Pakistan Election: 8મી ફેબ્રુઆરીએ થશે મતદાન, રાષ્ટ્રપતિએ લગાવી મહોર

Pakistan Election: પાકિસ્તાનમાં આગામી 8 ફેબ્રુઆરી, 2024ના રોજ સામાન્ય ચૂંટણી યોજાશે. ગુરૂવારે ચૂંટણી પંચના અધિકારીઓએ સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર રાષ્ટ્રપતિ આરિફ અલ્વી (President Arif Alvi)ની મુલાકાત લીધી હતી. આ સાથે જ નાણાકીય સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં ચૂંટણી અંગેની અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. ટોચના ચૂંટણી અધિકારીઓ અને રાષ્ટ્રપતિ અલ્વી વચ્ચેની બેઠક બાદ રાષ્ટ્રપતિ ભવને નવી […]

Share:

Pakistan Election: પાકિસ્તાનમાં આગામી 8 ફેબ્રુઆરી, 2024ના રોજ સામાન્ય ચૂંટણી યોજાશે. ગુરૂવારે ચૂંટણી પંચના અધિકારીઓએ સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર રાષ્ટ્રપતિ આરિફ અલ્વી (President Arif Alvi)ની મુલાકાત લીધી હતી. આ સાથે જ નાણાકીય સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં ચૂંટણી અંગેની અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. ટોચના ચૂંટણી અધિકારીઓ અને રાષ્ટ્રપતિ અલ્વી વચ્ચેની બેઠક બાદ રાષ્ટ્રપતિ ભવને નવી તારીખની જાહેરાત કરી હતી. 

Pakistan Electionની નવી તારીખ જાહેર

સુપ્રીમ કોર્ટના આદેશ પર એટર્ની જનરલ મંસૂર ઉસ્માન અવાન અને આયોગના અન્ય 4 સદસ્યો સાથે મુખ્ય ચૂંટણી અધિકારી સિકંદર સુલ્તાન રાજાએ રાષ્ટ્રપતિ અલ્વીની મુલાકાત લીધી હતી. સીમાંકન અને ચૂંટણી અંગેની જાણકારી મેળવ્યા બાદ સામાન્ય ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીની તારીખ પર સહમતી સધાઈ હતી. રાષ્ટ્રપતિએ ગત 9 ઓગષ્ટના રોજ નેશનલ અસેમ્બલી ભંગ કરી હતી. 

આગામી 8 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનમાં ચૂંટણી (Pakistan Election) યોજાશે. સુપ્રીમ કોર્ટના આદેશ પર ચૂંટણી પંચના અધિકારીઓએ ગુરૂવારે રાષ્ટ્રપતિ આરિફ અલ્વીની મુલાકાત લીધી ત્યાર બાદ આ તારીખ જાહેર કરવામાં આવી છે. આ સાથે જ દેશમાં સામાન્ય ચૂંટણીના આયોજન અંગેની અનિશ્ચિતતાઓનો અંત આવ્યો છે. અગાઉ ચૂંટણી પંચના વકીલે શીર્ષ કોર્ટને 11 ફેબ્રુઆરીના રોજ ચૂંટણીના આયોજન અંગે જણાવ્યું હતું. 

વધુ વાંચો:US Mass Shooting કેસમાં 22 લોકોની હત્યા કરનાર શંકાસ્પદ વ્યક્તિની લાશ મળી

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એટર્ની જનરલ મંસૂર ઉસ્માન અવાન અને આયોગના અન્ય 4 સદસ્યો સાથે મુખ્ય ચૂંટણી અધિકારી સિકંદર સુલ્તાન રાજાએ રાષ્ટ્રપતિ આરિફ અલ્વી (President Arif Alvi)ની મુલાકાત લીધી હતી. સીમાંકન અને ચૂંટણી અંગેની જાણકારી મેળવ્યા બાદ 8 ફેબ્રુઆરીના રોજ સામાન્ય ચૂંટણી યોજવા માટે સહમતી સધાઈ હતી. 

ચૂંટણી મામલે ઈમરાન ખાનની માગણી 

અગાઉ નેશનલ અસેમ્બલી અને પ્રાંતીય અસેમ્બલીના ભંગ થયાના 90 દિવસની અંદર ચૂંટણી યોજવાની માગણીને લઈ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ), સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન્સ અને અન્ય ની અરજી પર સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ કાજી ફૈજ ઈસા, જસ્ટિસ અમીન-ઉદ-દીન ખાન અને જસ્ટિસ અતરહ મિનલ્લાહની 3 સદસ્યોવાળી પીઠે આયોગના વકીલ સજીલ સ્વાતીને 11 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજવા જણાવ્યું હતું. 

મત વિસ્તારોનું સીમાંકન ફરજિયાત

9 ઓગષ્ટના રોજ નેશનલ અસેમ્બલીના ભંગ બાદ બંધારણ પ્રમાણે 90 દિવસની અંદર 7મી નવેમ્બર સુધીમાં ચૂંટણી યોજવાની હતી પરંતુ તત્કાલીન શહબાજ શરીફ સરકારે અસેમ્બલીના ભંગ પહેલા વસ્તી ગણતરીનું સત્તાવાર પ્રકાશન કરી દીધું હતું. આ કારણે ચૂંટણી પંચ માટે મતવિસ્તારોનું સીમાંકન કરવું જરૂરી બની ગયું હતું. 

સુપ્રીમ કોર્ટે ગુરૂવારે જણાવ્યું હતું કે, આ તારીખ બદલાવી ન જોઈએ, રાષ્ટ્રપતિ આરિફ અલ્વી (President Arif Alvi) અને ઈલેક્શન કમિશનર બંને પાકિસ્તાની જ છે, તેઓ અંદરોઅંદર વાત કરી લે.