બાંગ્લાદેશમાં ઓવરલોડેડ બસ તળાવમાં ખાબકી, 17ના મોત અને 35 ઘાયલ

બાંગ્લાદેશના છત્રકાંડા વિસ્તારમાં, એક ભયંકર અકસ્માત થયો જેમાં “બશર સ્મૃતિ પરીવહન” ની ઓવરલોડેડ બસ રસ્તા પરથી પલટી ખાઈને તળાવમાં પડી ગઈ. આ ઘટના બરીશાલ-ખુલના હાઈવે પર બની હતી અને પરિણામે ત્રણ બાળકો સહિત 17 લોકોના મોત થયા હતા, જ્યારે 35 અન્ય લોકો ઘાયલ થયા હતા. અકસ્માતમાં બચી ગયેલા લોકોએ અકસ્માતના પ્રાથમિક કારણ તરીકે ડ્રાઈવરની બેદરકારી […]

Share:

બાંગ્લાદેશના છત્રકાંડા વિસ્તારમાં, એક ભયંકર અકસ્માત થયો જેમાં “બશર સ્મૃતિ પરીવહન” ની ઓવરલોડેડ બસ રસ્તા પરથી પલટી ખાઈને તળાવમાં પડી ગઈ. આ ઘટના બરીશાલ-ખુલના હાઈવે પર બની હતી અને પરિણામે ત્રણ બાળકો સહિત 17 લોકોના મોત થયા હતા, જ્યારે 35 અન્ય લોકો ઘાયલ થયા હતા.

અકસ્માતમાં બચી ગયેલા લોકોએ અકસ્માતના પ્રાથમિક કારણ તરીકે ડ્રાઈવરની બેદરકારી ગણાવી હતી. તેમના જણાવ્યા મુજબ, બસ 60 થી વધુ મુસાફરોથી ભરેલી હતી, જે તેની 52ની ક્ષમતા કરતા ઘણી વધારે હતી.

“બશર સ્મૃતિ પરીવહન” ની બરીશાલ જતી બસ, જેમાં 52 ની ક્ષમતા સામે 60 થી વધુ મુસાફરો હતા, સવારે 9:00 વાગ્યાની આસપાસ પિરોજપુરના ભંડરિયાથી નીકળી હતી અને સવારે 10:00 વાગ્યાની આસપાસ બરીશાલ-ખુલના હાઈવે પર છત્રકાંડામાં રસ્તાની બાજુના તળાવમાં પડી ગઈ હતી.

બચી ગયેલા મુસાફરોમાંથી મોહમ્મ્દ મોમિને કહ્યું, “હું ભંડરિયાથી બસમાં ચડયો. બસ મુસાફરોથી ખીચોખીચ ભરેલી હતી. મેં ડ્રાઈવરને સુપરવાઈઝર સાથે વાત કરતા જોયો. અચાનક, બસ રસ્તા પરથી ઉતરી ગઈ અને ક્રેશ થઈ ગઈ.” 

મોહમ્મ્દ મોમિને કહ્યું, “બધા મુસાફરો બસની અંદર ફસાયેલા હતા. કારણ કે તે ઓવરલોડ હતી, બસ તરત જ ડૂબી ગઈ હતી. હું કોઈક રીતે બસમાંથી બહાર નીકળી શક્યો.” 

બરીશાલના ડિવિઝનલ કમિશનર મોહમ્મ્દ શૌકત અલીએ પુષ્ટિ કરી હતી કે તમામ 17 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને બાકીના ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યું કે મોટાભાગના પીડિતો પિરોજપુરના ભંડરિયા અને ઝલકાઠીના રાજાપુર વિસ્તારના રહેવાસી છે.

બાંગ્લાદેશમાં બસ અકસ્માતો સામાન્ય બની ગયા છે. રોડ સેફ્ટી ફાઉન્ડેશન (RSF) અનુસાર, માત્ર જૂન મહિનામાં જ કુલ 559 અકસ્માતો થયા છે. આ અકસ્માતોમાં 562 લોકોના મોત થયા હતા અને 812 અન્ય લોકો ઘાયલ થયા હતા.

એક અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે દેશભરમાં 207 મોટરસાઈકલ અકસ્માત થયા છે જેમાં 169 લોકો માર્યા ગયા હતા જે કુલ મૃત્યુના 33.75 ટકા છે.જેમાં 78 મહિલાઓ અને 114 બાળકો હતા.

જો કે, નવ જળમાર્ગ અકસ્માતોમાં નવ લોકોના મોત થયા હતા અને સાત ગુમ થયા હતા, જ્યારે આ સમયગાળા દરમિયાન 21 રેલવે અકસ્માતોમાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા હતા અને 11 ઘાયલ થયા હતા.

આ સમયગાળા દરમિયાન, ઓછામાં ઓછા 38 પ્રાણીઓના અકસ્માતોમાં મૃત્યુ થયા હતા. 

રોડ સેફ્ટી ફાઉન્ડેશનના અવલોકન અને વિશ્લેષણ મુજબ, પ્રાદેશિક માર્ગો પર સૌથી વધુ 247 (44.18 ટકા) અકસ્માતો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર 182 (32.55 ટકા), ગ્રામીણ માર્ગો પર 59 (10.55 ટકા) અને ત્રણ (0.53 ટકા) શહેરના રોડ પર થયા છે.