NASAના મિશન અને રોકેટ લોન્ચિંગ મોબાઈલ પર જોઈ શકાશે, ટૂંક સમયમાં સ્ટ્રીમિંગ સેવા શરૂ થશે

જો તમને એસ્ટ્રોનોમિ અને કોસ્મિક એક્ટિવિટી જાણવામાં રસ છે જો તમારા માટે NASAથી એક સારા સમાચાર આવ્યા છે. NASA પોતાની સ્ટ્રીમિંગ સેવા, NASA+ ની રજૂઆત સાથે તેની ઓનલાઈન હાજરીને આગલા સ્તર પર લઈ જવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકન સ્પેસ એજન્સી આ આકર્ષક નવી પહેલ સાથે તેની ડિજિટલ જોડાણ અને વાર્તા કહેવાની ક્ષમતાઓને સુધારવાનું લક્ષ્ય […]

Share:

જો તમને એસ્ટ્રોનોમિ અને કોસ્મિક એક્ટિવિટી જાણવામાં રસ છે જો તમારા માટે NASAથી એક સારા સમાચાર આવ્યા છે. NASA પોતાની સ્ટ્રીમિંગ સેવા, NASA+ ની રજૂઆત સાથે તેની ઓનલાઈન હાજરીને આગલા સ્તર પર લઈ જવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકન સ્પેસ એજન્સી આ આકર્ષક નવી પહેલ સાથે તેની ડિજિટલ જોડાણ અને વાર્તા કહેવાની ક્ષમતાઓને સુધારવાનું લક્ષ્ય રાખે છે.

નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) તેની પોતાની સ્ટ્રીમિંગ સેવા શરૂ કરવા માટે તૈયાર છે. અમેરિકન સ્પેસ એજન્સી હાલમાં નવી સ્ટ્રીમિંગ સેવા અને નવી વેબસાઇટ ડિઝાઇન દ્વારા તેની ઑનલાઇન હાજરીને સુધારવાનો પ્રયાસ કરી રહી છે.

ગુરુવારે, સ્પેસ એજન્સીએ NASA+ સ્ટ્રીમિંગ સેવા માટે ટ્રેલર રિલીઝ કર્યું. આ સેવા iOS અને Android પર સત્તાવાર નાસા એપ્લિકેશન દ્વારા મફતમાં ઉપલબ્ધ થશે. NASA+ ફાયર ટીવી અને વેબ પર, ડેસ્કટોપ અને મોબાઇલ ઉપકરણો પર પણ ઉપલબ્ધ હશે.

NASA+ વિશે જાણો

NASA+ જાહેરાત મુક્ત સેવા દ્વારા નાસાના લાઈવ કવરેજનો એક્સેસ પ્રદાન કરશે જે હાલમાં NASA Live વેબસાઈટ પર મળી શકે છે. વધુમાં, NASA+ નવા કન્ટેન્ટ સાથે નાસાના અવકાશ મિશન વિશેની મૂળ વિડિયો સિરીઝનું પણ પ્રસારણ કરશે.

નાસાના માર્ક એટકાઇન્ડે એક અહેવાલમાં કહ્યું, “અમે તમારી  માગ પર અને તમારી આંગળીના ટેરવે નાસાના નવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મની શરૂઆત કરી રહ્યા છીએ.” તેમણે વધુમાં કહ્યું, “અમારી ડિજિટલ હાજરીને રૂપાંતરિત કરવાથી, નાસા કેવી રીતે હવા અને અવકાશમાં અજાણ્યા વસ્તુની શોધ કરે છે તેમજ શોધ દ્વારા પ્રેરણા આપે છે અને માનવતાના લાભ માટે ઈનોવેશન કરે છે તેની વાર્તાઓ વધુ સારી રીતે કહેવામાં મદદ મળશે.”

NASA+ માટે નાસાનો પ્રમોશનલ વિડિયોમાં તમામ વય અને રુચિઓને ધ્યાનમાં રાખીને આકર્ષક કન્ટેન્ટની વિશાળ સિરીઝ જોવા મળે છે. યુવા વર્ગ માટે રચાયેલ શૈક્ષણિક કાર્યક્રમોથી લઈને મનમોહક કન્ટેન્ટ સુધી તેમજ આ પ્લેટફોર્મ અવકાશ સંશોધનનું કન્ટેન્ટ પ્રદાન કરવા માટે તૈયાર છે.

બીટા વેબસાઈટનો પ્રારંભિક એક્સેસ અત્યારે વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. વેબસાઈટને સાર્વજનિક રૂપે લોન્ચ કરવામાં આવે તે પહેલાં વપરાશકર્તાઓ તેને વધુ સારી દેખાડવા અને વધુ ઉપયોગી બનાવવા માટે ફીડબેક પણ સબમિટ કરી શકે છે.

NASA પાસે આવનારા વર્ષો માટે ભવ્ય આયોજનો છે. આવતા વર્ષે, અવકાશ એજન્સી ચંદ્ર પર તેનું પ્રથમ ક્રૂ આર્ટેમિસ મિશન મોકલશે. 2024ના અંતમાં, આર્ટેમિસ II ચાર અવકાશયાત્રીઓને ચંદ્ર પર લઈ જશે. 2025માં, પાંચ દાયકામાં પ્રથમ ક્રૂ ચંદ્ર પર ઉતરાણ થવાની ધારણા છે.

NASAના નિકી ફોક્સે કહ્યું, “એક્સોપ્લેનેટ સંશોધનથી લઈને પૃથ્વીના ક્લાઈમેટ અને આપણા ગ્રહ પર સૂર્યના પ્રભાવની શોધ તેમજ સૌરમંડળની શોધ, અમારા નવા વિજ્ઞાન અને મુખ્ય વેબસાઈટ્સ અને અમારા આગામી NASA+ વિડિયોઝ મુલાકાતીઓ અને દર્શકો સાથે વધુ મજબૂત જોડાણ બનાવશે.”