ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને આજે 13 સપ્ટેમ્બરના રોજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વોસ્ટોચની કોસ્મોડ્રોમ ખાતે મુલાકાત કરી છે. પ્યોંગયાંગે તેના પૂર્વ કિનારે બે ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઈલો લોન્ચ કર્યાના થોડા સમય પછી આ મુલાકાત કરવામાં આવી છે. કિમ જોંગ ઉન આજે સવારે રશિયાના પૂર્વ અમુર ક્ષેત્રમાં કોસ્મોડ્રોમ પહોંચ્યા હતા. બંને નેતાઓ વચ્ચે […]

Share:

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને આજે 13 સપ્ટેમ્બરના રોજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વોસ્ટોચની કોસ્મોડ્રોમ ખાતે મુલાકાત કરી છે. પ્યોંગયાંગે તેના પૂર્વ કિનારે બે ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઈલો લોન્ચ કર્યાના થોડા સમય પછી આ મુલાકાત કરવામાં આવી છે. કિમ જોંગ ઉન આજે સવારે રશિયાના પૂર્વ અમુર ક્ષેત્રમાં કોસ્મોડ્રોમ પહોંચ્યા હતા. બંને નેતાઓ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત ચાલી રહી છે.

કિમ જોંગ ઉન સ્પેશિયલ ટ્રેનથી રશિયા પહોંચ્યા હતા. કિમ જોંગ ઉન અને વ્લાદિમીર પુતિનની વર્ષ 2019 પછી આ પહેલી મુલાકાત છે. વ્લાદિમીર પુતિને કિમ જોંગ ઉને કહ્યું કે તે તેને જોઈને ખૂબ જ ખુશ છે, જ્યારે કિમ જોંગ ઉને રશિયાની મુલાકાત લેવાનું આમંત્રણ આપવા બદલ વ્લાદિમીર પુતિનનો આભાર માન્યો હતો.

બંને નેતાઓની વાટાઘાટોમાં સંભવિત હથિયારોના વેચાણને આવરી લેવાની અપેક્ષા છે, જેમાં ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની સાથે ટોચના સૈન્ય અને શસ્ત્ર ઉદ્યોગના અધિકારીઓ પણ સામેલ થશે.

કિમ જોંગ ઉને કહ્યું કે રશિયા સાથે સારા સંબંધો અમારી પ્રાથમિકતા છે. અમે સામ્રાજ્યવાદ સામેની લડાઈમાં હંમેશા રશિયા સાથે ઊભા રહીશું. આ પહેલા કિમ જોંગ ઉને રશિયન સ્પેસ રોકેટ લોન્ચ સાઈટ વોસ્ટોચની કોસ્મોડ્રોમ ખાતે લોન્ચ ફેસેલિટીનું નિરક્ષણ કર્યું હતું.

દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફે જણાવ્યું હતું કે તેણે પ્યોંગયાંગની ઉત્તરે આવેલા સુનાનમાં અથવા તેની આસપાસના વિસ્તારમાંથી લગભગ સવારે 11.43 વાગ્યે (02:43 GMT) અને 11.53 વાગ્યે (02:53 GMT) વચ્ચે પ્રક્ષેપણને શોધી કાઢ્યા હતા અને તે ડેટાનું વિશ્લેષણ કરી રહ્યું હતું. 

જાપાનના મુખ્ય કેબિનેટ સચિવ હિરોકાઝુ માત્સુનોએ પત્રકારોને જણાવ્યું હતું કે જાપાને બેઈજિંગમાં રાજદ્વારી માધ્યમો દ્વારા ઉત્તર કોરિયા સામે વિરોધ નોંધાવ્યો હતો.

તેમણે જણાવ્યું કે બે મિસાઈલો જાપાનના એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોન (EEZ)ની બહાર સમુદ્રમાં પડી હતી.

ઉત્તર કોરિયાએ 2017માં તેના પરમાણુ મિસાઈલ પ્રોગ્રામ પર લાદવામાં આવેલા યુનાઈટેડ નેશન્સનાં પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને આ વર્ષે અસંખ્ય મિસાઈલ પરીક્ષણો કર્યા છે, કારણ કે તે તેની સૈન્યને આધુનિક બનાવવાની મહત્વાકાંક્ષી યોજનાઓ સાથે આગળ વધી રહ્યું છે. ગયા વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં 100 થી વધુ મિસાઈલ લોન્ચ કરવામાં આવી છે.

પ્યોંગયાંગે ઓગસ્ટના અંતમાં બે શોર્ટ-રેન્જ બેલિસ્ટિક મિસાઈલો લોન્ચ કરી હતી, જેમાં તેણે દક્ષિણ કોરિયા પર વ્યૂહાત્મક પરમાણુ હુમલાનું અનુકરણ કર્યું હતું.

ઉત્તર કોરિયા પણ લશ્કરી જાસૂસી ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મૂકવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ આ વર્ષે તેના બે પ્રયાસો નિષ્ફળ ગયા છે.