નિયા સ્થિત મર્યાદિત જવાબદારી કંપની, SFRP દ્વારા 2012માં 10 મિલિયન ડોલરથી ઓછી કિંમતે આ ઘર ખરીદ્યું હતું. વિક્રેતા અને ખરીદનાર વચ્ચે ગ્રાન્ટ ડીડ પર SFRP વતી ચેન ઝકરબર્ગ ઇનિશિએટિવના વાઇસ પ્રેસિડેન્ટ નઈમ સલામ દ્વારા હસ્તાક્ષર કરાયા હતા.

સંસ્થાના પ્રતિનિધિએ સમગ્ર સોદાની પુષ્ટિ કરી છે, જોકે, ઝકરબર્ગ અને તેમની પત્નીએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. એક અહેવાલ મુજબ, ફેસબુક જાહેર થયાના મહિનાઓ પછી મેટા પ્લેટફોર્મના સીઈઓએ ઘર ખરીદ્યું હતું. ઝકરબર્ગ અને તેની પત્ની, પ્રિસિલા ચાને, 2013માં કરોડો-ડોલરના પુનઃસ્થાપન પ્રોજેક્ટની દેખરેખનો પ્લન કર્યો હતો. જેમાં લોન્ડ્રી રૂમ, વાઇન રૂમ, વેટ બાર અને ગ્રીનહાઉસ જેવા ફેરફારો સામેલ હતા. એક અહેવાલ મુજબ, ઝકરબર્ગ સિલિકોન વેલીમાં 37 મિલિયન ડોલરનું ‘ફાઇવ-હાઉસ કમ્પાઉન્ડ’ ધરાવે છે. ફોર્બ્સ અનુસાર, ઝકરબર્ગ 2022 સુધીમાં 67.3 બિલિયન ડોલરની નેટવર્થ ધરાવે છે.

આ ઘર ખરીદનાર ડેલાવેર સ્થિત નાની એક જવાબદારી કંપની હતી. વિલ્મિંગ્ટનમાં ગોર્ડન, ફોરનારિસ અને મમ્મેરેલાની કાયદાકીય ફર્મના ડિરેક્ટર માઈકલ એમ. ગોર્ડનને LLCના સંપર્ક તરીકે સૂચિબદ્ધ કર્યા હતા. આ ઘર જ્યારે 10 વર્ષ પહેલા ખરીદ્યું ત્યારે તે લગભગ 1,800 ચોરસ ફૂટ નાનું હતું.

2015માં સ્થપાયેલા ચાન ઝકરબર્ગ ઇનેશેટિવનો પહેલનો ઉદ્દેશ્ય સમાજના કેટલાક અઘરા પડકારોને ઉકેલવામાં મદદ કરવાનો, કેટલીક બીમારીઓને નાબૂદ કરવાનો અને શિક્ષણમાં સુધારો કરવાનો અને સ્થાનિકો લોકોની જરૂરિયાતો સુધી પહોંચવાનો હતો. મેન્શન ગ્લોબલના અહેવાલ મુજબ, ઝુકરબર્ગે ગત માર્ચમાં કાઉઇના હવાઇ ટાપુ પર લગભગ 600 એકર જમીન 53 મિલિયન ડોલરમાં ખરીદી હતી. હવાઇ ટાપુ પર તેમની કુલ હોલ્ડિંગ 1,300 એકરથી વધુ થઈ ગઈ છે.