ઓશિયનગેટ કંપની હવે શુક્ર ગ્રહ પર કોલોની બનાવશે

ગયા મહિને એટલાન્ટિક મહાસાગરમાં વિસ્ફોટ કરનાર ટાઇટન સબમર્સિબલ બનાવનાર ઓશિયનગેટ કંપની હવે શુક્ર પર કોલોની બનાવશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને ‘Humans 2 Venus’ નામ આપવામાં આવ્યું છે. આ અંતર્ગત 2050 સુધીમાં શુક્રના વાતાવરણમાં સ્થાયી રહેવા યોગ્ય વાતાવરણ બનાવવામાં આવશે અને 1000 લોકોને શુક્ર ગ્રહ પર મોકલવામાં આવશે. ઓશિયનગેટ કંપની જે કોલોની બનાવવાની તૈયારી કરી રહી છે […]

Share:

ગયા મહિને એટલાન્ટિક મહાસાગરમાં વિસ્ફોટ કરનાર ટાઇટન સબમર્સિબલ બનાવનાર ઓશિયનગેટ કંપની હવે શુક્ર પર કોલોની બનાવશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને ‘Humans 2 Venus’ નામ આપવામાં આવ્યું છે. આ અંતર્ગત 2050 સુધીમાં શુક્રના વાતાવરણમાં સ્થાયી રહેવા યોગ્ય વાતાવરણ બનાવવામાં આવશે અને 1000 લોકોને શુક્ર ગ્રહ પર મોકલવામાં આવશે.

ઓશિયનગેટ કંપની જે કોલોની બનાવવાની તૈયારી કરી રહી છે તે ફ્લોટિંગ કોલોની હશે. આ પ્રોજેક્ટનું નેતૃત્વ Oceangate કંપનીના સહ-સ્થાપક ગિલેર્મો સોનલેન દ્વારા કરવામાં આવ્યું છે. જોકે, ટાઇટન સબમર્સિબલ ડૂબી જવાથી અને 4 અબજોપતિ અને કંપનીના CEOના મોત બાદ કંપની સામે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેમ છતાં કંપની હાર ન માનીને પોતાનાં રિસર્ચ અને પ્રોજેક્ટ ચાલુ રાખી રહી છે.

‘મારી યોજનામાં કંઈ ખોટું નથી’- કો ફાઉન્ડર

ગુલેર્મો સોનલેન ટાઇટન સબમરીનના ઊંડા સમુદ્રમાં થયેલા વિસ્ફોટથી ઉભા થયેલા પ્રશ્નોને તેમની યોજનાઓને અસર કરવા દેવા નથી માગતા. ન્યૂઝ વેબસાઈટ બિઝનેસ ઈનસાઈડરના રિપોર્ટ અનુસાર ગુલેર્મોએ કહ્યું છે કે તેની યોજનામાં કોઈ ખામી નથી.

ગુલેર્મો કહે છે કે જ્યારે તે 11 વર્ષની હતા ત્યારથી તેમને વારંવાર એક સપનું આવે છે જેમાં તે અન્ય ગ્રહના કમાન્ડર છે. જ્યારે ટાઇટન સબમર્સિબલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે 100% સલામતી જેવી કોઈ વસ્તુ નથી. જોખમ હંમેશા રહે છે.

શુક્ર ગ્રહ પર થાય છે એસિડ વરસાદ

શુક્રને પૃથ્વીનો જોડિયો ગ્રહ પણ કહેવામાં આવે છે. જો કે, ત્યાં રહેવા માટે પૃથ્વી જેવું વાતાવરણ નથી. સોનલેન પણ આ વાત સાથે સહમત છે. તેમનું કહેવું છે કે જ્યારે પણ શુક્ર પર જવાની વાત થાય છે ત્યારે માત્ર સ્પેસ ઈન્ડસ્ટ્રીની બહારના લોકો જ નહીં પરંતુ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.

શુક્રનું વાતાવરણ કાર્બન ડાયોક્સાઇડથી ભરેલું છે. તેની સપાટીનું તાપમાન પણ શીશાને ઓગાળી શકે છે. ત્યાં સલ્ફ્યુરિક એસિડનો વરસાદ થાય છે. ત્યાંના વાતાવરણનું દબાણ પૃથ્વી કરતાં 90 ગણું વધારે છે. ત્યાંની સપાટીનું તાપમાન 475 ડિગ્રી સેલ્સિયસ છે. આ વિષમ પરિસ્થિતિ હોવા છતાં, ગુલેર્મોને લાગે છે કે ત્યાં જીવન શોધવાનો પ્રયાસ થવો જોઈએ.

તેમનું કહેવું છે કે માનવીએ નવા પ્રયોગો કરવાનું બંધ ન કરવું જોઈએ. એક સંશોધનને ટાંકીને તેઓ કહે છે કે શુક્રના વાતાવરણથી લગભગ 30 માઈલના અંતરે મનુષ્ય માટે જીવન શક્ય બની શકે છે. ત્યાં તાપમાન અને દબાણ બંને ઓછા છે.

ટાઇટન સબમર્સિબલ અબજોપતિઓ માટે એક ટ્રેપ હતી

એક તરફ ઓશિયનગેટ કંપની લોકોને શુક્ર પર લઈ જવાની યોજના બનાવી રહી છે. બીજી તરફ, ટાઈટનમાં જીવ ગુમાવનાર કંપનીના સીઈઓ સ્ટોકટન રશના મિત્રએ કહ્યું છે કે સબમર્સિબલ અબજોપતિઓ માટે ટ્રેપ હતી.

અકસ્માતના લગભગ એક મહિના પછી, રશના નજીકના મિત્ર કાર્લ સ્ટેનલીએ તેના વિશે ઘણા દાવા કર્યા. સ્ટેનલીએ કહ્યું છે કે ટાઇટન સબમર્સિબલ અબજોપતિઓ માટે રચાયેલ એક જાળ હતી. રશ જાણતો હતો કે લોકોને ટાઈટેનિકનો ભંગાર બતાવવાની સફર એક દિવસ ખતરનાક સાબિત થઈ શકે છે. આમ છતાં તેમણે સબમર્સિબલ બનાવવાનું કામ ચાલુ રાખ્યું.