માતાએ સ્તનના દૂધનું દાન કર્યું, હજારો બાળકોના જીવન બચાવ્યા

યુએસએના એલોહામાં રહેતી એલિઝાબેથ એન્ડરસન-સિએરા જે બે બાળકોની માતા છે તેણે પોતાના સ્તનના દૂધનું દાન કર્યું છે. આમ એલિઝાબેથ પોતે ભલે 2 બાળકોની માતા હોય પરંતુ હજારો બાળકોની માતાની જવાબદારી નિભાવી છે. એલિઝાબેથના આ નિઃસ્વાર્થ કાર્યથી હજારો કુપોષિત બાળકોનું માત્ર પોષણ જ નથી થયું પણ અકાળે જન્મેલા બાળકોના જીવ પણ બચ્યા છે. તેણીએ 1,599.68 લિટરના […]

Share:

યુએસએના એલોહામાં રહેતી એલિઝાબેથ એન્ડરસન-સિએરા જે બે બાળકોની માતા છે તેણે પોતાના સ્તનના દૂધનું દાન કર્યું છે. આમ એલિઝાબેથ પોતે ભલે 2 બાળકોની માતા હોય પરંતુ હજારો બાળકોની માતાની જવાબદારી નિભાવી છે. એલિઝાબેથના આ નિઃસ્વાર્થ કાર્યથી હજારો કુપોષિત બાળકોનું માત્ર પોષણ જ નથી થયું પણ અકાળે જન્મેલા બાળકોના જીવ પણ બચ્યા છે. તેણીએ 1,599.68 લિટરના સ્તનના દૂધના દાન સાથે વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે. તે જણાવે છે કે તેનું શરીર સતત દૂધ ઉત્પન્ન કરે શકે છે , થોડા સમયમાં નવું દૂધ ઉત્પન્ન થાય છે.

એલિઝાબેથના આ દાનનો લાભ માત્ર ત્યાં રહેતા પરિવારોને જ નહીં પરંતુ વિશ્વભરના લોકોને થયો છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સની વેબસાઇટ અનુસાર “નિષ્ફળતાથી સફળતા સુધી”, આ લેબલમાં તેમણે કરેલા નાના બાળકોના પોષણ માટેના આ પ્રયાસને બિરદાવવામાં આવી રહ્યું છે.

20 ફેબ્રુઆરી, 2015 થી 20 જૂન, 2018ના આ સમયગાળા દરમિયાન એલિઝાબેથે દૂધનું દાન આપ્યું. તેમની આ પ્રેરણાદાયી વાર્તાના  વિડિયોને કારણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ તરફથી અવૉર્ડ મળ્યો, તેમના આ વિડિયોને 1.6 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

આ વિડિયોમાં, એલિઝાબેથ જણાવે છે કે તેમણે નવ વર્ષ દરમિયાન 350,000 ઔંસથી વધુ સ્તનના દૂધનું દાન કર્યું છે. તેમણે આ દરમિયાન અનેક સમસ્યાઓનો સામનો કર્યો હતો. તેઓ જણાવે છે કે મારા દૂધથી કેટલા બાળકોને પોષણ મળ્યું હશે તે જાણવું અશક્ય છે.”

એલિઝાબેથ તેમના આ અસાધારણ પ્રયાસનો શ્રેય હોર્મોન પ્રોલેક્ટીનને આપે છે, જેના કારણે દૂધની માત્રામાં વધારો થાય છે. તેને આશા છે કે માતાના દૂધનું દાન કરવાની તેના આ પ્રયત્નને અસંખ્ય બાળકોને માત્ર પોષણ જ નહિ પરંતુ લોકોની હાયપરલેક્ટેશન સિન્ડ્રોમ વિશે જાગૃતિ પણ વધારશે. એલિઝાબેથ જણાવે છે કે, “મારા શરીરમાં પ્રોલેક્ટીન નામનો હોર્મોન વિપુલ પ્રમાણમાં ઉત્પ્ન્ન થાય છે, અને તેના જ કારણે વધારે માત્રામાં દૂધ ઉત્પ્ન્ન થાય છે ” .

સોશિયલ મીડિયામાં તેમના આ પ્રયાસથી તેમના ખુબ જ વખાણ થઇ રહ્યા છે, લોકો એલિઝાબેથના આ અવિશ્વસનીય કાર્યને બિરદાવી રહ્યા છે. અન્ય લોકોએ તેમના પોતાના અનુભવો જણાવતા કહ્યું કે જેમના બાળકોએ આ દૂધ મેળવ્યું છે તેમને ખુબ જ નવાઈ લાગી હતી અને તેમણે એલિઝાબેથની ખૂબ જ પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે સ્તનપાન અને પમ્પિંગના પડકારો પર ભાર મુકતા એલિઝાબેથની દૂધનું દાન કરવાની અને બાળકોને લાભ આપવાની આ ક્ષમતાને અસામાન્ય ગણાવી હતી. એલિઝાબેથ ભલે કોઈ સિન્ડ્રોમનો શિકાર હોવાથી સ્તનના દૂધનું વધુ ઉત્પાદન કરે છે પરંતુ પરોપકારીની તેની આ ભાવના તેના વિશાળ હૃદયની ઝાંખી કરાવે છે. આ ઘટના અન્ય લોકોના જીવન પર સકારાત્મક અસર કરવાની સાથે પ્રેણાદાયક પણ છે.