મેકડોનાલ્ડસે તેની અમેરિકાની ઓફિસો હાલ પૂરતી બંધ કરી

ફાસ્ટ ફૂડ ચેન ધરાવતી બર્ગર ક્ષેત્રે અગ્રણી એન લોકપ્રિય કંપની મેકડોનાલ્ડસે તેની અમેરિકાની ઓફિસો બંધ કરી છે અને તેનાં સ્ટાફની છટણી અને પુન:ગઠન અંગે વિચારી રહી હોવાનું અમેરિકાનાં વોલ સ્ટ્રીટ જનરલે તેનાં અહેવાલમાં જણાવ્યું છે. હાલમાં તે સ્ટાફને અપાનારા લે ઓફની નોટિસ તૈયાર કરી રહી છે, તેમ જણાવ્યું છે. મેકડોનાલ્ડસે તેનાં અમેરિકા અને અન્ય દેશનાં […]

Share:

ફાસ્ટ ફૂડ ચેન ધરાવતી બર્ગર ક્ષેત્રે અગ્રણી એન લોકપ્રિય કંપની મેકડોનાલ્ડસે તેની અમેરિકાની ઓફિસો બંધ કરી છે અને તેનાં સ્ટાફની છટણી અને પુન:ગઠન અંગે વિચારી રહી હોવાનું અમેરિકાનાં વોલ સ્ટ્રીટ જનરલે તેનાં અહેવાલમાં જણાવ્યું છે. હાલમાં તે સ્ટાફને અપાનારા લે ઓફની નોટિસ તૈયાર કરી રહી છે, તેમ જણાવ્યું છે. મેકડોનાલ્ડસે તેનાં અમેરિકા અને અન્ય દેશનાં કેટલાંક કર્મચારીઓને ઇન્ટરનલ ઇમેલ મોકલીને સોમવારથી બુધવાર ઘરેથી કામ કરવા જણાવ્યું છે, એને તેથી તેઓ તેમના સ્ટાફ અંગેનાં નિર્ણયો વર્ચ્યુઅલ રીતે એટલે કે રૂબરૂમાં બેઠક કર્યા વિના લઈ શકે. જો કે જાણવા મળ્યા પ્રમાણે હજુ કેટલા કર્મચારીઓને છૂટા કરાશે તે સ્પષ્ટ નથી. 

3 જી એપ્રિલથી શરૂ થતાં આ અઠવાડિયામાં વાતચીત કરાશે અને મુખ્ય બાબતો અંગેનાં નિર્ણયો લેવાશે તેમ શિકાગો સ્થિત કંપની તેનાં મેસેજમાં જણાવ્યું છે. 

મેકડોનાલ્ડસે તેનાં મુખ્ય કાર્યાલયે કર્મચારીઓને વિક્રેતાઓ સાથે અને અન્ય બહારની પાર્ટીઓ સાથે રૂબરૂમાં લેવાનારી મુલાકાતો રદ  કરવા જણાવ્યું છે. આ અંગે રોઇટરે કંપનીને પૂછતાં કંપની કોઈ પ્રતિક્રિયા આપવાની નાં પાડી હતી. 

 ફાસ્ટફૂડ ક્ષેત્રે અગ્રણી કંપની મેકડોનાલ્ડસે જાન્યુઆરીમાં જણાવ્યું હતું કે, તે તેમની હાલની વેપાર વ્યૂહરચના હેઠળ તેનાં કૉર્પોરેટ કર્મચારીઓની સંખ્યા અંગે સમીક્ષા કરશે. 

મેકડોનાલ્ડસ સોમવારે તેનાં મુખ્ય નિર્ણયો જાહેર કરવાનું શરૂ કરશે તેવું એક અનુમાન છે. હાલમાં માત્ર મેકડોનાલ્ડસ જ નહીં પરંતુ ઘણી મોટી કંપનીઓ આર્થીક તંગીનો સામનો કરી રહી છે. વધતી મોંઘવારીએ પણ કંપનીઓને આ નિર્ણય સુધી પહોંચવા મજબૂર કરે છે. 

હાલમાં, મેકડોનાલ્ડસમાં વિશ્વભરમાં ફૂડ સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા 1.50 લાખથી વધુ કર્મચારીઓ છે, જેમાંથી 30 ટકા એકલા અમેરિકામાં કામ કરે છે. તે જ સમયે, બાકીના 70 ટકા કર્મચારીઓ વિશ્વભરમાં ફૂડ ચેઇનમાં કામ કરી રહ્યા છે. આર્થિક તંગીને ધ્યાનમાં રાખીને કંપની આ પગલાં ભરી રહી છે. 

અગાઉ એમેઝોન, ગૂગલ, ફેસબુક સહિત અન્ય ટેક કંપનીઓએ પણ તેમના કર્મચારીઓને છૂટા કરી દીધા છે. અમેરિકી ટેક કંપનીઓએ સૌથી વધુ કર્મચારીઓને છૂટ કર્યા છે અને તેમાં સૌથી વધારે ભારતીયો પ્રભાવિત થયા છે. 

અમેરિકાની છટણી માત્ર અમેરિકન્સ ને જ નહીં પણ ભારતીયોને પણ અસર કરી રહી છે. અમેરિકામાં હંગામી વિઝા પર રહેતા સેંકડો ભારતીય કામદારો બેરોજગાર બની રહ્યા છે.  નવા વિઝા મેળવવા માટે તેમની પાસે બહુ ઓછો સમય છે.