Israel-hamas war: ગાઝામાં અત્યાર સુધીમાં 5,000થી વધુ બાળકોના મોત થયા હોવાનો દાવો

આજે 13 બંધકોને મુક્ત કરવામાં આવશે

Courtesy: Image: Twitter

Share:

 

Israel-hamas war: ગાઝા પટ્ટીમાં હમાસના અધિકારીઓને ટાંકીને સીએનએનએ અહેવાલ આપ્યો છે કે, 7 ઓક્ટોબરથી ગાઝામાં ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ (Israel-hamas war)માં મૃત્યુઆંક વધીને 14,854 થઈ ગયો છે, જેમાં 5,850 બાળકોનો સમાવેશ થાય છે.

 

CNNએ અહેવાલ આપ્યો છે કે, રામલ્લામાં પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે સોમવારે ગાઝા પટ્ટીના સ્ત્રોતો પાસેથી માહિતી મેળવતા 12,700 જાનહાનિની ​​જાણ કરી હતી.

 

આ દરમિયાન, ઈઝરાયલી ભૂમિ દળોએ શુક્રવારથી શરૂ થતા બહુ-દિવસીય યુદ્ધવિરામ પહેલા ઉત્તર ગાઝામાં હુમલો વધારે તીવ્ર બનાવ્યો હતો.

 

Israel-hamas war વચ્ચે ઈઝરાયલ 150 પેલેસ્ટિનિયન બંધકોને મુક્ત કરશે 

અમેરિકા, ઈજિપ્ત અને કતારના હસ્તક્ષેપ બાદ ઈઝરાયેલ અને હમાસ બંને એક સમજૂતી પર પહોંચી શક્યા હતા અને ત્યારબાદ 7 ઓક્ટોબરે શરૂ થયેલું યુદ્ધ (Israel-hamas war) થોડા દિવસો માટે બંધ થઈ ગયું હતું. પહેલા આ યુદ્ધવિરામ ગુરુવારથી જ થવાનો હતો, પરંતુ બાદમાં તેમાં એક દિવસનો વિલંબ થયો હતો. હાલમાં કરવામાં આવેલ ડીલ હેઠળ, ઈઝરાયેલ 150 પેલેસ્ટિનિયન બંધકોને મુક્ત કરશે જ્યારે હમાસ પણ 50 બંધકોને મુક્ત કરશે.

 

આજે યુદ્ધવિરામ સવારે 7 વાગ્યે (સ્થાનિક સમય) થી શરૂ થયું છે, જેમાં 7 ઓક્ટોબરથી હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા 13 બંધકોના પ્રથમ જૂથની મુક્તિનો સમાવેશ થાય છે.

 

CNN અનુસાર, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામના ભાગરૂપે, કતારે ગુરુવારે જાહેરાત કરી હતી કે પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં શુક્રવારે બપોરે નાગરિક બંધકોને મુક્ત કરવામાં આવશે.

 

કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજિદ અલ અંસારીના જણાવ્યા અનુસાર, યુદ્ધવિરામ સવારે 7 વાગ્યે શરૂ થશે, જ્યારે 13 મહિલાઓ અને બાળકોને સાંજે 4 વાગ્યે મુક્ત કરવામાં આવશે.

 

7 ઓક્ટોબરથી યુદ્ધ યથાવત

CNNએ માજિદ અલ અંસારીને ટાંકીને જણાવ્યું હતું કે મુક્ત કરવામાં આવનાર બંધકોની યાદી ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદને સોંપવામાં આવી છે. આ સાથે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરે શરૂ થયેલા યુદ્ધ (Israel-hamas war)માં પ્રથમ વખત વિરામ જોવા મળશે. વાસ્તવમાં, કરાર હેઠળ ગુરુવારથી જ યુદ્ધવિરામ શરૂ થવાનો હતો, પરંતુ તે થઈ શક્યું નહીં.

 

ઈઝરાયેલ અને હમાસ ચાર દિવસના અસ્થાયી યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. કરાર હેઠળ, હમાસ 150 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાના બદલામાં 50 બંધકોને મુક્ત કરશે. ઈઝરાયેલની કેબિનેટે કતાર, ઈજિપ્ત અને અમેરિકાની મધ્યસ્થી કરાયેલા કરારને 35 મતથી મંજૂરી આપી હતી.   

 

એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, યુદ્ધ (Israel-hamas war)ની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં વેસ્ટ બેંકમાં 1,850 થી વધુ પેલેસ્ટાઈનીઓને અટકાયતમાં લીધા છે, જેમાંથી મોટાભાગના હમાસના શંકાસ્પદ સભ્યો છે. રોઈટર્સના અહેવાલ મુજબ હમાસે યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં 240 લોકોને બંધક બનાવ્યા છે. યુદ્ધમાં 1,200 લોકો મૃત્યુ પામ્યા હતા.