ઈટલીમાં જીસસની બે માતા દર્શાવવા પર થયો મોટો વિવાદઃ લોકોએ કહ્યું આ શરમજનક અને નિંદનીય કૃત્ય!

આ વખતે તેમાં બદલાવ કરીને મેરી અને જોસેફની મૂર્તિઓની જગ્યાએ બેબી જીસસની બે માતાઓને દેખાડાયા

Share:

હાઈલાઇટ્સ

  • ફાધર વિટાલિઆનો ડેલા સાલાએ કહ્યું, "હું આ દ્રશ્ય સાથે બતાવવા માંગતો હતો કે પરિવારો હવે માત્ર પરંપરાગત નથી.

વિશ્વભરમાં ઈસાઈઓના તહેવાર ક્રિસમસને લઈને તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ વચ્ચે ઈટલીમાં ઈસુની બે માતાઓને દેખાડવા પર વિવાદ પેદા થયો છે. બાદમાં ઈટલીમાં કૈશોલિકો સમર્થકો અને રાજનેતાઓનો ગુસ્સો ભડક્યો છે. જ્યારે-જ્યારે ક્રિસમસ આવે છે ત્યારે ઈસુના જન્મના દ્રશ્ય લગાવવામાં આવે છે. ત્યારે આ વખતે તેમાં બદલાવ કરીને મેરી અને જોસેફની મૂર્તિઓની જગ્યાએ બેબી જીસસની બે માતાઓને દેખાડાયા છે. 

નેપલ્સની પૂર્વમાં આવેલા એવેલિનો પ્રાંતના ગામ કેપોકાસ્ટેલો ડી મર્કોગ્લિઆનોના ચર્ચ ઓફ સેન્ટ્સ પીટર અને પોલમાં આ દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. આ પછી ત્યાંના પાદરીએ તેનો બચાવ કર્યો છે. ફાધર વિટાલિઆનો ડેલા સાલાએ કહ્યું, "હું આ દ્રશ્ય સાથે બતાવવા માંગતો હતો કે પરિવારો હવે માત્ર પરંપરાગત નથી.

તેમણે કહ્યું કે અમારા ગામમાં આપણે નવા પ્રકારનાં કુટુંબોમાંથી વધુને વધુ બાળકો જોઈએ છીએ જે અસ્તિત્વમાં છે અને આપણા સમાજનો ભાગ છે, જેમાં છૂટાછેડા અને છૂટાછેડા લીધેલા લોકોના બાળકો, ગે યુગલો, સિંગલ લોકો, યુવાન માતાઓનો સમાવેશ થાય છે. ઇટાલીમાં LGBT અને ડાબેરી મુદ્દાઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા ફાધર ડેલા સાલા કહે છે કે તેમનું વલણ પોપ ફ્રાન્સિસ સાથે સુસંગત છે, જેમણે આ અઠવાડિયે એક ઐતિહાસિક નિર્ણયમાં પાદરીઓને સમલૈંગિક યુગલોને આશીર્વાદ આપવાની મંજૂરી આપી હતી.
 

Tags :