આબુધાબીમાં નવો કોરોના વાઈરસનો કેસ નોંધાયો, તેનાં લક્ષણો અને સારવાર જાણી લો

ભારતે થોડા મહિનાઓ પહેલાં જ કોરોના વાઈરસના ત્રાસમાંથી રાહતનો શ્વાસ લીધો છે. તેવામાં આબુધાબુથી તમને નાખુશ કરે તેવા સમાચાર સામે આવ્યા છે. આબુધાબીમાં કોરોના વાઈરસના નવા પ્રકાર MERS-CoVનો ફેલાવો થયો છે. આ કોરોના વાઈરસ મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ છે. અલ ઈન શહેરનો 28 વર્ષીય યુવાનનો MERS-CoV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાયો […]

Share:

ભારતે થોડા મહિનાઓ પહેલાં જ કોરોના વાઈરસના ત્રાસમાંથી રાહતનો શ્વાસ લીધો છે. તેવામાં આબુધાબુથી તમને નાખુશ કરે તેવા સમાચાર સામે આવ્યા છે. આબુધાબીમાં કોરોના વાઈરસના નવા પ્રકાર MERS-CoVનો ફેલાવો થયો છે. આ કોરોના વાઈરસ મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ છે.

અલ ઈન શહેરનો 28 વર્ષીય યુવાનનો MERS-CoV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ યુવાન કુલ 108 લોકોના સંપર્કમા આવ્યો હતો આ તમામ લોકોને ટ્રેસ કરીને તેમના સેમ્પલ લેવામાં આવ્યા છે.

WHOના જણાવ્યા પ્રમાણે, આ દર્દી 8 જુને હોસ્પિટલમાં દાખલ થયો હતો. લેબ તપાસ માટે તેનો નેઝલ સ્વોબ લેવામાં આવ્યો હતો અને તપાસમાં તે MERS-CoV પોઝિટિવ નીકળ્યો હતો. તપાસ માટે PCR (પોલીમર્સ ચેન રિએક્શન) પદ્ધતિનો ઉપયોગ કરાયો હતો. આ યુવકના સંપર્કમાં આવેલા તમામ 108 લોકોને 14 દિવસ સુધી મોનિટર કરાયા હતા. જોકે ત્યારબાદ કોઈ બીજો કેસ સામે આવ્યો નથી.

MERS-CoV વાઈરસ શું છે?

MERS (મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ) એક પ્રકારનું વાઈરલ ઈન્ફેક્શન છે જે MERS-CoV કોરોના વાઈરસથી ફેલાય છે. સીધી રીતે અથવા પરોક્ષ રીતે વાઈરસના સંપર્કમાં આવવાથી તે શરીરમાં ફેલાય છે. તે મુખ્યત્વે પશુઓમાંથી ફેલાય છે ખાસ કરીને ઊંટમાંથી.

MERS-CoVના લક્ષણો

  • તેનાં એસિમ્ટેમેટિક લક્ષણો હોય છે ક્યારેક તે એટલા ગંભીર હોય છે કે દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે.
  • MERS-CoV પોઝિટિવ વ્યક્તિને તાવ, કફ અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે
  • ન્યૂમોનિયા પણ તેના સામાન્ય લક્ષણ છે
  • કેટલાક કિસ્સામાં દર્દીને ડાયેરિયા પણ થઈ શકે છે

શું MERS-CoVની રસી ઉપલબ્ધ છે?

આ કોરોના વાઈરસનો મોર્ટાલિટી રેટ અર્થાત મૃત્યાંક 35% છે. જોકે આ વાઈરસની જાણ લેબોરેટરી ટેસ્ટ દ્વારા જ થઈ શકે છે. આ વાઈરસની કોઈ રસી શોધાઈ નથી. દર્દીની સ્થિતિ પ્રમાણે તેમને વિવિધ સારવાર આપવામાં આવે છે. 

WHOના ડેટા પ્રમાણે, UAEમાં પ્રથમ MERS-CoVનો કેસ જુલાઈ 2013માં નોંધાયો હતો. તે સમયે 94 પોઝિટિવ કેસ હતા અને 12 દર્દીઓના મૃત્યુ થયા હતા. વર્ષ 2012થી અત્યાર સુધી કુલ 2605 દર્દીઓ નોંધાયા છે, જેમાંથી 936 લોકોના મૃત્યુ થયા છે. આ વાઈરસ અંગે WHOએ કેટલીક સલાહ આપી છે:

  • ખેતર, માર્કેટ સહિતની જગ્યાએ જવાનું ટાળો
  • બને ત્યાં સુધી ઊંટના સંપર્કમાં આવવાનું ટાળો
  • વારંવાર હાથ ધુઓ
  • આંખ અને નાકનો વારંવાર સ્પર્શ ન કરો
  • બીમાર પ્રાણીઓના સીધા સંપર્કમાં ન આવો
  • પ્રાણીઓની સારવાર દરમિયાન પ્રોટેક્શન કિટ પહેરો
  • કાચા અને અધકચરા ભોજનને બદલે રાંધેલો ખોરાક લો.