Pak VS Iran: જવાબી હુમલામાં પાકે. ઈરાન પર કરી એરસ્ટ્રાઈક, આતંકી ઠેકાણાઓને કર્યા ટાર્ગેટ

સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, પાકિસ્તાને ઈરાનમાં પણ હવાઈ હુમલો કર્યો છે. જોકે, પાકિસ્તાને ક્યારે અને ક્યાં હુમલો કર્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

Courtesy: Pakistan Iran War

Share:

હાઈલાઇટ્સ

  • પાકિસ્તાની સેનાએ ઈરાનમાં BLA આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યાનો દાવો
  • ઈરાનનો હુમલો આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના સિદ્ધાંતોનું ઉલ્લંઘન: પાક

મંગળવારે ઈરાને પાકિસ્તાનમાં ઘૂસીને બલૂચિસ્તાનના પંજોર વિસ્તારમાં હવાઈ હુમલો કર્યો હતો. જો અહેવાલોનું માનીએ તો ઈરાને બલૂચિસ્તાનમાં આતંકવાદી સંગઠન જૈશ-અલ-અદલના ઠેકાણાઓ પર જોરદાર હુમલો કર્યો હતો. હવે સમાચાર છે કે ઈરાનના હુમલાના જવાબમાં પાકિસ્તાને પણ મોટી કાર્યવાહી કરી છે. સૂત્રોને ટાંકીને સમાચાર છે કે પાકિસ્તાને ઈરાનમાં પણ હવાઈ હુમલો કર્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હુમલામાં આતંકીઓના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. જોકે, પાકિસ્તાને ક્યારે અને ક્યાં હુમલો કર્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

પાકિસ્તાની મીડિયા અનુસાર, પાકિસ્તાની સેનાએ ઈરાનમાં BLA આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. પાકિસ્તાનનો દાવો છે કે ઈરાનમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મી જેવા ઉગ્રવાદી સંગઠનો સક્રિય છે જે પાકિસ્તાનને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે.

પાકિસ્તાને બુધવારે ઈરાન દ્વારા કરાયેલા હવાઈ હુમલાની આકરી નિંદા કરી હતી. ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલામાં બલૂચિસ્તાનમાં બે બાળકોના મોત થયા છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે. પાકિસ્તાને ઈરાની હુમલાને તેની સાર્વભૌમત્વ અને એરસ્પેસનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. આ સાથે તેમણે કહ્યું કે ઈરાનનો હુમલો આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે.

ઈરાની સમાચાર એજન્સી IRNA અનુસાર, ઈરાની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના એક સૈનિકની ગોળી મારીને હત્યા કરી દીધી છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદે આવેલા દેશના અશાંત દક્ષિણ-પૂર્વ પ્રાંતમાં પાકિસ્તાની સેનાએ એક ઈરાની સૈનિકને ઠાર માર્યો હતો.