ક્રૂડ ઓઇલના ભાવ વધવાની શક્યતા, ગ્રાહકો અને અર્થતંત્રને થશે અસરઃ IEA

તાજેતરના ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશોની સંસ્થા OPEC+ એ ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જેથી ક્રૂડ ઓઇલની કિંમતોમાં 15 ટકાનો ઉછાળો આવ્યો છે. હવે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) એ કહ્યું છે કે, OPEC+ દેશોએ ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે જોખમી સાબિત થઈ શકે છે. તેલની કિંમતોમાં વધારો થવાની […]

Share:

તાજેતરના ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશોની સંસ્થા OPEC+ એ ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જેથી ક્રૂડ ઓઇલની કિંમતોમાં 15 ટકાનો ઉછાળો આવ્યો છે. હવે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) એ કહ્યું છે કે, OPEC+ દેશોએ ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે જોખમી સાબિત થઈ શકે છે.

તેલની કિંમતોમાં વધારો થવાની પુરપુરી શક્યાતા

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ કહ્યું કે, OPEC+ દેશોના નિર્ણયથી તેલની કિંમતોમાં વધારો થવાની પુરપુરી શક્યાતા છે અને ભારત જેવા દેશોના આયાત બિલમાં તીવ્ર ઉછાળો આવી શકે છે. જેથી ભારતમાં પણ તેલના ભાવ વધી શકે છે. પેરિસ સ્થિત ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના વડા ફાતિહ બિરોલે જણાવ્યું કે, 2023ના બીજા ભાગમાં વૈશ્વિક તેલ બજારોમાં કડકાઈના સંકેતો હતા, જેના કારણે પુરવઠાની તંગીનો સામનો કરવો પડશે. ઓપેકના નિર્ણયને કારણે તેલની કિંમતો વર્તમાન સ્તરે લગભગ 85 ડોલર પ્રતિ બેરલથી વધવાની ધારણા છે. જેથી ભારતીય અર્થતંત્ર અને ગ્રાહકો ઉપર પણ બોજ આવી શકે છે.

ભારત નફો કરી રહ્યું છે

મહત્વનું છે કે, આ પહેલા IEAના કાર્યકારી નિર્દેશક ફાતિહ બિરોલે વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ સાથે મુલાકાત કરી હતી. જે બાદ બિરોલે જણાવ્યું હતું કે, ભારત માટે રશિયામાંથી ક્રૂડની આયાત કરવી અને યુરોપ સહિત અન્ય દેશોમાં પેટ્રોલ-ડીઝલની નિકાસ કરવી કાયદેસર છે. જેથી ભારત એને પારદર્શક રીતે કરી રહ્યું છે. આમ, ભારત નીચા ભાવે ક્રૂડની આયાત કરીને નફો કરી રહ્યું છે. આ સિવાય રશિયા પાસેથી ભારતની તેલની આયાતમાં વધારો થયો છે. જેથી પ્રતિબંધ અસરગ્રસ્ત દેશને ક્રૂડનો બીજો સૌથી મોટો સ્ત્રોત રશિયા-ભારત બન્યા છે.

બિરોલે વધુમાં જણાવ્યું હતું કે, ગયા વર્ષે યુક્રેન ઉપર રશિયાએ કરેલા હુમલાને લઇ વિવિધ પ્રતિબંધોને કારણે મોસ્કોની નિકાસની આવકમાં ઘટાડો થયો છે, મોટાભાગના દેશો ગેસનું ઉત્પાદન અને નિકાસ કરી રહ્યા છે. આ સિવાય આગામી બે-ત્રણ વર્ષમાં બજારોમાં LNGનો પ્રવાહ આવશે, જે કિંમતો પરનું દબાણ ઘટશે અને ગેસ સપ્લાયને સરળ બનાવશે.

OPEC+ દેશોનો નિર્ણય વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે જોખમી

IEA ચીફ ઓપેક + દેશો દ્વારા ક્રૂડનું ઉત્પાદન ઘટાડવાના નિર્ણયની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, અમે માની શકીએ કે કિંમતો પર ઉપરનું દબાણ હોઈ શકે છે, પણ હાલમાં જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા અત્યંત નાજુક તબક્કામાં છે અને ઘણી ઉભરતી અર્થવ્યવસ્થાઓ આર્થિક સંકટનો સામનો કરી રહી છે, ત્યારે OPEC+ દેશોનો આ નિર્ણય વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે જોખમી સાબિત થઈ શકે છે.