ખૂબ જ વધારે મ્યુટેશન ધરાવતા કોવિડના નવા વેરિઅન્ટ BA.2.86થી વિશ્વના અનેક દેશોની ચિંતામાં વધારો

ફરી એક વખત કોરોના વાયરસે માથુ ઉંચક્યું છે અને વિશ્વના અનેક દેશોની ચિંતામાં વધારો કર્યો છે.  કોવિડના નવા વેરિઅન્ટ ડેનમાર્ક, ઈઝરાયેલ અને યુએસમાં પ્રસરી રહ્યો છે. આ વેરિઅન્ટની ઓળખ  BA.2.86 તરીકે કરાઈ છે. તેમાં ઓમિક્રોન સબવેરિયન્ટ XBB.1.5ની સરખામણીએ 36 જેટલા મ્યુટેશન છે. કોવિડના નવા વેરિઅન્ટની ચિંતામાં વધારો એક લાંબી રાહત બાદ યુકે, ચીન અને અન્ય […]

Share:

ફરી એક વખત કોરોના વાયરસે માથુ ઉંચક્યું છે અને વિશ્વના અનેક દેશોની ચિંતામાં વધારો કર્યો છે.  કોવિડના નવા વેરિઅન્ટ ડેનમાર્ક, ઈઝરાયેલ અને યુએસમાં પ્રસરી રહ્યો છે. આ વેરિઅન્ટની ઓળખ  BA.2.86 તરીકે કરાઈ છે. તેમાં ઓમિક્રોન સબવેરિયન્ટ XBB.1.5ની સરખામણીએ 36 જેટલા મ્યુટેશન છે.

કોવિડના નવા વેરિઅન્ટની ચિંતામાં વધારો

એક લાંબી રાહત બાદ યુકે, ચીન અને અન્ય દેશોમાં કોવિડના નવા સ્ટ્રેઈન્સનો પ્રસાર ચિંતાજનક સમાચાર છે. WHO દ્વારા યુકેમાં કોવિડના નવા સ્ટ્રેઈન EG.5 અથવા Erisની જાહેરાત કરવામાં આવી હતી અને તેના કેસમાં વધારો જોવા મળી રહ્યો હતો. ત્યારે સૌ પ્રથમ 24 જુલાઈના રોજ સામે આવેલા કોવિડના અન્ય નવા સ્ટ્રેઈન BA.2.86ને 17મી ઓગષ્ટે ‘વેરિઅન્ટ અન્ડર મોનિટરિંગ’ (VUM) અંતર્ગત વર્ગીકૃત કરવામાં આવ્યો છે. 

BA2.86ના લક્ષણો ઓમિક્રોન જેવા જ 

ડેનમાર્ક, ઈઝરાયેલ અને યુએસમાં પ્રસરી રહેલા BA.2.86ના લક્ષણો વધુ ઓછા પ્રમાણમાં કોવિડના અગાઉના સ્ટ્રેન જેવા જ છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC)એ પોતે કોવિડના નવા વેરિઅન્ટની ખૂબ ધ્યાનપૂર્વક દેખરેખ રાખી રહ્યા હોવાનું જણાવ્યું છે. 

નવા કોવિડ વાયરસમાં હાલના પ્રભાવી એવા ઓમિક્રોન સબવેરિયન્ટ XBB.1.5ની સરખામણીએ 36 જેટલા મ્યુટેશન છે. આમ મ્યુટેશનની સંખ્યામાં આ પ્રકારના ભારે વધારાએ નિષ્ણાતોને કોરોના કેસમાં મોટા ઉછાળાની શક્યતાને લઈ ચિંતિત કર્યા છે. 

BA2.86ના લક્ષણો

નવા કોવિડ વેરિઅન્ટ BA.2.86ના લક્ષણો મોટાભાગે હાલ પ્રભાવી એવા Omicron XBB 15ના વધુ શક્તિશાળી સ્વરૂપ જેવા જ છે. જેમાં તાવ, ઉધરસ, માથાનો દુઃખાવો, શરીરમાં કળતર, થાક અને પેટમાં ગરબડ સહિતનો સમાવેશ થાય છે. વધુમાં ડૉ. ચારૂ દત્ત અરોરાએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) હાલ નવા કોવિડ-19 વેરિઅન્ટ પર નજર રાખી રહ્યું છે જેના અનેક મ્યુટેશન્સ છે. આ વેરિઅન્ટ ડેનમાર્ક, ઈઝરાયેલ અને યુએસમાં પ્રસરી રહ્યો છે અને તે BA.2.86 તરીકે ઓળખાય છે તેમ પણ જણાવ્યું હતું.  

ભારતમાં BA.2.86થી ગભરાવાની જરૂર નહીં

ટેક્સાસ મેથોડિસ્ટ ખાતે કરવામાં આવેલા અભ્યાસના અહેવાલ પ્રમાણે ACE 2 રીસેપ્ટર એફિનિટીને સમજવા માટે હાલ BA.2.86નો અભ્યાસ થઈ રહ્યો છે. જે તેના ફેલાવા અને કેસની તીવ્રતા નક્કી કરવામાં મદદરૂપ બનશે. ડો. અરોરાના કહેવા પ્રમાણે ભારતમાં આ નવા વેરિઅન્ટથી ગભરાવાની ખાસ જરૂર નથી જણાઈ રહી. જોકે વૃદ્ધો અને બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાથી તેમણે તાત્કાલિક બૂસ્ટર ડોઝનો સહારો લેવો જોઈએ. 

BA.2.86નો સૌ પ્રથમ કેસ ઈઝરાયેલમાં નોંધાયો હતો. માત્ર 3 કેસ બાદ WHO દ્વારા તેને VUM જાહેર કરવામાં આવ્યો છે. WHO કોરોનાના 3 વેરિઅન્ટ્સને ટ્રેક કરી રહ્યું છે અને કોરોનાના 7 વેરિઅન્ટ્સને મોનિટરિંગ પર રાખ્યા છે. WHOના મતે વિશ્વમાં કોરોનાના નવા કેસમાં 80 ટકાનો વધારો નોંધાયો છે. 10 જુલાઈથી 6 ઓગસ્ટ દરમિયાન કોરોનાના 15 લાખ નવા કેસ સામે આવ્યા છે.