અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં ઓક્ટોબર મહિનો હિન્દુ હેરિટેજ મંથ તરીકે જાહેર થયો, જાણો કારણ

અમેરિકી રાજ્ય જ્યોર્જિયાએ ઓક્ટોબરને સત્તાવાર રીતે ‘હિન્દુ હેરિટેજ મંથ’ ઘોષિત કર્યો છે. રાજ્યમાં હિંદુ-અમેરિકી સમુદાયના યોગદાનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યોર્જિયામાં હિંદુ સંગઠનો ઘણાં લાંબા સમયથી આ અંગેની માગણી કરી રહ્યા હતા. હિંદુઓ માટે ઓક્ટોબર મહિનો ખૂબ ખાસ બની રહે છે અને તેની સાંસ્કૃતિક, ધાર્મિક ઓળખ પણ છે. 2 ઓક્ટોબરના રોજ મહાત્મા […]

Share:

અમેરિકી રાજ્ય જ્યોર્જિયાએ ઓક્ટોબરને સત્તાવાર રીતે ‘હિન્દુ હેરિટેજ મંથ’ ઘોષિત કર્યો છે. રાજ્યમાં હિંદુ-અમેરિકી સમુદાયના યોગદાનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યોર્જિયામાં હિંદુ સંગઠનો ઘણાં લાંબા સમયથી આ અંગેની માગણી કરી રહ્યા હતા. હિંદુઓ માટે ઓક્ટોબર મહિનો ખૂબ ખાસ બની રહે છે અને તેની સાંસ્કૃતિક, ધાર્મિક ઓળખ પણ છે. 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીના જન્મ દિવસ ઉપરાંત આ મહિનામાં જ નવરાત્રી અને દિવાળી પણ આવે છે. 

જ્યોર્જિયાના રાજ્યપાલે કરી જાહેરાત

જ્યોર્જિયાના ગવર્નર ઉત્તરી અમેરિકાના હિંદુઓના ગઠબંધનના (CoHNA) સદસ્યોને મળ્યા હતા અને તેમને પ્રમાણપત્ર સોંપ્યુ હતું. ત્યાર બાદ હિંદુઓના સંગઠને જ્યોર્જિયાના ગવર્નર બ્રાયન કેમ્પનો ઓક્ટોબરને ‘હિન્દુ હેરિટેજ મંથ’ તરીકે ઘોષિત કરવા બદલ આભાર માન્યો હતો. ઉત્તરી અમેરિકાના હિંદુઓના સંગઠને X (ટ્વિટર)ના માધ્યમથી જ્યોર્જિયાના ગવર્નર બ્રાયન કેમ્પે ઓક્ટોબરને હિન્દુ હેરિટેજ મંથ ઘોષિત કર્યો હોવાની જાહેરાત કરી હતી. 

હિન્દુ હેરિટેજ મંથ માટે ઘણા સમયથી માગ કરી હતી

હિંદુ સંગઠને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રમાણપત્ર શેર કરવાની સાથે જ રાજ્યપાલનો આભાર માન્યો હતો. કોલિશન ઓફ હિંદુઝ ઓફ નોર્થ અમેરિકા (CoHNA)ના કહેવા પ્રમાણે જ્યોર્જિયા પીએસીના હિંદુઓ અને તેમના મિત્રોના અથાક સમર્પણથી આ પહેલ શક્ય બની છે. ગવર્નર બ્રાયન કેમ્પે ઓક્ટોબરને હિંદુ ધરોહર મહિના તરીકે ઘોષિત કરતી વખતે કહ્યું હતું કે, હિંદુ વારસાને તેની સંસ્કૃતિ અને ભારતમાં પ્રચલિત વિવિધ આધ્યાત્મિક પરંપરાઓ અનુસરીને મનાવવામાં આવશે. 

સંગઠને જણાવ્યું હતું કે, અમેરિકાના સાંસ્કૃતિક પરિવેશમાં હિંદુ ધર્મનું ઘણું યોગદાન છે. જ્યોર્જિયા હિંદુ અમેરિકન્સ અને હિંદુ ધર્મના યોગદાનને સમજી શક્યું તે જોઈને આનંદ થાય છે. આ સાથે જ કેલિફોર્નિયામાં જાતિગત ભેદભાવ પર પાબંદી મુકતા કાયદા  SB-403નો પણ ઉલ્લેખ કર્યો હતો. 

હિન્દુ હેરિટેજ મંથ એક વૈશ્વિક આંદોલન

વિશ્વ હિંદુ પરિષદ ઓફ અમેરિકા (VHPA), હિંદુ છાત્ર પરિષદ, હિંદુ સ્વયંસેવક સંઘ, સેવા ઈન્ટરનેશનલ સહિતના અનેક સંગઠનો ‘હિંદુ ધરોહર મહિના’ને માન્યતા અપાવવા માટે પ્રયત્નશીલ છે. હિંદુ અમેરિકન ફાઉન્ડેશનના કહેવા પ્રમાણે ‘હિન્દુ હેરિટેજ મંથ’ (HHM) એક વૈશ્વિક આંદોલન છે જે હિંદુ ધર્મને એક પરંપરા અને માનવ સમાજમાં તેના યોગદાનના સ્વરૂપમાં ઉજાગર કરે છે. હિંદુ ધર્મ વિશ્વનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે જેના સમગ્ર વિશ્વમાં એક અબજ અનુયાયીઓ છે. તે પૈકીના આશરે 3 મિલિયન લોકો સંયુક્ત રાજ્ય અમેરિકામાં વસે છે અને તેમનું રાજકીય ક્ષેત્રે પણ ખૂબ યોગદાન છે. 

આ સાથે જ ટેક્સાસ, ફ્લોરિડા, ઓહિયો, ન્યૂ જર્સી, ડેલાવેયર, નવાદા, મિસિસિપી સહિતના અનેક અમેરિકી રાજ્યોની આ પ્રકારની જાહેરાત હજુ લંબિત છે.