5000 ફૂટનું બંકર, 30 રૂમ… માર્ક ઝકરબર્ગના સીક્રેટ હાઉસમાં બીજું શું-શું છે ખાસ?

સોશિયલ મીડિયા કંપની Meta ના ફાઉન્ડર અને CEO માર્ક ઝકરબર્ગ એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. ઝકરબર્ગ કથિત રીતે હવાઈમાં પોતાના માટે ટોપ સિક્રેટ હવેલી બનાવી રહ્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • હવેલીમાં અંડરગ્રાઉન્ડ બંકરની સાથે અન્ય વસ્તુઓ પણ કરાઈ રહી છે તૈયાર
  • હવેલીમાં અંડરગ્રાઉન્ડ બંકરની સાથે અન્ય વસ્તુઓ પણ કરાઈ રહી છે તૈયાર

મેટાના સ્થાપક અને સીઈઓ માર્ક ઝકરબર્ગ અમેરિકાના હવાઈમાં એક ટાપુ પર ટોપ-સિક્રેટ હવેલી બનાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની હવેલી લગભગ 1400 એકરમાં ફેલાયેલી છે. ધ ન્યૂ યોર્કર અનુસાર ઝકરબર્ગની આ પ્રોપર્ટી હવાઈના ક્વાઈ ટાપુ પર છે અને અહીં બાંધકામ પણ શરૂ થઈ ગયું છે. ઝકરબર્ગની આ પ્રોપર્ટીની કિંમત અંદાજે 270 મિલિયન ડોલર આંકવામાં આવી છે, જેમાં જમીનની કિંમત અને બાંધકામનો ખર્ચ પણ સામેલ છે. ઝકરબર્ગના આ બંગલાની ગણતરી દુનિયાની સૌથી મોંઘી પ્રોપર્ટીમાં થશે.

માર્ક ઝકરબર્ગના સીક્રેટ બંગલામાં ઘણી આશ્ચર્યજનક સુવિધાઓ છે. અંડરગ્રાઉન્ડ બંકર પણ બનાવવામાં આવી રહ્યું છે. વાયર્ડ દ્વારા મેળવેલા સાર્વજનિક દસ્તાવેજો અનુસાર, સંકુલમાં એક ડઝનથી વધુ ઇમારતો હશે, જેમાં પ્રત્યેકમાં ઓછામાં ઓછા 30 બેડરૂમ અને 30 બાથરૂમ હશે. અહેવાલો જણાવે છે કે ઝકરબર્ગની હવેલીમાં 5,000 ચોરસ ફૂટનું વિશાળ બંકર છે, જેની પાસે ઊર્જાનો પોતાનો સ્ત્રોત છે. આ બંકર એટલું મજબૂત હશે કે તે દરેક પ્રકારના હુમલાનો સામનો કરી શકશે. આ ઉપરાંત બિલ્ડીંગમાં 18 ફૂટ ઉંચી પાણીની ટાંકી તેમજ પંપ સિસ્ટમ પણ હશે.

મીડિયા અહેવાલો અનુસાર, ગુપ્ત બંગલામાં મુખ્યત્વે બે ભાગો અથવા બે સંકુલ છે, જેનો કુલ ફ્લોર એરિયા ફૂટબોલ મેદાન (57,000 ચોરસ ફૂટ) જેટલો છે. આમાં ડઝનબંધ લિફ્ટ લગાવવામાં આવી છે. તેમજ ઓફિસ, કોન્ફરન્સ રૂમ જેવી વસ્તુઓ પણ સામેલ છે.

ઝકરબર્ગ અને તેમની પત્ની પ્રિસિલા ચાન જે વિશ્વની સૌથી મોંઘી અને ગુપ્ત હવેલી બનાવી રહ્યા છે તેનું રસોડું પણ ખૂબ જ ખાસ છે. અહેવાલો અનુસાર, સંકુલની બંને ઇમારતોમાં વિશાળ રસોડું તૈયાર કરવામાં આવી રહ્યું છે. તે એટલું મોટું છે કે એક સાથે સેંકડો લોકોને જમાડી શકાય છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઝકરબર્ગની આ ગુપ્ત સંપત્તિમાં ખેતીથી લઈને પશુપાલન સુધીની વ્યવસ્થા છે. અહેવાલો અનુસાર, "1,400-એકર મિલકતના ભાગો પહેલેથી જ પશુપાલન અને કૃષિ દ્વારા વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરી રહ્યા છે. એટલું જ 11 જેટલા ટ્રી હાઉસ પણ છે.