મેક્સિકો શહેરમાં હિટ વેવને કારણે 100થી વધુ લોકોનાં મોત 

આ વર્ષે મેક્સિકોમાં ગરમી એ રેકોર્ડ તોડી દીધો હતો અને ગરમી 50 ડિગ્રી પહોંચતા લોકોમાં ત્રાહિમામ મચી ગયો હતો એટલું જ નહીં ત્યાં ગરમીના કારણે 100 લોકો મૃત્યુ પણ પામ્યા હતા.  ત્રણ મહિનાથી ગરમીનું પ્રમાણ વધતાં વીજળીની માંગ વધી હતી જેને કારણે પાવરગ્રીડ પર લોડ વધ્યો હતો. સત્તાધીશોએ કેટલાક ક્લાસ પણ રદ કર્યા હતા. જોકે, […]

Share:

આ વર્ષે મેક્સિકોમાં ગરમી એ રેકોર્ડ તોડી દીધો હતો અને ગરમી 50 ડિગ્રી પહોંચતા લોકોમાં ત્રાહિમામ મચી ગયો હતો એટલું જ નહીં ત્યાં ગરમીના કારણે 100 લોકો મૃત્યુ પણ પામ્યા હતા. 

ત્રણ મહિનાથી ગરમીનું પ્રમાણ વધતાં વીજળીની માંગ વધી હતી જેને કારણે પાવરગ્રીડ પર લોડ વધ્યો હતો. સત્તાધીશોએ કેટલાક ક્લાસ પણ રદ કર્યા હતા. જોકે, લોકોમાં ગરમીને કારણે ઉચાટ વધ્યો હતો. 

ગરમી લોકોથી સહન થઈ શકતી નહતી અને 18 થી 14 જુન દરમિયાન 100 માંથી લગભગ બે તૃત્યાંશ લોકોના મોત થયા હતા. આ અહેવાલ ત્યાંનાં મંત્રાલય દ્વારા આપવામાં આવ્યો હતો. ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન ગરમીનું પ્રમાણ વધ્યું હતું પરંતુ તે સમયે ગરમી સંબંધિત માત્ર એક જ મૃત્યુ નોંધાયું હતું.

લગભગ 64% મૃત્યુ ટેક્સાસની સરહદે આવેલા ઉત્તરીય રાજ્ય ન્યુવો લિયોનમાં થયા છે. બાકીના મોટાભાગના અખાતના કિનારે પડોશી તામૌલિપાસ અને વેરાક્રુઝમાં થયા હતા. લગભગ તમામ મૃત્યુ હીટ સ્ટ્રોકને કારણે થયા હતા જ્યારે ડિહાઇડ્રેશનથી થયેલા મોતનું પ્રમાણ ઓછું હતું. 

જોકે, હાલના દિવસોમાં જરૂરી વરસાદ આવતા વાતાવરણ પલટાયું છે અને 

તાપમાનમાં ઘટાડો થયો છે. આમ છતાં કેટલીક જગ્યા એ હજુ પણ તાપમાન ઊંચું જ છે . ઉત્તરના કેટલાક શહેરો હજુ પણ ઊંચા તાપમાને જોવા મળી રહ્યા છે. સોનોરા રાજ્યમાં, એકોંચી શહેરમાં બુધવારે 49 ડિગ્રી સેલ્સિયસનું ઉચ્ચ તાપમાન જોવા મળ્યું હતું.

મેક્સિકોમાં ભીષણ ગરમીએ મોતનો તાંડવ સર્જ્યો છે. અને સ્થિતિ એવી થઈ છે કે,  લોકોને ઘરોમાં કેદ થવાની ફરજ પડી છે. કારણ કે હીટ સ્ટ્રોકનું જોખમ વધી ગયું છે. મેક્સિકોમાં આકરી ગરમીથી આ વર્ષે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 112 લોકોના મોત થયા છે, જે 2022 કરતા ઘણા વધુ છે. આ જાણકારી સ્વાસ્થ્ય અધિકારીઓએ આપી હતી. 

આરોગ્ય મંત્રાલય દ્વારા બુધવારે મોડી રાત્રે જારી કરાયેલા રિપોર્ટ અનુસાર, છેલ્લા બે સપ્તાહમાં ગરમીના કારણે મૃત્યુના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. 2022ની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધીમાં ગરમીના કારણે મૃત્યુના કેસ લગભગ ત્રણ ગણા વધારે છે. આરોગ્ય મંત્રાલય સામાન્ય રીતે દર અઠવાડિયે ગરમીથી થતા મૃત્યુના મામલાઓ પર રિપોર્ટ જાહેર કરે છે, પરંતુ આ વખતે રિપોર્ટ મોડો જાહેર કરવામાં આવ્યો છે.