Pakistan International Airlines: નાણાકીય તંગીના કારણે 26 ફ્લાઈટ્સ રદ્દ કરાઈ

Pakistan International Airlines: આર્થિક રીતે કંગાળ બની ચુકેલા પાકિસ્તાનમાં મોંઘવારીના કારણે વધુ એક મુશ્કેલી સર્જાઈ છે. પાડોશી દેશની સરકારી વિમાની સેવા પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (Pakistan International Airlines) પાસે ઈંધણ ખરીદવાના પણ પૈસા ન બચ્યા હોવાથી 26 ફ્લાઈટ્સ રદ્દ (Flights cancelled) કરવી પડી હતી.  પાકિસ્તાન સ્ટેટ ઓઈલ (પીએસઓ)એ બહુ મોટી લેણી રકમ મળી ન હોવાથી રાષ્ટ્રીય […]

Share:

Pakistan International Airlines: આર્થિક રીતે કંગાળ બની ચુકેલા પાકિસ્તાનમાં મોંઘવારીના કારણે વધુ એક મુશ્કેલી સર્જાઈ છે. પાડોશી દેશની સરકારી વિમાની સેવા પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (Pakistan International Airlines) પાસે ઈંધણ ખરીદવાના પણ પૈસા ન બચ્યા હોવાથી 26 ફ્લાઈટ્સ રદ્દ (Flights cancelled) કરવી પડી હતી. 

પાકિસ્તાન સ્ટેટ ઓઈલ (પીએસઓ)એ બહુ મોટી લેણી રકમ મળી ન હોવાથી રાષ્ટ્રીય કેરિયરને મળતો ઈંધણનો પુરવઠો અટકાવી દીધો હતો. આ કારણે એરલાઈન્સે કરાચી, લાહોર, ઈસ્લામાબાદ, ક્વેટા, બહાવલપુર, મુલતાન, ગ્વાદર સહિતના પાકિસ્તાનના અન્ય શહેરોની 26 ફ્લાઈટ્સ રદ્દ કરવી પડી હતી. 

વધુ વાંચો: બેંગલુરૂના સ્ટેડિયમમાં પાકિસ્તાની ચાહકને પોતાના દેશને ચિઅર અપ કરતો અટકાવાયો

Pakistan International Airlinesનું નિવેદન

પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના પ્રવક્તાએ અસરગ્રસ્ત મુસાફરોને વૈકલ્પિક ફ્લાઈટ્સની સુવિધા પૂરી પાડવામાં આવી હોવાની માહિતી આપી હતી. આ બધા વચ્ચે PIAના ફ્યુઅલ એડજસ્ટમેન્ટ પ્લાન મુજબ સોમવારે કરાચીથી માત્ર 3 જ ફ્લાઈટ ઉડાન ભરશે. 

ગત તા. 21 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (Pakistan International Airlines) દ્વારા પાકિસ્તાન સ્ટેટ ઓઈલને 2 દિવસ માટે ઈંધણના સપ્લાય માટે 220 મિલિયન પાકિસ્તાની રૂપી (આશરે 789000 USD)ની ચુકવણી કરવામાં આવી હતી. 

26 ફ્લાઈટ્સ રદ્દ (Flights cancelled) કરવી પડી તેવી સ્થિતિ વચ્ચે PIAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એરલાઈન્સે ઈંધણની જોગવાઈ માટે પીએસઓને અત્યાર સુધીમાં 500 મિલિયન રૂપિયાની ચુકવણી કરી છે. ઉપરાંત નેશનલ ફ્લેગ કેરિયર દ્વારા પીએસઓને દૈનિક ધોરણે ચુકવણી કરવામાં આવતી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

વધુ વાંચો: આણંદના તારાપુરથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, 1999માં આવ્યો હતો ભારત

નફાકારક રૂટ માટે ઈંધણની પ્રાપ્તિ

પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ હાલ સાઉદી અરેબિયા, કેનેડા, ચીન, કુઆલા લુમ્પુર સહિતના નફાકારક રૂટ માટે ઈંધણ મેળવી રહી છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા પણ બાકી ચુકવણા ભરપાઈ ન કરી શકવાના કારણે પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના ડોમેસ્ટિક ફ્લાઈટ્સના સંચાલનમાં અડચણ આવી હતી. 

પાકિસ્તાન સ્ટેટ ઓઈલ દ્વારા મંગળવારના રોજ રાષ્ટ્રીય કેરિયરના ઈંધણના પુરવઠાને અટકાવવામાં આવ્યો હતો. આ કારણે 17 ઓક્ટોબરના રોજ 14 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ રદ્દ (Flights cancelled) કરવી પડી હતી અને અન્ય 4 ફ્લાઈટ્સને ડીલે કરવી પડી હતી. 

આ બધા વચ્ચે પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સે 22.9 બિલિયન પાકિસ્તાની રૂપિયાના ઈમરજન્સી બેલઆઉટની અપીલ કરી હતી જેને ઈકોનોમિક કોર્ડિનેશન કમિટી (ઈસીસી)એ ફગાવી દીધી છે. ઉપરાંત ઈસીસી દ્વારા પાકિસ્તાન એરલાઈન્સે દર મહિને 1.3 બિલિયન રૂપિયાની ચુકવણી મોકૂફ રાખવાની વિનંતી કરી તેને પણ નકારી કાઢી હતી.

ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુ દ્વારા પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના 53 બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા કારણ કે તે 26 બિલિયન પાકિસ્તાની રૂપિયાના ટેક્સમાં ડિફોલ્ટ હોવાનું જણાયું હતું. જો કે PIA દ્વારા કરવેરાના વહેલા ક્લિયરન્સની ખાતરી આપવામાં આવી ત્યાર બાદ તે બેંક ખાતાઓ પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા.