હેરી પોટર પર આધારિત નવી ઓનલાઈન ટીવી સિટીઝ રિલીઝ થશે

‘હેરી પોટર’ના તમામ પુસ્તકો લોકોને ખુબજ વાંચવા ગમે છે અને કલાકોનો સમય ક્યાં પસાર થઇ જાય તેનું ભાન પણ નથી રહેતું. તેવામાં જેકે રોલિંગની ‘હેરી પોટર’ પુસ્તકો ટૂંક સમયમાં ઓનલાઈન ટીવી સિરીઝમાં રૂપાંતરિત થઈ શકે તેવી શક્યતાઓ છે તેવું સાંભળીને લોકોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, ‘Warner Bros. Discovery Inc., હેરી પોટર […]

Share:

‘હેરી પોટર’ના તમામ પુસ્તકો લોકોને ખુબજ વાંચવા ગમે છે અને કલાકોનો સમય ક્યાં પસાર થઇ જાય તેનું ભાન પણ નથી રહેતું. તેવામાં જેકે રોલિંગની ‘હેરી પોટર’ પુસ્તકો ટૂંક સમયમાં ઓનલાઈન ટીવી સિરીઝમાં રૂપાંતરિત થઈ શકે તેવી શક્યતાઓ છે તેવું સાંભળીને લોકોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, ‘Warner Bros. Discovery Inc., હેરી પોટર પર આધારિત નવી ઓનલાઈન ટીવી સિટીઝ માટે ડિલની ખુબજ નજીક છે. ડેવિડ ઝાસ્લાવ- વોર્નર બ્રધર્સનાં CEO અને કેસી બ્લોય્સે – HBO ચીફ, એ જે.કે.રોલિંગને પુસ્તકો પર આધારિત નવી ટીવી સિરીઝ બનાવવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, જો કે ડિલ હજુ પુરી થઇ નથી. આ નવી સિરીઝ HBO અને ઓનલાઈન દેખાડવામાં આવશે  

હેરી પોટર શ્રેણીમાં સાત પુસ્તકો છે, જે અગાઉ વોર્નર બ્રધર્સ દ્વારા આઠ ફિલ્મોમાં (છેલ્લી પુસ્તક બે ભાગની ફિલ્મમાં બનાવવામાં આવી હતી)માં રૂપાંતરિત કરવામાં આવી હતી. અને હવે, વોર્નર બ્રોસની કંપની HBO પુસ્તકોને ટીવી સિરીઝમાં વિકસાવવા અત્યંત આતુર છે. હેરી પોટરની પ્રથમ મૂવીઝના કલાકારોએ ભારે લોકપ્રિયતા મેળવી હતી. એવું કહેવાય છે કે ટીવી સિરીઝની દરેક સીઝન હેરી પોટર સિરીઝના સાત પુસ્તકો પર આધારિત હશે.દરમિયાન, જે.કે.રોલિંગ પણ મૂળ કંટેન્ટ મળી રહે એ માટે આ ટીવી સિરીઝમાં સામેલ થશે.કંપની આશા રાખે છે કે આ સિરીઝ નવી સ્ટ્રીમિંગ વ્યૂહરચનાનો એક મહત્વનો ભાગ બની શકે છે જેની જાહેરાત આવતા અઠવાડિયે HBO ના પેરેન્ટ વોર્નર બ્રધર્સ દ્વારા કરવામાં આવશે. વોર્નર બ્રધર્સ અથવા જેકે રોલિંગ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. દરમિયાન, લોકોએ સોશિયલ મીડિયા પર આ સમાચાર પર તેમના મિશ્ર પ્રતિભાવ વ્યક્ત કર્યા છે.જ્યારે કેટલાક ચાહકો નવી સંભાવનાથી ઉત્સાહિત હતા, અન્ય લોકો ખુશ ન હતા કારણ કે તેઓને લાગ્યું કે હેરી પોટરના પુસ્તકો અને વાર્તાઓ નાના પડદા માટે ફરીથી સ્વીકારવા માટે હજુ પણ નવી છે. યુએસ પબ્લિશર સ્કોલાસ્ટિક કોર્પો.ના અનુસાર, હેરી પોટર પુસ્તક શ્રેણીએ 25 વર્ષમાં 85 ભાષાઓમાં 600 મિલિયન નકલો વેચી છે, જે ઓલ-ટાઇમ બેસ્ટ સેલર બની છે.

અન્ય સમાચારમાં, જે.કે રોલિંગે આજે એક ટ્વિટમાં શેર કર્યું છે કે સ્ટ્રાઈક સિરીઝમાં તેનું સાતમું પુસ્તક ‘ધ રનિંગ ગ્રેવ’ આ વર્ષના અંતમાં બહાર આવશે. નોંધનીય છે કે આ સિરીઝ તેના ઉપનામ રોબર્ટ ગાલબ્રેથ હેઠળ લખવામાં આવી છે.