અમેરિકન સિંગર Mary Millbenએ નીતીશ કુમારના વિવાદિત નિવેદનની કરી ટીકા, કહ્યું- જો હું ભારતીય નાગરિક હોત તો..

Mary Millben: આફ્રિકન-અમેરિકન સિંગર મેરી મિલબેને (Mary Millben) બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની રાજ્ય વિધાનસભામાં વસ્તી નિયંત્રણમાં શિક્ષણ અને મહિલાઓની ભૂમિકા સમજાવવા માટે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ટીકા કરી હતી. મેરી મિલબેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહિલાઓ પ્રત્યેના તેમના વલણની પણ પ્રશંસા કરી હતી અને તેમને ભારત અને ભારતીય નાગરિકોની પ્રગતિ માટે શ્રેષ્ઠ નેતા ગણાવ્યા હતા. મેરી […]

Share:

Mary Millben: આફ્રિકન-અમેરિકન સિંગર મેરી મિલબેને (Mary Millben) બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની રાજ્ય વિધાનસભામાં વસ્તી નિયંત્રણમાં શિક્ષણ અને મહિલાઓની ભૂમિકા સમજાવવા માટે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ટીકા કરી હતી. મેરી મિલબેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહિલાઓ પ્રત્યેના તેમના વલણની પણ પ્રશંસા કરી હતી અને તેમને ભારત અને ભારતીય નાગરિકોની પ્રગતિ માટે શ્રેષ્ઠ નેતા ગણાવ્યા હતા.

મેરી મિલબેને (Mary Millben) નીતિશ કુમારના રાજીનામાની માગણી કરતા X પર પોસ્ટ કરતા લખ્યું, “આજે ભારત એક નિર્ણાયક ક્ષણનો સામનો કરી રહ્યું છે. ત્યાં જ બિહારમાં જ્યાં મહિલાઓના મૂલ્યને પડકાર આપવામાં આવી રહ્યો છે. હું માનું છું કે આ પડકારનો એક જ જવાબ છે. નીતીશ કુમારજીની કોમેન્ટ્સ પછી, હું માનું છું કે એક હિંમતવાન મહિલાએ આગળ આવવું જોઈએ અને બિહારના મુખ્યમંત્રી પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવવી જોઈએ. જો હું ભારતીય નાગરિક હોત તો હું બિહાર ગઈ હોત અને મુખ્યમંત્રી પદ માટે ચૂંટણી લડત.” 

વધુ વાંચો: Angelina Jolieએ ગાઝામાં યુદ્ધવિરામને નકારી કાઢવા માટે વૈશ્વિક નેતાઓની ટીકા કરી

સિંગર મેરી મિલબેને (Mary Millben) નીતિશ કુમારની આલોચના કરતા કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે નીતિશ કુમાર રાજીનામુ આપી દે અને બિહારમાં કોઈ મહિલાનો ઉદય થાય.

તેમણે કહ્યું કે ભાજપને બિહારમાં નેતૃત્વ કરવા માટે મહિલાઓને સશક્ત બનાવવી જોઈએ. આ મહિલા સશક્તિકરણ અને વિકાસની યોગ્ય ભાવના હશે અને પ્રતિક્રિયા હશે. તમે બિહારના લોકો, ભારતના લોકો, એક મહિલા પાસે આવા સમય માટે મત આપવાની, પરિવર્તન માટે મત આપવાની શક્તિ છે.

મેરી મિલબેને (Mary Millben) કહ્યું કે 2024ની ચુંટણી અહીં અમેરિકા અને નિશ્ચિત રીતે ભારતમાં પણ શરૂ થઈ ચુકી છે. જુની નીતિઓ અને બિન પ્રગતિશીલ લોકોને સમાપ્ત કરો અને તેમની જગ્યા પર વાજો અને મૂલ્યોને લઈને લોકોને પ્રેરિત કરો. 

Mary Millbenએ પીએમ મોદીના વખાણ કર્યા 

તેમણે વધુમાં કહ્યું કે હું પીએમ મોદીનું સમર્થન એટલા માટે કરું છું કારણ કે હું ભારતને પ્રેમ કરું છું. મારુ માનવું છે કે પ્રધાનમંત્રી મોદી ભારત અને ભારતીય નાગરીકોની પ્રગતિ માટે સૌથી સારા નેતા છે. તે અમેરિકા-ભારતના સંબંધો અને વૈશ્વિક દુનિયાની આર્થિક સ્થિરતા માટે સૌથી સારા નેતા છે.    

નીતિશ કુમારે માફી માંગી

નીતીશ કુમારે મંગળવારે વસ્તીને નિયંત્રિત કરવા માટે મહિલાઓમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂકીને અને રાજ્ય વિધાનસભામાં એક શિક્ષિત મહિલાઓ વિષે વિવાદાસ્પદ નિવેદન આપીને મોટો વિવાદ ઉભો કર્યો હતો. વિપક્ષ અને મહિલાઓ દ્વારા તેમની ટિપ્પણીઓની ટીકા કરવામાં આવી હતી. નીતીશ કુમારે બુધવારે માફી માંગી અને કહ્યું કે તેઓ તેમના શબ્દો પાછા લઈ રહ્યા છે. 

Tags :